Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝતાલિબાન પર શું નિવેદન આપી ફસાયો શાહિદ આફ્રિદી?

તાલિબાન પર શું નિવેદન આપી ફસાયો શાહિદ આફ્રિદી?

Shahid Afridi
Share Now

પાકિસ્તાની ક્રિકેટર (Cricketer)શાહિદ આફ્રિદી (Shahid Afridi)પહેલા ક્રિકેટ (Cricket)અને હવે પોતાના એક નિવેદનથી ચર્ચામાં આવ્યો છે. આ પહેલા પણ આફ્રિદી કેટલાક નિવેદનને લઇને ચર્ચામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi)એ હવે તાલિબાનને લઇને એવુ કહ્યું છે. જેના પગલે નવો વિવાદ શરૂ થયો છે. પાકિસ્તાનના લોકો જ નિવેદન સામે ફટકાર લગાવી રહ્યા છે.

હકીકતમાં શાહીદ આફ્રિદીથી બોલતા બોલાઇ ગયુ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. તેને અફઘાનિસ્તાન પર કબજો જમાવી રહેલા તાલિબાનોની પ્રશંસા કરી હતી. શાહિદ આફ્રિદી (Shahid Afridi)એ કહ્યું હતુ કે, તાલિબાન (Taliban)આ વખતે પોઝિટિવ રીતે સામે આવ્યા છે. તાલિબાનો (Taliban)એ મહિલાઓને કામ કરવા અને રાજનીતિમાં ઉતરવા પર મંજૂરી આપી છે. આ વસ્તુ પહેલા જોવા મળી નહતી. તાલિબાન ક્રિકેટને પણ સપોર્ટ કરી રહ્યા છે. શ્રીલંકાની હાલાતના પગલે આ વખતે સીરીઝ રમાઇ નથી. જોકે તાલિબાન ક્રિકેટ (Cricket)ને પુરી રીતે સપોર્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: US: અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનથી પરત ફર્યા બાદ બાઇડન બોલ્યા, યુદ્ધ હજુ પૂર્ણ થયુ નથી

કરાચી ખાતે શાહિદી આફ્રિદીએ પ્રેસ કોન્ફરન્સ કરતા એ પણ ઉમેર્યુ હતુ કે, આગામી પીએસએલ સીઝન તેની છેલ્લી સીઝન હશે. પરંતુ જ્યારે તમે કોઇ પ્રેસ કોન્ફરન્સમાં તાલિબાનની વકાલત કરો તો બાકી ચીજોનું ધ્યાન કોણ રાખશે અને થયુ પણ એવુ જ. આફ્રિદીનો તાલિબાની પ્રેમ હાલમાં ભારે માત્રામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લઇને લોકોએ તમામ તરફથી આફ્રિદીને ઘેરવાનુ શરૂ કર્યુ છે.

પાકિસ્તાન (Pakistan)ના ટ્રાવેલ રાઇટરે આફ્રિદીના આ નિવેદનની ટીકા કરતા લખ્યુ કે, આફ્રિદીની માનસિક ઉંમર હજુ પણ 14 ની જ છે અને જે લોકો વિચારે છે કે જો 2023 માં આફ્રિદીને પીએમ હાઉસ સુધી પહોંચાડવામાં આવે, તો આફ્રિદી પાસે આ દેશને બરબાદ કરવા માટે ઓછામાં ઓછા 40 વર્ષનો સમય રહેશે. વર્તમાન સરકારને પગલે હાલમાં પણ હાલત કફોડી બની ગઇ છે.

જ્યારે તારિફ ફતેહે આફ્રિદીનો વીડિયો પોતાના ટ્વિટર પર શેર કરતા લખ્યુ છે કે, જુઓ પાકિસ્તાની ક્રિકેટર (Cricketer)શાહિદ આફ્રિદી આતંકી સંઠનનો બચાવ કરી રહ્યો છે. આફ્રિદી તાલિબાનના ક્રિકેટ પ્રેમ પર વખાણના ગીતો ગાઇ રહ્યો છે અને કહી રહ્યો છે કે તે લોકો મહિલાઓને કામ કરવાનો મોકો આપશે.

જ્યાપે મનીષ મુંદ્રાએ આકરો પ્રહાર કરતા લખ્યુ છે કે, હા આફ્રિદી ત્યાં પણ ટી20 નું આયોજન કરાવી શકે છે. તાલિબાન પ્રો લીગ….

જો ક્રિકેટના નજરીયાથી જોવામાં આવે તો શાહિદ આફ્રિદીના આ નિવેદનથી રાશિદ ખાન અને મોહમ્મદ નબીને સૌથી વધુ દુ:ખ પહોંચશે. બંને અફઘાની ખેલાડીઓએ તાલિબાન વિરૂદ્ધ ટ્વિટર પર સતત વર્લ્ડના લીડર્સ પાસે મદદ માગી રહ્યા હતા. અફઘાનિસ્તાન (Afghanistan)માં ફરી શાંતિ માટેની પ્રાર્થના કરી રહ્યા હતા.  

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment