Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝસુરત યુથ ફાઉન્ડેશનનો અનોખો પ્રયાસ, કચ્છના જવાનોને મીઠાઈ આપી ઉજવશે દિવાળી

સુરત યુથ ફાઉન્ડેશનનો અનોખો પ્રયાસ, કચ્છના જવાનોને મીઠાઈ આપી ઉજવશે દિવાળી

SGYF team celebrate Diwali by giving gifts to the soldiers
Share Now

સ્વર્ણિમ ગજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમ કચ્છ બોર્ડર પર સૈનિકો સાથે ગીફ્ટ આપી દિવાળી (celebrate Diwali) મનાવશે. સ્વર્ણિમ ગજરાત યુથ ફાઉન્ડેશન સુરતના ૧૦ સભ્યો આજરોજ કચ્છની સિરક્રીક બોર્ડર પર પોતાના જીવના જોખમે ફરજ બજવતા જવાનો સાથે દિવાળી મનાવવા (celebrate Diwali) રવાના થયા હતા.

SGYF team celebrate Diwali by giving gifts to the soldiers
સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જણાવ્યુ હતું કે અમારી ટીમના ૧૦ સભ્યો પાકિસ્તાન સાથેની ખુબજ જોખમી સિરક્રીક બોર્ડર પર ૫૦૦ જવાનોને મીઠાઈ, ડેઝર્ટ, ગોગલ્સ તેમજ કૂલરની ભેટ આપીને દિવાળી ઉજવશે અને પોતાના પરિવારથી દુર રહીને આપણી રક્ષા કરતા વીર બીએસએફના જવાનોને સામાજિક હુફ આપવાનો પ્રયાસ કરશે.તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “સંસ્થાની આં બોર્ડર પર બીજી દિવાળી છે. જવાનો રાત દિવસ જાગીને આપણી રક્ષા કરે છે. જેથી આપણે શાંતિથી ઊંઘી શકીએ છીએ. આપડા રાષ્ટ્રના રીયલ હીરો આ જવાનો જ છે. તેમની માટે આપડે જેટલું પણ કરીએ તેટલું આછું છે.”

SGYF team celebrate Diwali by giving gifts to the soldiers
આ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં માટે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષમાજી, મંત્રી કુમાર કાનાણી, વરાછાના ધારાસભ્ય કાંતિભાઈ બલર, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા, ધારી-બગસરાના ધારાસભ્ય જે વી કાકડીયા, ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, સામાજિક અગ્રણી જયંતિ ભાઈ એકલેરા, ડી કે વાઘાણી કોર્પોરેટર રાજેશ ભાઈ જોલિયા આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

જુઓ આ વિડીયો: કોલસાની શૉર્ટેજ: મિલો મુકાઇ મુસીબતમાં

આ સિવાય યાત્રામાં સ્વર્ણિમ ટીમના ડોક્ટર મુકેશ પડસાલા, ઘનશ્યામ પાધરા, નિલેશ વેજપરા, દુર્લભ નસિત, મહેશ સાકરીયા, ગોપાલ પટેલ, મહેશ કયાડા વગેરે જોડાયા હતા. તેમને સંસ્થાના ડોક્ટર પ્રફુલ્લ સિરોયા, ડોક્ટર મધુકાંત ગોંડલિયા, હરેશ માંગરોળિયા, ધિમાંન રાજપૂત, દિલીપ ચકલાસિયા વગેરે મેમ્બરો એ આવા રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. 

આ પણ વાંચો: UK માં યોજાયેલી કેમ્બ્રિયન પેટ્રોલ અભ્યાસમાં ભારતીય સેનાની ટીમે જીત્યો ગોલ્ડ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment