28 સપ્ટેમ્બરની તારીખ, એક એવો દિવસ જ્યાં એક નીડર વ્યક્તિએ જન્મ લીધો હતો જેમણે આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા પોતાના જીવનું બલિદાન આપ્યું હતુ. અહીં શહીદ ભગત સિંહ (Shahid Bhagat Singh)ની વાત કરવામાં આવે છે જેમનો આજે જન્મ દિવસ છે. દેશને આઝાદ કરાવવા માટે માત્ર 23 વર્ષની નાની ઉંમરમાં ફાંસીએ ચઢી ગયા હતા. આજે આખો દેશ શહીદ ભગત સિંહની 114મી જયંતી પર તેમને યાદ કરી રહ્યું છે.
શહીદ ભગત સિંહ (Shahid Bhagat Singh)નો જન્મ 28 સપ્ટેમ્બર 1907એ લાયલપુરમાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે. ભગત સિંહ નાની ઉંમરથી જ આઝાદીની લડાઈમાં સામેલ થઈ ગયા હતા. એક યુવાન તરીકે તેમણે એવી છાપ છોડી હતી કે અંગ્રેજોને હેરાન કરી મૂક્યા હતા. લાહોર ષડયંત્રના લીધે અંગ્રેજોએ તેમને ફાંસીની સજા કરી હતી. 23 માર્ચ 1931 જ્યારે લાહોર સેન્ટ્રલ જેલમાં તે ભારતની આઝાદી માટે ફાંસીની સજા કરવામાં આવી હતી.
ઘણાં નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
શહીદ ભગત સિંહની જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, આઝાદીના મહાન સેનાની શહીદ ભગત સિંહને તેમની જન્મ જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. સાથે જ કહ્યું કે, વીર ભગત સિંહ દરેક ભારતીયના દિલમાં વસે છે. તેમના સાહસભર્યા બલિદાને અગણિત લોકોમાં દેશભક્તની ચિંગારી લગાવી હતી. હું તેમને જયંતી પર નમન કરુ છુ અને તેમના આદર્શોને યાદ કરુ છું.
आजादी के महान सेनानी शहीद भगत सिंह को उनकी जन्म-जयंती पर विनम्र श्रद्धांजलि।
The brave Bhagat Singh lives in the heart of every Indian. His courageous sacrifice ignited the spark of patriotism among countless people. I bow to him on his Jayanti and recall his noble ideals. pic.twitter.com/oN1tWvCg5u
— Narendra Modi (@narendramodi) September 28, 2021
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા એ પણ શ્રદ્ધાંજલિ આપી. ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું છે કે, ભગત સિંહજીને પ્રાણથી વધારે દેશની સ્વતંત્રતા અને સમ્માન વહાલુ હતુ. તે અલ્પઆયુમાં જ તેમના સાહસ તથા ક્રાંતિકારી વિચારોથી ફકત ભારતીય સ્વસંત્રતા આંદોલન માટે સર્વોચ્ચ પ્રતીક બન્યા તેમના રાષ્ટ્રપ્રેમે આખા દેશને એક કર્યો.
भगत सिंह जी को अपने प्राणों से ज्यादा देश की स्वतंत्रता और सम्मान प्यारा था। वो अल्पायु में ही अपने साहस व क्रांतिकारी विचारों से न सिर्फ भारतीय स्वतंत्रता आंदोलन के सर्वोच्च प्रतीक बने बल्कि उनके राष्ट्रप्रेम ने पूरे देश को एक किया।
ऐसे महान देशभक्त की जयंती पर उन्हें चरण वंदन। pic.twitter.com/Yj0qb47H91
— Amit Shah (@AmitShah) September 28, 2021
આ પણ વાંચોઃ- Lata Mangeshkar ના જન્મદિવસ નિમિતે પીએમ મોદીએ કરી આ ખાસ ટ્વિટ
તે સાથે જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે, પરમ દેશભક્ત, મહાન સ્વતંત્રતા સેનાની, ભારત માના અમર વીર સપૂત શહીદ ભગત સિંહજીની જયંતી પર તેમને શત્ શત્ નમન.
परम देशभक्त, महान स्वतंत्रता सेनानी, भारत माँ के अमर वीर सपूत शहीद भगत सिंह जी की जयंती पर उन्हें शत् शत् नमन।
अपनी अल्पायु में अपने शौर्य एवं पराक्रम से जनमानस में स्वाधीनता की अलख जगाने और मां भारती के लिए न्यौछावर आपका जीवन युवाओं में सदैव देशप्रेम की लौ जलाता रहेगा।
— Jagat Prakash Nadda (@JPNadda) September 28, 2021
તે ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને શહીદ ભગત સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું છે કે, ભારત માતાના વીર સપૂત, મહાન ક્રાંતિક્રારી શહીદ એ આઝમ ભગત સિંહજીની જન્મ જયંતી પર તેમને કોટિ કોટિ નમન.
भारत माता के वीर सपूत, महान क्रांतिकारी शहीद-ए-आज़म भगत सिंह जी की जन्म जयंती पर उन्हें कोटि कोटि नमन।
ਭਾਰਤ ਮਾਂ ਦੇ ਵੀਰ ਸਪੂਤ, ਮਹਾਨ ਕ੍ਰਾਂਤੀਕਾਰੀ ਸ਼ਹੀਦ-ਏ-ਆਜ਼ਮ ਭਗਤ ਸਿੰਘ ਜੀ ਦੇ ਜਨਮ ਦਿਵਸ 'ਤੇ ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਕੋਟਿ ਕੋਟਿ ਪ੍ਰਣਾਮ। pic.twitter.com/oP885QMkAM
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 28, 2021
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4