Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝશપથવિધિ પહેલાં શંકરસિંહ વાઘેલાનું ટ્વીટ શાની તરફ કરી રહ્યો છે ઇશારો?

શપથવિધિ પહેલાં શંકરસિંહ વાઘેલાનું ટ્વીટ શાની તરફ કરી રહ્યો છે ઇશારો?

shankersinh vaghela
Share Now

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ પહેલાં એક પછી એક નવા નામો ફોન આવતા જાહેર થઇ રહ્યાં છે, ત્યારે સોશિયલ મીડિયા પરપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર ટ્વીટ કર્યું છે. તેમના ટ્વીટ પ્રમાણે શંકરસિંહ વાઘેલાએ હિન્દીમાં ટ્વીટ કર્યું છે.

ટ્વીટ કરીને તે કહેવા માંગે છે, કે આજની રાજનીતિ મહાભારતથી ઓછી નથી. પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારના કૌરવો સાથે લડવું જ સાચો ધર્મ અને કર્મ છે, આ ધર્મ યુદ્ધ માત્ર સ્વાભિમાનની રક્ષા માટે નથી, પરંતુ સમગ્ર પ્રદેશના કલ્યાણ માટે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવશે ત્યારે ‘અર્જુન’ને નિસંકોચ યુદ્ધ કરવું પડશે.

અર્જુન’ને નિસંકોચ યુદ્ધ કરવું પડશે: શંકરસિંહ વાઘેલા

Political

ગુજરાતમાં આજે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથ વિધિ યોજાવાની છે,  ત્યારે જે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવાના છે તે તમામને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે.ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં નો-રિપીટ થિયરીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેને કારણે સિનિયર નેતાઓના પત્તા કપાઈ ગયા છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. જેના કારણે કુંવરજી બાવળિયાના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી છે. અને કુંવરજી બાવળિયાના સમર્થકોએ તેમના ગઢ વીંછીયામાં બંધ પાળવાનો પ્રયાસ કર્યો છે.  ત્યારે શંકરસિંહ વાઘેલાનું આ ટ્વીટ ઘણું કહી જાય છે.

વાઘેલાએ કોને કહ્યું અર્જુન?

સોશિયલ મીડિયામાં શંકરસિંહ વાઘેલાનું ટ્વીટ વાઇરલ થઇ રહ્યું છે

  • હર્ષ સંઘવી, MLA, મજૂરા
  • નરેશ પટેલ, MLA, ગણદેવી
  • કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી
  • અરવિંદ રૈયાણી, MLA,  રાજકોટ દક્ષિણ
  • કનુ દેસાઇ, MLA, પારડી
  • ઋષિકેશ પટેલ,MLA,  વિસનગર
  • બ્રિજેશ મેરજા, MLA, મોરબી
  • કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ
  • મુકેશ પટેલ, MLA, ઓલપાડ
  • આર.સી મકવાણાં, MLA, મહુવા
  • જીતુ ચૌધરી, MLA,  કપરાડા
  • રાઘવજી પટેલ,MLA,  જામનગર ગ્રામ્ય
  • જીતુ વાઘાણી, MLA,  ભાવનગર
  • મનીષા વકીલ, MLA,  વડોદરા શહેર
  • દેવાભાઇ માલમ, MLA,  કેશોદ
  • જેવી કાકડીયા, MLA,  ધારી
  • જગદીશ પંચાલ, MLA,  નિકોલ
  • ગજેન્દ્ર સિંહ પરમાર,MLA,  પ્રાંતીજ
  • પ્રદિપ પરમાર, MLA, અસારવા
  • નિમિષા સુથાર, MLA, મોરવાહડફ
  • નિમાબેન આચાર્ય, MLA ભુજ
  • રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા
  • કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
  • વિનોદ મોરડિયા, MLA કતાર

આ પણ વાંચો: કુંવરજી બાવળિયાનું પત્તું કપાતા વીંછીયા બંધનું એલાન

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment