કેન્દ્ર સરકારે આરબીઆઇ (RBI)ના ગવર્નર (Governor)શક્તિકાંત દાસ (Shaktikant Das)નો કાર્યકાળ ત્રણ વર્ષ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. હવે શક્તિકાંત દાસ ડિસેમ્બર 2024 સુધી આરબીઆઇના ગવર્નર રહેશે.
RBI ગવર્નરનો કાર્યકાળ કેટલો રહેશે
શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બર 2021 ના રોજ સમાપ્ત થઈ રહ્યો હતો. એક સત્તાવાર નિવેદન અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)ના ગવર્નર તરીકે શક્તિકાંત દાસની પુનઃનિયુક્તિને 10.12.2021 થી ત્રણ વર્ષ માટે અથવા આગામી આદેશ સુધી લંબાવી છે. સરકારના આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હકીકતમાં કોરોના મહામારીને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ઘણુ નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, શક્તિકાંત દાસના આ પદ પર ચાલુ રહેવાથી અર્થવ્યવસ્થાના વિકાસમાં મદદ મળી શકે છે
આ પણ વાંચો: માર્ક ઝકરબર્ગે ફેસબુકનું નામ બદલીને ‘Meta’ રાખ્યું, એપ્લિકેશનના નામ છે એ યથાવત રહેશે
કોણ છે શક્તિકાંત દાસ?
ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસ આરબીઆઈના ગવર્નર બન્યા હતા. 26 ફેબ્રુઆરી 1957ના રોજ જન્મેલા શક્તિકાંત દાસે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઈતિહાસમાં એમએની ડિગ્રી મેળવી છે. તેઓ તમિલનાડુ કેડરના IAS અધિકારી છે. કેન્દ્રીય આર્થિક બાબતોના સચિવ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, શક્તિકાંત દાસને ભારતના સૌથી શક્તિશાળી લોકોમાના એક ગણવામાં આવતા હતા. આ પહેલા શક્તિકાંત દાસે ભારતના આર્થિક બાબતોના સચિવ (Secretary)અને ભારતના મહેસૂલ સચિવ તરીકે પણ સેવા આપી છે.
ભારતીય અર્થતંત્રમાં ઝડપી આર્થિક વૃદ્ધિની આગાહી
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ આગાહી કરી છે કે, આગામી વર્ષ 2022માં ભારત વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા તરીકે સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ દર ધરાવશે. IMFના અંદાજ મુજબ ભારતમાં આ વૃદ્ધિ દર 8.5 ટકા સુધી પહોંચી શકે છે. જ્યારે અમેરિકામાં આ દર 5.2 ટકા સુધી હોઈ શકે છે.
IMF દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગત્ત વર્ષે કોરોના સંકટને કારણે ભારતમાં આર્થિક વૃદ્ધિ દર માઈનસ 7.3 ટકા હતો, જે આ વર્ષે 2021માં સુધરીને 9.5 ટકા થવાનો અંદાજ છે. આ અંદાજ પણ વિશ્વના કોઈપણ દેશ કરતા ઘણો વધારે હતો. હવે આગામી વર્ષ 2022માં પણ વિકાસ દર અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ રહેવાનો અંદાજ છે.
રાષ્ટ્રપતિનો બિહાર પ્રવાસ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4