NSA Conference on Afghanistan: ભારતની યજમાનીમાં 10 નવેમ્બરે થઈ રહેલી 8 દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની મહત્વની બેઠક અફઘાનિસ્તાનની સ્થિતિની સાથે-સાથે આતંકવાદને મદદ કરનાર પાકિસ્તાનની ભૂમિકા પર પણ મંથન કરશે. આ બેઠક માટે રશિયા, ઈરાન, ઉઝ્બેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો દિલ્હી પહોંચી રહ્યાં છે.
Why India is hosting NSA-level dialogue on Afghanistan and what is the message to Kabul
Read @ANI Story | https://t.co/AUu2v1RMaH#NSA pic.twitter.com/2jrA41cOpx
— ANI Digital (@ani_digital) November 9, 2021
તમામ દેશોના એનએસએ વિશેષ વિમાનોથી આવશે
એક મીડિયાના સૂત્રોના જણાવ્યાનુંસાર બેઠકમાં સામેલ થઈ રહેલા છે. તમામ દેશોના એનએસએ વિશેષ વિમાનોથી આવશે. મંગળવારે સવારથી આ મુખ્ય અધિકારીઓનું દિલ્હી પહોંચવાનું શરુ થઈ જશે. તાજિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય વાર્તા મૌર્યા શેરેટન હોટેલમાં થશે. બપોરમાં રશિયા, ઈરાન અને કઝાકિસ્તાનની વચ્ચે વાતચીત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકમાં ભાગ લેશે.
અજિત ડોભાલ આ તમામ પ્રતિનિધિયો માટે ડિનરની મેજબાની કરશે
સાંજે એનએસએ અજિત ડોભાલ આ તમામ પ્રતિનિધિયો માટે ડિનરની મેજબાની કરશે. તમામ પ્રતિનિધિ ગુરુવારે સવારમાં પોતાન પોતાના દેશો માટે રવાના થશે. ભારતે આ બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિયોને નથી બોલાવ્યા છે કેમ કે ભારત સરકારે પણ તાલિબાનને માન્યતા નથી આપી.
પાકિસ્તાના બોલવામાં અને કરવામાં અંતર છે
આ બેઠકની તૈયારીથી વાકેફ સૂત્રો પ્રમાણે અફઘાનિસ્તાનમાં 15 ઓગસ્ટના જે થયું તેને લઈને બધાની ચિંતાઓ છે. તેવામાં દ્વિપક્ષીયસ્તર અને પ્રાદેશિક સ્તર પર ઘણીવાર વાર્તાઓ થઈ છે. આ મામલામાં અફઘાનિસ્તાનના ઘણા પાડોશી દેશોએ ખુલીને તો કેટલાકે પોતાના નિર્ણયમાં તે દર્શાવ્યું છે કે હાલના સંકટમાં પાકિસ્તાનની ભૂમિકાને લઈને આશંકાઓ છે. સાથે તેનું માનવું છે કે પાકિસ્તાનના બોલવામાં અને કરવામાં અંતર છે.
આ પણ વાંચો : અંબાણીના નિવાસસ્થાન એન્ટીલિયાની સુરક્ષા વધારવામાં આવી, ઘરનું એડ્રેસ પૂછી રહ્યાં હતા બે સંદિગ્ધ
સૂત્રો અનુસાર બેઠકમાં અફઘાનિસ્તાન અને તેની આસપાસ ફેલાયેલા આતંકવાદના નેટવર્ક પર વિસ્તારથી વાત થશે. તેવામાં સ્વાભાવિક રીતે આઈએસઆઈ જૂથ વચ્ચે સંબંધો પર પણ વાત થશે. કારણ કે અફઘાનિસ્તાનમાં ભલે તાલિબાન અને આઈએસઆઈ-કેપી વચ્ચે આપસી ષડયંત્રની તસવીર બનાવવામાં આવી રહી હોય કે પછી આઈએસઆઈએસને હાલના બોમ્બ ધમાકા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું હોય પરંતુ પાક ગુપ્તચર એજન્સીના તાર બંને સાથે જોડાયેલા છે.
સ્વાભાવિક છે કે ભારતની આગેવાનીમાં યોજાનારી બેઠકમાં પાકિસ્તાન માટે પણ મોટો સંદેશ છે. આ બેઠક સૂચવે છે કે અફઘાનિસ્તાનની પશ્ચિમ સરહદની નજીકના તમામ પડોશીઓ પણ આ મુદ્દે ભારત સાથે તેમની ચિંતાઓ શેર કરવા માંગે છે. સૂત્રોનું કહેવું છે કે તમામ દેશો એ વાત સાથે પણ સહમત છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાની નિઝામના આગમનથી કટ્ટરપંથી શક્તિઓને પ્રોત્સાહન ન મળે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4