Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeન્યૂઝGandhinagar: સાંતેજમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને આજીવન કેદની સજા ફટકારાઇ

Gandhinagar: સાંતેજમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને આજીવન કેદની સજા ફટકારાઇ

Gandhinagar
Share Now

સાંતેજમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં મોટો ચુકાદો આવ્યો છે. ગાંધીનગર (Gandhinagar) સેશન્સ કોર્ટે નરાધમને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં એક મહિના કરતા પણ ઓછા સમયમાં કાર્યવાહી કરવામાં આવી છે.

Gandhinagar ના દુષ્કર્મ કેસમાં આજે આવ્યો ઐતિહાસિક ચુકાદો

ગાંધીનગરના સાંતેજમાં થયેલા દુષ્કર્મના કેસમાં કોર્ટે (Court)આજે બુધવારે ચુકાદો આપ્યો છે. આ કેસમાં પોલીસ તંત્રએ મહત્વની ભૂમીકા ભજવી છે. પોલીસ વિભાગે ઝડપી કામગીરી કરી અને દોષિતોને સજા અપાવી છે. કેસમાં પોલીસે માત્ર 8 જ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. જ્યારે કોર્ટે માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી સજા (sentence)ફટકારી છે.

આ પણ વાંચો: રાજ્યના અનેક શહેરમાં વહેલી સવારે પડ્યુ માવઠું

Gandhinagar ના આ કેસમાં માત્ર 8 દિવસમાં ચાર્જશીટ કરાઈ હતી

ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી ઓછા દિવસમાં ચુકાદો આપનાર કેસ છે. દિવાળીના તહેવારમાં સાંતેજની બાળકી સાથે વિજય ઠાકોરે દુષ્કર્મ આચર્યુ હતું. આ કેસ (Case)નો ઝડપથી ઉકેલ લાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા હતા. ત્યારે 15મી નવેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં 500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં 60 વધુ સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી, એફએસએલ રિપૉર્ટ, સહિતના મહત્વના પુરાવાઓ એકઠા કર્યા હતા. .આ ચાર્જશીટ ફાઇલ થયા બાદ ગાંધીનગર પોક્સો કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલે ફાંસીની સજાનાં 13 જજમેન્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા. 

CEO ની લાલચ આપી દુષ્કર્મ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment