Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeભક્તિShani Ekadashi: આજે શનિ એકાદશી છે, જાણો શનિને શાંત કરવા માટેના ઉપાયો

Shani Ekadashi: આજે શનિ એકાદશી છે, જાણો શનિને શાંત કરવા માટેના ઉપાયો

Shani Ekadashi
Share Now

શનિ દેવને શાંત રાખવા ખૂબ જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ દેવ જ્યારે અશુભ ફળ પ્રદાન કરે છે ત્યારે વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શનિને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. કળિયુગના દંડાધિકારી શનિ દેવને કહેવામાં આવે છે. શનિ દેવ વિશે માન્યતા છે કે, શનિ વ્યક્તિના કર્મોના આધારે જ સારા અને ખરાબ ફળ પ્રદાન કરે છે. આથી શનિ દેવને કર્મફળના દાતા પણ કહેવામાં આવે છે. શનિ દેવને પ્રસન્ન કરવા અને તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસને ઉત્તમ ગણવામાં આવે છે. આ વખતે શનિવારે વિશેષ સંજોગ બની રહ્યો છે. આજે શનિએકાદશી (Shani Ekadashi)નો યોગ બની રહ્યો છે.

Shani Ekadashi 2021

પંચાગ અનુસાર, 16 ઓક્ટોબર 2021 એ શનિવારનો દિવસ છે. આ દિવસે આસો મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથી છે. આ એકાદશી તિથિને પાપાંકુશા એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે વ્રત ખોલીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. શનિ દેવ ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત છે અને શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. આથી આ દિવસે શનિ દેવ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પ્રસન્ન થાય છે. આ દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર અને ચંદ્ર કુંભ રાશિમાં બિરાજમાન છે.

પપાંકુશા એકાદશીનું મહત્વ

પૌરાણિક કથા અનુસાર, પાપાંકુશા એકાદશીનું વ્રત રાખવાથી અને વિધિ પૂર્વક પૂજા કરવાથી યમલોકમાં અગવડ થતી નથી. આ એકાદશીનું વ્રત રાખવાથી પાપોમાંથી મુક્તિ મળે છે.

16 ઓક્ટોબર, શનિવારના દિવસે શનિની પૂજા એ લોકો માટે વિશેષ લાભકારી છે. જેના પર શનિની સાડાસાતી ચાલી રહી છે. ધન, મકર અને કુંભ રાશિમાં સાડાસાતી ચાલી રહે છે. શનિ દેવને શાંત કરવા માટે 5 રાશિઓ વિશેષ અવસર બની રહ્યાં છે.

આ પણ વાંચોઃ- Uttarakhand: શિયાળાની ઋતુ શરુ થતાં જ બદ્રીનાથના દ્વાર ભક્તો માટે કરવામાં આવશે બંધ

શનિના ઉપાય

શનિવારના દિવસે નજીકના શનિ મંદિરમાં શનિ દેવની પૂજા કરો. સરસવનું તેલ ચઢાવો. તે સાથે જ અડદની કાળી દાળ,અનાજ વગેરેનું દાન કરો. આ દિવસે શનિ આરતી અને શનિ ચાલીસાનું પઠન કરવાથી પણ શનિ દેવ પ્રસન્ન થઈ જાય છે અને અશુભતા દૂર કરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment