ઉતરપ્રદેશમાં આગામી ૨૦૨૨ની ચૂંટણીને લઇ રણનીતિઓ ઘડાઈ રહી છે. ૨૦૨૨ મિશનમાં હવે જિન્ના બાબતે વિવાદિત નિવેદન આવતા રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે મુરાદાબાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના વિચાર તાલિબાની છે. યોગીએ કહ્યું કે મે અખિલેશનું ભાષણ સંભાળ્યું. તેઓ રાષ્ટ્રને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની સરખામણી દેશના ભાગલા કરનાર જિન્ના સાથે કરી રહ્યા હતા. આ ખુબ જ શરમજનક છે. યોગીવે વધુમાં કહ્યું કે આ બાબતે અખિલેશે દેશની માફી માંગવી જોઈએ.
સરદાર પટેલની સરખામણી જિન્ના સાથે કરી હતી અખિલેશ યાદવએ
#WATCH | Sardar Patel, Mahatma Gandhi, Jawaharlal Nehru and (Muhammad Ali) Jinnah studied in the same institute. They became barristers and fought for India's freedom… It was Iron Man Sardar Vallabhbhai Patel who imposed a ban on an ideology (RSS): SP chief Akhilesh Yadav pic.twitter.com/Pz3HkSrqn8
— ANI UP (@ANINewsUP) October 31, 2021
અખિલેશ યાદવે રવિવારે હરદોઇમાં સંબોધન કરતાં સરદાર પટેલની સરખામણી જિન્ના સાથે કરી હતી. તેમને કહ્યું હતું કે સરદાર પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને જિન્ના એક જ સંસ્થામાં અભ્યાસ કરીને બેરિસ્ટર બનીને આવ્યા હતા. તેમણે એક જ જગ્યાએ અભ્યાસ કર્યો હતો. તેઓ બેરિસ્ટર બન્યા અને તેમણે આઝાદી અપાવી.
આ પણ વાંચો : પટનામાં મોદીની રેલીમાં બ્લાસ્ટનો કેસ, ચારને ફાંસી અને બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
સરદાર પટેલનું અપમાન સ્વીકાર નહીં
Samajwadi Party Chief y'day compared Jinnah to Sardar Vallabhbhai Patel. This is shameful. It's Talibani mentality that believes in dividing. Sardar Patel united the country. Presently, under leadership of PM, work underway to achieve 'Ek Bharat, Shresth Bharat': UP CM Adityanath pic.twitter.com/klZkXLxasN
— ANI UP (@ANINewsUP) November 1, 2021
મુરદાબાદમાં CM યોગીએ કહ્યું કે આખો દેશ સરદાર પટેલને લોખંડી પુરુષ માને છે. એવા સમયમાં અખિલેશના વિચાર ફરીથી સામે આવ્યા છે. તેમણે દેશના ભાગલા પડનારા જિન્નાને દેશને એક કરનારા સરદાર પટેલની સામે રાખી દીધા છે. તે વિચાર હંમેશા વિભાજનમાં જ વિશ્વાસ રકહ છે. પહેલા તેમણે સમાજને જાતિના નામે વિભાજન કરવાનું કાવતરું ઘડ્યું, પણ નિષ્ફળ રહ્યા તો હવે મહાપુરુષો સામે વિવાદિત નિવેદનો ઉચ્ચારીને આખા સમાજને અપમાનિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
માનસિકતા જ સમાજને વિભાજન કરવાની – અખિલેશ યાદવ
તેમને (અખિલેશ) તો પહેલેથી જ સમાજને વિભાજિત કરવામાંથી નવરાશ મળતી નહોતી. હજી પણ વિભાજન કરવાની તેમની પ્રવૃત્તિ બંધ નથી. આ લોકોની માનસિકતા જ સમાજને વિભાજન કરવાની છે. આ લોકો શરૂઆતથી જ તુષ્ટિકરણની રાજનીતિ કરતાં રહ્યા છે. સરદાર પટેલનું અપમાન દેશ ક્યારેય સ્વીકારશે નહીં અને રાજ્ય અને દેશની જનતા અખિલેશને ક્યારેય પણ સ્વીકારશે નહીં.
સરકારના અન્ય મંત્રીઓએ પણ અખિલેશનો કર્યો ઘેરાવ
મંત્રી મોહસીન રજાએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવના વિવેદન સામે પલટવાર કર્યા હતા.વિભાજનકારી જિન્નાની વિચારધારા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નહેરુની વિચારધાર છે. એવું કહીને અખિલેશ યાદવે દેશના મહાપુરુષોનું અપમાન કર્યું છે.મંત્રી સિદ્ધાર્થ સિંહે કહ્યું હતું કે અખિલેશ યાદવના મુંગેરી લાલના સપના પૂર્ણ થઇ રહ્યા છે. તેઓ તુષ્ટિકરણ માટે જિન્નાને સરદાર પટેલ સાથે સરખાવે છે. આ સરદાર પટેલનું અપમાન છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4