Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝસંસદના ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા શરદ પવારની PM મોદી સાથે મુલાકાત

સંસદના ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા શરદ પવારની PM મોદી સાથે મુલાકાત

sharad pawar, narendra modi, pmo, NCP,CONGRESS,SHIVSENA, MAHARASHTRA POLITICS, MAHARASHTRA NEWS, SHARAD PAWAR
Share Now

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શરદ પવારે(SHARAD PAWAR) આજે સવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(NARENDRA MODI) સાથે બેઠક કરી હતી. આ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને કરવામાં આવી હતી. બંને નેતાઓ વચ્ચે આશરે એક કલાક સુધી વાટાઘાટો ચાલી હતી. બંને નેતાઓની આ બેઠક સવારે સાડા દસ વાગ્યે થઈ હતી. ગઈકાલે શરદ પવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પિયુષ ગોયલ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે શરદ પવારની કેન્દ્ર સરકારના નેતાઓ સાથેની મુલાકાતને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ આ મુલાકાતો બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.    

NCP,CONGRESS,SHIVSENA, MAHARASHTRA POLITICS, MAHARASHTRA NEWS, SHARAD PAWAR

PC-DNA

મહારાષ્ટ્ર ગાંઠબંધનમાં ચાલી રહી તકરાર વચ્ચે પીએમ મોદી સાથે બેઠક 

મહારાષ્ટ્રમાં(MAHARASHTRA) શિવસેના,કોંગ્રેસ અને એનસીપીના ગાંઠબંધનથી સરકાર ચાલી રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં ગાંઠબંધનમાં ત્રણેય પક્ષો વચ્ચે ઘણા સમયથી અંદરોઅંદર મતભેદો વધી ગયા છે. અને ઘણી વખત તે મતભેદો જાહેરમાં પણ આવી ગયા છે. હમણાં થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલોએ શરદ પવારને મહારાષ્ટ્ર સરકારના રિમોટ કંટ્રોલ કહ્યા હતા. અને ત્યાર બાદ શરદ પવારને આ મુદ્દે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે હું નાના માણસોને જવાબ નથી આપતો. એમ કહીને એમને નાના પટોલોને નાના માણસ ગણાવી દીધા હતા. ત્યારે એનસીપી અને શિવસેના વચ્ચે પણ ઘણા મતભેદો ચાલી રહ્યા છે. થોડા દિવસ પહેલા શરદ પવારના(SHARAD PAWAR) નિવાસસ્થાને વિપક્ષી દળોની બેઠક મળી હતી. જેમાં તેમણે શિવસેનાને આમંત્રણ આપ્યું નહોતું. આમ મહારાષ્ટ્રની ગઠબંધન વાળી સરકારમાં ચાલી રહેલ મઠબેડો વચ્ચે શરદ પવારે નરેન્દ્ર મોદી સાથે બેઠક કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચો:પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ મુદ્દે સાયકલ યાત્રા કરતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાની અટકાય

સંસદનું સત્ર શરૂ થાય તે પહેલા થઈ બેઠક 

19 જુલાઇથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો કારસો ઘડી કાઢવામાં આવ્યો છે. તેવામાં રાષ્ટ્રવાદી કોંગ્રસના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શરદ પવારે(SHARAD PAWAR) આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. તેમજ ગઈ કાલે કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે પણ બેઠક કરી હતી. જેને લઈને આવનાર ચોમાસું સત્રમાં સંસદમાં મરાઠા અનામત વિષેના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હોય તેવું નિષ્ણાતો કહી રહ્યા છે. 

NCP,CONGRESS,SHIVSENA, MAHARASHTRA POLITICS, MAHARASHTRA NEWS, SHARAD PAWAR

PC-INDIA SHORTS

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ પીએમ સાથે કરી હતી બેઠક 

 થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અને બેઠક પૂર્ણ થયા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. અને કહ્યું હતું કે, શિવસેના હજુ પણ ભાજપની રાહજ જોઈ રહી છે. અને જ્યાંથી ભાજપે સાથે છોડ્યો હતો ત્યાંથી અમારી સાથે આવી જે. મતલબ કે 50-50 ટકાની ફોર્મ્યુલા સાથે શિવસેના ભાજપ સાથે સરકાર્બનવવા માટે તૈયાર છે. અને હવે આજે શરદ પવારની વડા પ્રધાન સાથે મુલાકાત થઈ છે. ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ગાંઠબંધનથી ચાલી રહેલી સરકારમાં છેલ્લા ઘણા સમયથી એક બીજા વચ્ચે મતભેદો વધી ગયા છે. ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. અને આશરે એક કલાક સુધી વાટાગાટો ચાલી હતી. જેને લઈને મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment