Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝVideo: અમેરિકામાં ડોલરનો વરસાદ, હાઇવે પર કાર ઉભી રાખી લોકો નોટ લૂંટવા લાગ્યા

Video: અમેરિકામાં ડોલરનો વરસાદ, હાઇવે પર કાર ઉભી રાખી લોકો નોટ લૂંટવા લાગ્યા

Dollars
Share Now

અમેરિકા (America)ના કેલિફોર્નિયામાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. કેલિફોર્નિયાના કાલર્સબેડ હાઇવે પરથી પસાર થઇ રહેલા એક ટ્રક (Truck)નો પાછળનો દરવાજો અચાનક ખૂલી જતા તેમાંથી ડોલરનો વરસાદ થવા લાગ્યો હતો. હકીકતમાં આ ટ્રકમાં ડોલર (Dollars)થી ભરેલી અનેક બેગ હતી જે હવામાં ઝડપથી ઉડવા લાગી હતી. તે દરમિયાન બેગ ખુલી જતા બેગમાં ભરેલા ડોલર રસ્તા પર ઉડી રહ્યા હતા. જેના પગલે એક સમયે તો હાઇવે પર ડોલરનો વરસાદ થઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ હતુ. આ વચ્ચે ત્યાં હાજર કેટલાક લોકોએ ડોલર એકઠા કરી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લોકોએ કાર સાઇડ પર પાર્ક કરી Dollars ની લૂંટ ચલાવી

બીજી તરફ હાઇવે પરથી પસાર થઈ રહેલા લોકોએ પોતાની કાર સાઇડમાં પાર્ક કરીને ડોલરની લૂંટ ચલાવી હતી. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં લોકો એકઠાં થઈ ગયા હતા અને ડોલર એકઠા કરવા લાગ્યા હતા જેના કારણે રસ્તા પર વાહનોની કતાર લાગી ગઈ હતી.

આ ઘટના મામલે પોલીસનું શું કહેવુ છે?

આ સમગ્ર ઘટના મુદ્દે પોલીસ (Police)અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના કાલર્સબેડમાં ઇન્ટર સ્ટેટ હાઇવે-5 પર બની હતી, જ્યારે ટ્રક સેન ડિએગોથી ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પની એક ઓફિસ તરફ જઇ રહ્યો હતો, ત્યારે તેનો દરવાજો અચાનક ખુલી ગયો હતો. રસ્તા પર ઉડી રહેલા ડોલરને જોઈને અનેક લોકો પોતાની કાર સાઇડમાં ઊભી રાખીને ડોલર લૂંટવા લાગ્યા હતા. તે દરમિયાન ટ્રકના ડ્રાઇવરે વિરોધ કર્યો હતો ત્યારે લોકોએ તેની સાથે ઝપાઝપી કરી હતી.

આ પણ વાંચો: કોન્સ્ટેબલની પરીક્ષામાં ચોરી કરવા હાઇટેક જુગાડ, માસ્કમાં ફિટ હતુ સિમ કાર્ડ અને બેટરી

Dollars ની લૂંટને લઇને પોલીસે આપી ચેતવણી

બીજી તરફ પોલીસે આ ઘટના બાબતે વિશેષ ચેતવણી જાહેર કરી છે. તેમણે લોકોને જણાવ્યું છે કે, જો તેઓ ડોલર જમા નહીં કરાવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમેરિકાની તપાસ એજન્સી FBI પણ આ મામલે તપાસ કરી રહ્યું છે. જો કે હજી અધિકારીઓએ તે જણાવ્યુ નથી કે કેટલા ડોલર ગુમ થયા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment