બોલિવૂડમાં ઘણાં યાદગાર પાત્રો ભજવનારી અભિનેત્રી શેફાલી શાહ (Shefali Shah) આજે પણ પોતાના શાનદાર અભિનયથી તેના ચાહકોને ઈમ્પ્રેસ કરી રહી છે. શેફાલી શાહે હાલમાં આપેલાં તેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ટાઇપકાસ્ટનો શિકાર બની ચૂકી છે. તેણે કહ્યું કે, તેણે ખૂબ જ નાની ઉંમરમાં પોતાનાથી મોટી ઉંમરના કલાકારોની માતાની ભૂમિકા ભજવી છે. જેના કારણે તેના કરિયરને નુકસાન થયું છે. તેણે 28-30 વર્ષની ઉંમરે અક્ષય કુમારની માતાની ભૂમિકા ભજવવાનું ઉદાહરણ પણ આપ્યું છે. તેણે ઇન્ડસ્ટ્રીમાં કરેલા સંઘર્ષોની વાત કરતાં કહ્યું કે તેને વર્ષ 1995માં રામગોપાલની ફિલ્મ રંગીલામાંથી 4 દિવસના શૂટ પછી બાહર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: જાહ્નવી કપૂરને લાગે છે કે “દેશનું ભવિષ્ય દાવ” પર છે! કારણ સાંભળીને ચોંકી ન જતા!
આ ફિલ્મમાં આમિર ખાન, ઊર્મિલા, જૈકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં સેફાલી માલા મલ્હોત્રા નામની અભિનેત્રીનો કિરદાર ભજવવાના હતા. અને તેમણે કહ્યું કે જે કિરદારની વાત કરવામાં આવી હતી તે શૂટિંગ દરમિયાન એકદમ જુદી હતી. અટેલે તેમણે આભાસ થયું કે જે પાત્ર ભજવવાનું ઈચ્છે છે તે પાત્ર તેમને નથી આપવામાં આવ્યું એટલે તેઓ ફિલ્મથી બાહર નીકળી ગયા. તેમણે કહ્યું કે આજ સુધી રંગીલા ફિલ્મ જોઈ નથી. અને ફિલ્મ પછી તેઓ ફિલ્મ સત્યામાં જોવા મળ્યા અને ફિલ્મમાં કિરદારથી બધાના દિલ જીતી લીધા.
મેડિકલ થ્રિલર સિરીઝ ‘હ્યુમન’
જો કે હાલમાં અભિનેત્રી શેફાલી શાહ (Shefali Shah) તેની આવનારી મેડિકલ થ્રિલર સિરીઝ ‘હ્યુમન’માં તેણે ભજવેલા પાત્રને પૅન્ડોરાના બૉક્સ સાથે સરખાવે છે. મેડિકલ થ્રિલર સિરીઝ ‘હ્યુમન’માં તેમણે ભજવેલા પાત્રને પૅન્ડોરાના બૉક્સ સાથે સરખાવામાં આવે છે. આ સિરીઝમાં તે ડૉક્ટર ગૌરી નાથનો રોલ કરી રહી છે. ૧૪ જાન્યુઆરીએ ડિઝની+હૉટસ્ટાર પર આ સિરીઝ રિલીઝ થવાની છે. આ સિરીઝમાં કીર્તિ કુલ્હારી, વિશાલ જેઠવા, રામ કપૂર, સીમા બિસ્વાસ, આદિત્ય શ્રીવાસ્તવ અને મોહન અગાશે પણ જોવા મળશે. વિપુલ અમૃતલાલ શાહ અને મોઝેઝ સિંહે એને ડિરેક્ટ કરી છે.
આ સિરીઝમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે માનવજાતિ પર વિવિધ દવાઓની ટ્રાયલ કરવામાં આવે છે. એ દરમ્યાન કેટલીક વખત જીવનું જોખમ પણ વધી જાય છે. પોતાના રોલ વિશે શેફાલી શાહે કહ્યું કે ‘ગૌરી નાથ પૅન્ડોરાનું બૉક્સ છે. તમને જાણ નહીં થાય કે કયા સમયે કઈ વસ્તુ બહાર આવી જશે. તે જટિલ, અણધારી અને તેને સમજી ન શકાય એવી છે. આ અગાઉ કોઈએ પણ એ પાત્ર નહીં ભજવ્યું હોય. તેના જેવું કોઈ હોઈ શકે છે એ વિશે પણ કદી નથી સાંભળ્યું.’
જુઓ આ વિડીયો: બોલીવૂડની લેટેસ્ટ ઉપડેટ્સ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4