ચક્રવાત તુફાન ગુલાબનો કહેર રાજ્યોમાં હજુ અટક્યો નથી, ત્યાં જ એક નવું બીજું વાવાઝોડું સામે આવ્યું છે જેને શાહીન (Shaheen Cyclone) તરીકે ઓળખવામાં આવે છે. આ વાવાઝોડું ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્ર તટીય વિસ્તારોમાં આવવાની શક્યતા છે. કારણ કે, આ એક ચક્રવાત છે જે અરબ સાગરમાંથી ઉત્પન્ન થવાનું છે. તથા મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્ર કિનારાઓ પર તેની અસર જોવા મળશે.
મહારાષ્ટ્રમાં ગુલાબ ચક્રવાતની અસર
અત્યારે ગુલાબ ચક્રવાતે મહારાષ્ટ્રમાં તેની અસર શરુ કરી દીધી છે. ગુલાબ ચક્રવાત હવે ખસકીને છતીસગઢ અને ઓડીશાના દક્ષિણના વિસ્તારોમાં પહોચી ગયું છે. ચક્રવાત ઓછા દબાણયુક્ત ક્ષેત્રમાં બનવાના લીધે સોમવારથી જ મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
મહારાષ્ટ્રના મરાઠાવાડ વિસ્તારમાં જ 10 લોકોનું મૃત્યુ થયું હતું. આવનાર ચક્રવાત શાહીન (Shaheen Cyclone) વિશે જો વાત કરવામાં આવે તો આ વાવઝોડું ભારતના પશ્ચિમી સમુદ્ર તટને અથડાશે નહીં. જે મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્ર તટના દૂરથી જ પસાર થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી
હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચક્રવાત ગુલાબનો એક અવશેષ ઉત્તરાર્ધ તેલંગાના તરફ વધી રહ્યું છે. જેના લીધે અરબ સાગર ઉપર એક નવું વાવાઝોડું શાહીન બનશે. આ વાવઝોડું ૩૦ સપ્ટેમ્બરની સાંજે પૂર્વોત્તર અરબ સાગર અને ગુજરાતના તટ પર પહોંચી શકે છે. આ વાવાઝોડાથી ઓડીશા, તટીય આંધ્ર પ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર અને ગુજરતમાં ૩૦ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ- સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ફરી ઓવરફલો, 22 ગામોને કરાયા એલર્ટ
આ વાવાઝોડાના પ્રભાવથી આવનાર 12 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેના તટીય વિસ્તારોમાં ઓછા દબાણવાળા વિસ્તાર પર વધારે અસર થઈ શકે છે. આ નવા દબાણના લીધે આવનાર બે દિવસોમાં પશ્ચિમી તટો પર ઝડપથી પવન ફૂંકાશે.
મૌસમ વિભાગના વૈજ્ઞાનિકો અનુસાર, આવનાર બેથી ત્રણ દિવસોમાં ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, મરાઠાવાડ, સૌરાષ્ટ્ર અને કચ્છ વગેરેમાં ભારે વરસાદ થઇ શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4