Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeડિફેન્સKargil War : સેના મેડલ પ્રાપ્ત ગુજરાતના વીર શહીદ “શૈલેષ નિનામા”

Kargil War : સેના મેડલ પ્રાપ્ત ગુજરાતના વીર શહીદ “શૈલેષ નિનામા”

kargil war
Share Now

શૌર્યની શાન છે કારગિલ યુદ્ધ

દેશ માટે વિર જવાનો સિમા પર કરે છે દેશની રક્ષા. જેમાં કારગિલ યુદ્ધને કોણ ભુલ્યું હશે. ( Kargil War ) શૌર્યની શાન છે કારગીલ યુદ્ધ. ( Kargil War ) હસતા મોંઢે પોતાના પ્રાણની આહૂતિ આપી કરી માતૃભૂમિની રક્ષા. એ મહાન સૈનિકો કે જેમણે દેશના ઉજળા ભવિષ્ય માટે ન્યોછાવર કર્યું પોતાનું જીવન. વર્ષ 1999માં ભારતે પાકિસ્તાનને એવો જવાબ આપ્યો કે જેનો પાકિસ્તાને કદી સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય. એ જવાબ હતો કારગીલ યુદ્ધ. આ યુદ્ધમાં ભારતનાં 527થી વધુ વીર જવાનોએ શહાદત વહોરી હતી. ( Martyr Jawan ) તેટલું જ નહીં 1363 જેટલા જવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. પણ આ યુદ્ધમાં ભારતની પ્રચંડ જીત થઈ. આ જીત પાછળ સમગ્ર દેશના વીર જવાનોની પ્રચંડ તાકાતનો પરચો તેમ જ શહાદત જવાબદાર હતા. જે જવાનોમાં ગુજરાતનાં સાબરકાંઠા વિજયનગરનાં કંથારીયા ગામના શૈલેષ નીનામા ( Shailesh Ninama ) પણ શહીદ બન્યા હતા.

kargil war

kargil war

શૈલેષ નીનામા થયા હતા કારગિલ યુદ્ધમાં શહિદ

શૈલેષ નીનામા, તેઓ બાળપણથી જ સાહસીક હતા. તેઓએ ભીલડી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ ખાતે ફર્સ્ટ બિહાર રાજ્યની ભરતી બહાર પડતા તેઓ સિલેક્ટ થયા હતા. જેમાં બિહાર પટના ખાતે તેમની ટ્રેનિંગ પૂરી થઈ હતી. અને બિહાર ટ્રેનિંગ બાદ ત્રણ વર્ષ માટે વિવિધ જગ્યાઓ ઉપર ફરજ માટે મુકાયા હતા. જેમાં 1999માં જમ્મુ કાશ્મીરમાં થયેલા કારગિલ યુદ્ધમાં ( Kargil War ) તેમની પોસ્ટિંગ થતાં તેઓ કારગીલ વોરમાં જોડાયા હતા. જો કે જમ્મુ-કાશ્મીરનાં ( Jammu and Kashmir ) જવાન ટોપ ઉપર 30 જુન 1999 ના રાત્રિના સમયે અચાનક દુશ્મનોનો હુમલો કરાતાં વીરતાપૂર્વક ( gallantly ) રહ્યા હતા. ત્યાં જ દુશ્મનને આગળ વધતા અટકાવવા માટે જીવન મરણની બાજી ખેલી હતી. અચાનક થયેલા હુમલાને પગલે શૈલેષ નીનામા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઘાયલ થયેલા હોવા છતાં તેઓ દુશ્મનો સામે અડીખમ ઉભા રહી લડ્યા હતા.

kargil war

kargil war

શૈલેષ નીનામા ગુજરાતનાં પ્રથમ શહીદ

તેમનો મૃતદેહ ગુજરાતનાં પ્રથમ શહીદ ( The first martyr of Gujarat ) તરીકે લાવવામાં આવ્યો. જ્યારે વતન આવ્યો ત્યારે આખા જિલ્લા સહિત રાજ્ય ગૌરવ સાથે શોકના આંસુએ રડ્યું. તેમની શહાદતનાં અટલા વર્ષ થઈ ગયા હોવા છત્તા તેમના માતા-પિતાના આંખે આજે પણ તસવીર જોતા અશ્રુઓથી ભિંજાઈ જાય છે. તેમનું માનવું છે કે બાવીસ વર્ષથી વધુ સમય થયા હોવા છતાં વ્હાલસોયા પુત્રની યાદ આજે પણ એટલી જ આવે છે. તેમ જ હૃદયના એક ભાગમાં ખાલીપો જોવા મળે છે. જો કે દેશ માટે શહીદ થયા હોવાનું તેમને ગૌરવ છે. પરંતુ પરિવારમાં પડેલી ખોટ પણ એટલી જ મહત્વની છે.

kargil war

kargil war

વિજયનગર પંથકમાં આજે પણ 800થી વધારે જવાનો સરહદ ઉપર

તેમના પરિવારમાં ચાર પુત્ર હોવા છતાં ત્રીજા નંબરના પુત્રનું મોત થતા બીજા બે પુત્રનું પણ અવસાન થયું હતું. હાલમાં માત્ર એક જ પુત્ર માતાપિતા પાસે રહ્યો છે. જોકે ઘડપણની લાકડી બનવાના ગુણોથી મોટા કરાયેલા દીકરાનું દેશની રક્ષા કાજે શહીદ થતા ગૌરવની લાગણી થાય તે સ્વાભાવિક છે. ( Pride for Gujarat ) પરંતુ વિજયનગર પંથકમાં હાલની તારીખે પણ દેશ માટે 800થી વધારે જવાનો ભારતની સરહદ ઉપર પોતાની ફરજ બજાવે છે.

ઓટીટી ઈન્ડિયા કરી રહ્યું શહિદ જવાનોને નમન

હજુ પણ આગામી સમયમાં સ્થાનિક વિસ્તારમાં લોકો સેનામાં જોડાવા માટે એટલી જ ઉત્સુકતા દાખવી રહ્યા છે. કારગીલમાં શહીદ થયેલા શૈલેષ નિનામાનો પરિવાર પણ આગામી સમયમાં શૈલેષ નીનામા ના પગલે ચાલવા ની વાતો કરતા નજરે પડે છે. કારગિલમાં શહિદ થયેલા જવાનો માટે દેશને હંમેશા ગર્વ રહેશે. તે તમામ જવાનોને ઓટીટી ઈન્ડિયા ( OTT INDIA ) કરી રહ્યું છે. શત-શત નમન.

સાબરકાંઠાથી હિતેશ રાવલનો અહેવાલ ઓટીટી ઈન્ડિયા રગ-રગમાં હિન્દુસ્તાન.

આ પણ વાંચો – નાના ગામનો મોટો સૈનિક

આવી જ ખબરો મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment