Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeએન્ટરટેઈન્મેન્ટઆર્યન ખાન 20 ઓક્ટોબર સુધી રહેશે જેલમાં, કોર્ટે જામીન પરનો ચુકાદો અનામત રાખ્યો

આર્યન ખાન 20 ઓક્ટોબર સુધી રહેશે જેલમાં, કોર્ટે જામીન પરનો ચુકાદો અનામત રાખ્યો

aryan khan drug case, aryan khan bail
Share Now

ક્રુઝ ડ્રગ્સ કેસમાં(Drug Case) ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને હજુ પણ 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે. સેશન્સ કોર્ટે  આજે આર્યન ખાનની જામીન અરજી પર લાંબી સુનાવણી બાદ આ નિર્ણયને અનામત રાખ્યો હતો. એનસીબીએ 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાન અને અન્ય આરોપીઓની અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં છે.

આર્યન ખાનની આંતરરાષ્ટ્રીય લિન્ક મળી 

સુનાવણી દરમિયાન, એનસીબી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં આરોપીની આંતરરાષ્ટ્રીય કડીઓ સામે આવી છે. બધા એકબીજા સાથે જોડાયેલા છે. જેને અલગથી જોઈ શકાય એમ નથી. આર્યનની જામીન અરજી પર, NCB એ કોર્ટને કહ્યું કે આર્યન ખાન ઘણીવાર ડ્રગ્સનું સેવન કરે છે અને અમારી પાસે તેના પુરાવા પણ છે. અમારી પાસે વોટ્સએપ ચેટ અને અન્ય પુરાવા પણ છે.

aryan khan drug case

 

આ પણ વાંચો:ડ્રગ્સનું વેચાણ કરનારાની ખેર નથી, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાર્કો રિવૉર્ડ પોલિસી કરી જાહેર

આર્યન ખાન કેટલાય વર્ષોથી ડ્રગ્સનું સેવન કરે છે 

અનિલ સિંહે કહ્યું કે આર્યન ખાનને લઈને જે નિવેદનો પ્રાપ્ત થયા છે તે દર્શાવે છે કે આર્યન છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનું સેવન કરતો હતો. અરબાઝ પાસેથી દવાઓ મળી આવી છે. આર્યન તેની સાથે હતો. પંચનામામાં એ પણ સ્પષ્ટપણે લખેલું છે કે બંને ડ્રગ્સનું સેવન કરવાના હતા.  

આર્યનના વકીલે કરી દલીલ 

આર્યનના વકીલે જામીન માટે પોતાની દલીલો રજૂ કરી હતી. આ દરમિયાન આર્યનના વકીલે સૌવિક ચક્રવર્તીના કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે ચાર્જશીટ રજૂ થયા બાદ તરત જ સૌવિકને જામીન મળી ગયા હતા. આવી સ્થિતિમાં તેના અસીલ આર્યન ખાનને પણ જામીન મળવા જોઈએ.

સ્ટાર કિડનો બચાવ 

આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં એક પછી એક સ્ટારની પ્રતિક્રિયા સામે આવી રહી છે. જ્યાં મોટાભાગના સ્ટાર્સ સ્ટાર કિડને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ બિગ બોસ ફેમ ઉર્ફી જાવેદે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઉર્ફીએ કહ્યું કે, ‘આર્યનને આ આઘાતમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગશે કારણ કે લોકો સતત તેને ખરાબ ખરાબ બોલી રહ્યા છે. લોકો બળાત્કાર અને હત્યા કેસમાં આવો ગુસ્સો કેમ નથી બતાવતા ‘.

આગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે 

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આજે 14 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી. ત્યારે કલાકો સુધી ચાલેલી સુનાવણી પછી પણ આર્યન ખાનને જામીન મળ્યા નથી. હવે આ મામલે ચુકાદો 20 ઓક્ટોબરે સંભળાવવામાં આવશે. મતલબ કે, આર્યન ખાનને 20 ઓકટોબર જેલમાં રહેવું પડશે. કોર્ટે અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નૂપુર સતીજા, અક્ષિત કુમાર, મોહક જયસ્વાલ, શ્રેયસ ઐયર અને અવિન સાહુની જામીન અરજીઓ પર પણ સુનાવણી કરી છે. 2 ઓક્ટોબરથી અત્યાર સુધી કેસમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ક્રુઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને હજુ પણ 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે. સેશન્સ કોર્ટે  આજે આર્યન ખાનની જામીન અરજી પર લાંબી સુનાવણી બાદ આ નિર્ણયને અનામત રાખ્યો હતો. એનસીબીએ 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાન અને અન્ય આરોપીઓની અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment