Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeસ્પોર્ટ્સશાકિબ અલ હસન ફરી વિવાદોમાં, સ્ટંમ્પને મારી લાત

શાકિબ અલ હસન ફરી વિવાદોમાં, સ્ટંમ્પને મારી લાત

SHAKIB AL HASAN
Share Now

બાંગ્લાદેશનો સ્ટાર ઓલ રાઉન્ડર હાલ ક્રિકેટ થી વધારે વિવાદોના કારણે ચર્ચામાં છે. શાકિબ અલ હસને (SHAKIB AL HASAN)શુક્રવારના રોજ યોજયેલી ઢાકા પ્રીમયર લીગની મેચમાં પોતાનો કાબુ ગુમાવ્યો હતો.તેને અમ્પાયર સાથે અપમાનજનક વ્યવહાર કર્યો હતો. અમ્પાયરે પ્લેયરને નોટ આઉટ આપતા શાકિબ દુર્વ્યવાર કર્યો હતો.શાકિબે પેહલા સ્ટંમ્પને લાત મારી તે બાદ તેણે સ્ટંમ્પને ઉખાડી ફેંક્યા હતા. તે બાદ મેચને સ્થગિત કરવી અને થોડા સમય બાદ મેચને રમાડવામાં આવી હતી.

 

શાકિબે સ્ટંમ્પ ઉખાડીને ફેંકીયા 

શાકિબના ગુસ્સાથી તેની રમત પર કોઈ અસર જોવા મળી નહતી. આ મેચમાં શાકિબની ટીમ મોહમ્મ્દ સ્પોર્ટીંગએ અબહની લિમિટેડને પરાજિત કરી હતી. પરંતુ શાકિબનું સ્ટંમ્પને લાત મારવું એક ગુનો છે તેથી તેના પર 2 થી 3 મેચનું સસ્પેન્શન આવી શકે છે. આ ઘટના મેચની છઠી ઓવરમાં થઈ હતી. તેમાં શાકિબ ઓવર નાખી રહ્યો હતો અને તે ઓવરમાં એક બોલ પર LBWની અપીલ કરી હતી.અને અમ્પાયરે તે અપીલને નકારી હતી તે બાદ શાકિબે અમ્પાયરની પાસે જઈને તેમને પણ ધમકાવ્યા હતા. તે પછી શાકિબ ગુસ્સામાં આવીને સ્ટમ્પને લાત મારી હતી. આ વિવાદ વધુ વકર્યો જયારે શાકિબે સ્ટંમ્પ ઉખાડીને ફેંકી દીધા હતા.

SHAKIB

IMAGE CREDIT- GETTY IMAGES

2019માં ICC દ્વારા 2 વર્ષ માટે સસ્પેન્ડ

શાકિબઆ(SHAKIB AL HASAN) પેહલા પણ ઘણા વિવાદોમાં સપડાયો છે. શાકિબને આ પેહલા 2019માં ICC દ્વારા 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 2019માં બુકી દ્વારા શાકિબનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને તેણે આ અંગે રિપોર્ટ ICCને ન મોકલવા બદલ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. શાકિબ બાંગ્લાદેશનો સૌથી સફળ ક્રિકેટર છે. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 11000 રન અને 500થી વધુ વિકેટ ઝડપી છે. શાકિબની ક્રિકેટના ત્રણેય ફોરમેન્ટના ટોપ 5 રેન્કિંગમાં સમાવેશ થાય છે. ODIમાં પ્રથમ, T-20માં બીજો, અને ટેસ્ટમાં પાંચમાં સ્થાને છે.

 

SHAKIB AL HASAN

IMAGE CREDIT- DAILYBANGLADESH

આ પણ વાંચો:શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, ધવનને બનાવાયો કેપ્ટન

શાકિબે માંગી માફી

આ ઘટના બાદ શાકિબે પોતાના ફેસબુક પેજ પરથી માફી માંગતા કહ્યું કે પ્રિય ફેન્સ અને શુભેચ્છકો, હું આજની મેચમાં મારા વર્તનથી દુઃખી થયેલા બધા લોકોની માફી માંગુ છું. તેને કહ્યું કેટલીકવાર મેચના તંગ વાતાવરણના કારણે આવું બનતું હોય છે. આ ભૂલ માટે હું તમામ ટીમો, ટુર્નામેન્ટના આયોજકો અને અધિકારીઓની માફી માગું છું. અને ભવિષ્યમાં મારા તરફથી આવું વર્તન નહિ થાય.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment