Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝસુરતમાં રહેતા અફઘાની વિધાર્થીઓ મુશ્કેલીમાં, સીઆર પાટીલને મદદ માટે કરી રજૂઆત

સુરતમાં રહેતા અફઘાની વિધાર્થીઓ મુશ્કેલીમાં, સીઆર પાટીલને મદદ માટે કરી રજૂઆત

Share Now
અફઘાનિસ્તાનમાં લાગુ થઈ ગયેલા તાલિબાની શાસનને લઇ અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે. અરાજકતા ફેલાઈ છે. જેને લઈ સુરતમાં (surat) અભ્યાસ કરતા સાત જેટલા અફઘાનિસ્તાની વિદ્યાર્થીઓ (Afghan students) પરિવાર માટે મુશ્કેલીમાં મુકાયા છે. સુરતમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓએ મદદ માટે સ્થાનિક ધારાસભ્ય હર્ષ સંઘવી અને તેમના માધ્યમથી સાંસદ સીઆર પાટીલને રજૂઆત કરી હતી.
afghanistan students aproch MLA harsh sanghavi for help

અફઘાનિસ્તાનના (afghanistan) નાગરિક જુમા રાસુલી પરિવાર માટે ચિંતામાં

afghanistan students

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનોએ કબજો કર્યા બાદ કાબુલ એરપોર્ટ પરથી લોકો ભાગી રહ્યા છે. ત્યારે સુરતમાં PHD કરવા આવેલા અફઘાનિસ્તાનના નાગરિક જુમા રાસુલી પરિવાર માટે ચિંતામાં મુકાયા છે. 37 વર્ષીય જુમા રાસુલી મૂળ અફઘાનિસ્તાનના કાબુલના નિવાસી છે. છેલ્લા 7 વર્ષથી તેઓ ભારતમાં અભ્યાસ માટે આવ્યા છે. સુરતના (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેઓએ બેચલર્સ માસ્ટરની ડિગ્રી મેળવી છે. અને હાલ તેઓ ઇકોનોમિક્સમાં PHD કરી રહ્યા છે.
તેમની પત્ની બિગોમ અને 6 વર્ષીય તેમજ 1 વર્ષીય દીકરી અફઘાનિસ્તાનમાં રહે છે. પત્ની અને 2 દિકરીઓ હાલ અફઘાનિસ્તાનમાં (Afghanistan) એકલા હોવાથી તેઓ ખુબ જ ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જુમાએ પત્ની અને 2 દીકરીઓ સુરત આવી શકે તે માટે ટીકીટ પણ બૂક કરાવી દીધી હતી, પરંતુ અચાનક તાલિબાનીઓ દ્વારા કબજો કરી લેવામાં આવતા ત્યાંની સ્થિતિ અસામાન્ય થઈ ગઈ છે. જેને લઈ જુમા રાસુલી પરિવાર માટે ખુબજ ચિંતામાં મુકાયા છે. તેમના પરિવારને ત્યાં ખુબજ મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેમના પત્ની અફઘાનિસ્તાનમાં બોયઝ સ્કૂલમાં શિક્ષક છે. તાલિબાની શાશન આવી જતા બોયઝ સ્કૂલમાં મહિલા શિક્ષક (teacher) નહીં ભણાવી શકે તેવો નિયમ છે. ત્યારે પરિવારે હાલ તેને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. તેમણે સરકાર પાસે પરિવારને ભારત લાવવા મદદની માગ પણ કરી છે.

7 વિદ્યાર્થીઓના પરિવારો પણ ફસાયા

afghanistan students

સુરતમાં જુમા રસુલીની સાથે અન્ય 7 વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પણ ફસાયા છે. તેમના પરિવાર પણ ખૂબ જ વિકટ પરિસ્થિતિનો હાલ સામનો કરી રહયા છે. VNSGU યુનિવર્સિટીનીમાં 4 યુવતી અને 3 યુવક પરિવાર માટે ચિંતામાં છે. તેમના પરિવાર સાથે વાત પણ નથી થઈ શકતી. આ તમામમાંથી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી બીબીએનો (B.B.A.) અભ્યાસ કરતી આરજુ રહીમીએ જણાવ્યું હતું કે તેના પિતા સરકારી જોબ કરી રહ્યા હતા. તે પણ છોડી દેવી પડી છે. અફઘાનિસ્તામાં હાલ મોબાઇલ ટાવર પણ વ્યવસ્થિત નથી આવતા. જેથી પરિવાર સાથે સંપર્ક પણ નથી થઈ શકતો. છુપાઈ છુપાઈને રહેવું પડી રહ્યું છે.
સુરતમાં અફઘાનિસ્તાનના 7 વિદ્યાર્થીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. એમાં વિદ્યાર્થીઓએ ધારાસભ્ય હર્ષ સંઘવી અને સાંસદ સીઆર પાટીલે મળી પોતાની આપવીતી જણાવી હતી. અને મદદની માંગ કરી હતી. હર્ષ સંઘવી તમામ અફઘાનિસ્તાની વિદ્યાર્થીઓની સુરતમાં કોઈ જ પ્રકારની મુસીબત નહીં આવવાનું આશ્વાસન આપ્યું છે અને ભારત સરકાર સાથે વાત કરીને તેમના પરિવારને અહીં લાવી શકાય તેમ પણ મદદ કરી આપશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment