Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeએન્ટરટેઈન્મેન્ટશાહરુખ ખાનનો પુત્ર આર્યન 4 વર્ષથી ડ્રગ્સ લે છે, NCBની પૂછપરછમાં ખુલાસો

શાહરુખ ખાનનો પુત્ર આર્યન 4 વર્ષથી ડ્રગ્સ લે છે, NCBની પૂછપરછમાં ખુલાસો

Aryan
Share Now

શાહરૂખ ખાનના પુત્ર આર્યન (Aryan)ખાનની ક્રુઝમાં યોજાઇ રહેલી ડ્રગ્સ પાર્ટીના કેસમાં ગઇકાલે રવિવારે ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ગઇકાલે રવિવારે તેને કસ્ટડી (Custody)માં લીધો હતો અને ડ્રગ્સ કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તકે આર્યન ખાન પૂછપરછ દરમિયાન ભાંગી પડ્યો હતો.

કિંગ ખાને પુત્ર આર્યન (Aryan)સાથે વાત કરી

મળતી માહિતી મુજબ, કિંગ ખાને તેના પુત્ર આર્યન સાથે ફોન પર વાતચીત કરી છે. આર્યનની ધરપકડ (Arrest)બાદ, કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે, એનસીબીએ આર્યનને તેના પિતા શાહરુખ સાથે ફોન પર વાત કરાવી હતી.

આ પણ વાંચો: શાહરુખ ખાનના પુત્ર આર્યનની કસ્ટડી આજે પૂરી, વકીલ જામીન અરજી દાખલ કરશે

એનસીબી (NCB)ની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આર્યન લગભગ 4 વર્ષથી ડ્રગ્સ (Drugs)નું સેવન કરે છે. આર્યન ભારતની બહાર યુકે-દુબઈ અથવા અન્ય દેશોમાં પણ ડ્રગ્સનું સેવન કરે છે. આર્યન અને અરબાઝ લગભગ 15 વર્ષથી મિત્રો છે. આર્યન ફિલ્મ નિર્માણ સાથે પણ જોડાયેલો છે.

NCBને પાર્ટીમાંથી શું મળ્યુ હતુ?

આ પહેલા એનસીબીએ ક્રુઝ (Cruise)માં પાડેલા દરોડા દરમિયાન ડ્રગ્સને લઇને એક નિવેદન આપ્યુ હતું. NCB એ ટીપના આધારે ક્રૂઝ પર કાર્યવાહી કરી હતી. એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપી પાસેથી 13 ગ્રામ કોકીન, 5 ગ્રામ MD, 21 ગ્રામ ચરસ, એમડીએમએની ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.

આર્યન ડ્રગ પેડલર્સના સંપર્કમાં છે

એનસીબીએ આ કેસમાં આર્યન, અરબાઝ મર્ચન્ટ અને અન્ય આરોપીઓના ફોન જપ્ત કરી અને તમામ મેસેજની તપાસ કરી હતી. આ તકે તપાસમાં બહાર આવ્યું હતુ કે, આર્યન ઘણા ડ્રગ પેડલર્સ અને ડ્રગ સપ્લાયર્સના સંપર્કમાં હતો. તે પુરાવાના આધારે, એનસીબીએ આર્યન અને અરબાઝ બંનેને રૂબરૂ બેસાડી અને કેટલાક સવાલો કર્યાં હતા.

આર્યને (Aryan)શું સ્પષ્ટતા કરી

એનસીબીની કસ્ટડીમાં આર્યને ક્રૂઝમાં પોતાની હાજરીને લઇને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તેને ક્રુઝમાં ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેણે તેના માટે કોઈ પૈસા લીધા નહતા. આર્યને એવો પણ દાવો કર્યો હતો કે, તે પાર્ટી (Party)માં તેના નામે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment