કોઈ પણ વસ્તુને ગણવા માટે વપરાય છે આંકડાઓ. એકથી નવ આંકથી બાકીના બધા જ અંકો બને છે. પણ આ બધા અંકમાં એક અંક એવો છે. જે ઘણો રહસ્યમય તો છે જ પણ સાથે જ લોકો આ અંકને લકી પણ માને છે. આ અંક છે સાત (Sevan).
કેમ સાત (Sevan) જ???
IMAGE COURTESY- GOOGLE IMAGES
અઠવાડિયામાં દિવસ કેટલા? સાત. કેમ સાત જ??? એ કોઈને નથી ખબર, બસ સાત (Sevan) હોય! સંગીતના સુર કેટલા છે? 7. સારેગામાપધનીસા… મેઘ ધનુસ્યના રંગો કેટલા? 7. સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ.. આ ગીત તો તમે સાંભળ્યું જ હશે! લગ્નના ફેરા કેટલા હોય છે? સાત. જેમાં દુલ્હા દુલ્હન 7 વચન લે છે, એ પણ સાત જન્મ સુધી સાથે રહેવાનું… વિશ્વમાં ખંડ કેટલા? 7. એશિયા, યુરોપ, એન્ટાર્કટીકા, આફ્રિકા, ઔસ્ટ્રેલીયા, નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા. દુનિયામાં અજાયબી કેટલી છે? 7.
હજુ અહિયાં વાત પૂરી નથી થતી. એવું પણ માનવામાં આવે છે કે દુનિયામાં એક માણસ જેવા દેખાતા સરખા બીજા સાત હમશકલ લોકો હોય છે. આપણા શરીરમાં સાત ચક્રો આવેલા હોય છે.
૭૦% વિધાર્થીએ જવાબ આપ્યો નંબર…
IMAGE COURTESY-STYLUMIA
એક અહેવાલ પ્રમાણે એક યુનીવર્સીટીમાં “નંબર ફેસ્ટીવલ” રાખવામાં આવ્યો. જેમાં યુનીવર્સીટીના વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે એમને એકથી નવમાં સૌથી વધુ ગમતો નંબર કયો છે.. જેમાં ૭૦% વિધાર્થીએ જવાબ આપ્યો નંબર 7. જયારે એમને કારણ પૂછવામાં આવ્યું કે કેમ? ત્યારે કોઈને તેનું કારણ નહોતી ખબર. જવાબ હતો, “બસ સાત નંબર આકર્ષક લાગે છે!”
તમે પણ જો તમારા જીવન પર એક નજર નાખશો, તો ક્યાંકને ક્યાંક આ સાત નંબર કોઈના કોઈ રીતે જરૂર સંકળાયેલો જોવા મળશે. એટલે જ આપણે આ સાત નંબરથી આટલા પ્રભાવિત છીએ.
The Magical Number Seven!
IMAGE COURTESY- GOOGLE IMAGES
જ્યોર્જ મિલરે 1956માં એક રીસર્ચ પેપર બહાર પાડ્યું હતું. જેનું ટાઈટલ હતું, “The Magical Number Seven, Plus or Minus Two”. તેમણે આ રિસર્ચ પેપર નંબર સાત કેમ લોકોને વધારે ગમે છે એ જ સાબિત કરવા માટે બહાર પાડ્યું હતું.
બોલો, કુદરતને પણ ગમે છે સાત (Sevan) નંબર..
IMAGE COURTESY- GOOGLE IMAGES
એવું માનવામાં આવે છે કે આ નંબર પ્રત્યે કુદરત પણ આકર્શાયેલું છે. જીવવિજ્ઞાન પ્રમાણે દર સાત વર્ષે એક માણસના શરીરમાં મોટા ફેરફારો જોવા મળે છે. જેમ કે પહેલા સાત વર્ષ પછી એક શિશુ બાળકમાં ફેરવાય છે. એના પછીના સાત વર્ષ પછી એક બાળક ટીનેજર બને છે. ત્યાર પછીના સાત વર્ષ પછી એક પુખ્ત વયનો માણસ બને છે. આવી જ રીતે આ સાત વર્ષનું ચક્ર ચાલતું રહે છે.
આ ઉપરાંત કોઈ પણ માણસની મેમરી એક સાથે વધુમાં વધુ સાત વસ્તુ યાદ રાખી શકે છે, એવું પણ જીવ વિજ્ઞાનનું કહેવું છે. જેમ કે કોઈ એક વ્યક્તિને કોઈ એક ચિત્ર બતવવામાં આવે તો, તે એ ચિત્રમાંથી એક સાથે સાત વસ્તુ યાદ રાખી શકે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt