Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeએન્ટરટેઈન્મેન્ટકારગિલ યુદ્ધના હિરો વિક્રમ બત્રાની કહાની આવશે રૂપેરી પર્દે, ટિઝર રિલીઝ

કારગિલ યુદ્ધના હિરો વિક્રમ બત્રાની કહાની આવશે રૂપેરી પર્દે, ટિઝર રિલીઝ

Vikaram Batra
Share Now

બોલિવુડમાં રિઅલ લાઇફ સ્ટોરી, હિસ્ટોરીકલ ઘટના અને ડિફેન્સને લઇને ફિલ્મો બનાવવાનો એક દૌર ચાલી રહ્યો છે, દેશની રક્ષા કરવા સરહદ પર જતા આર્મી ઓફિસર અને હિરોને સલામ કરવાની તક ફિલ્મો પણ આપવાનું ચુકતી નથી. ત્યારે બોલિવુડ હિરો સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ શેરશાહ (SherShaah) આવી રહી છે. કેપ્ટન બત્રા કારગિલ યુદ્વના હિરો હતા, ટીઝર જોઇને વિક્રમ બાત્રા ( )નો રોલ સિદ્વાર્થ મલ્હોત્રા નિભાવી રહ્યાં છે, ડિમ્પલ ચીમા જે વિક્રમ બાત્રાની ગર્લફ્રેન્ડ છે, તેનો અભિનય કિયારા અડવાણી નિભાવી રહી છે.   

Captain Vikram Batra

Image Courtsey: StarsUnfolded

કોણ હતા કેપ્ટન વિક્રમ બત્રા?

હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લામાં 9 સપ્ટેમ્બર 1974 નાં રોજ જન્મ થયો હતો. વર્ષ 1995 માં તેમણે ડીએવી કોલેજમાં બીએસસી મેડિકલ સાઇન્સમાં એડમિશન લીધુ હતુ. જ્યાં તેમની મુલાકાત ડિમ્પલ ચીમા સાથે થઇ હતી. કેપ્ટન બત્રા કારગિલ યુદ્વના હિરોની સાથે સાથે એક એવુ નામ હતા જેના બહાદુરી અને શોર્યના કિસ્સાઓ પાકિસ્તાનના ઘુસપેઠીઓમાં પણ પ્રખ્યાત હતા.

તરન આર્દશે શેર કર્યું ટિઝર 

 

ફિલ્મ શેરશાહ નું ટિઝર રિલીઝ થયુ હયુ છે, જેને લઇને આજે ટ્વીટર પર ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, આ ટિઝર ખુબ ધમાકેદાર છે, બોલિવુડ હિરો સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આ ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મ કારગીલ યુદ્ધ પર આધારિત છે, જેમાં ભારતીય શોર્યવીર કેપ્ટન વિક્રમ બત્રાની કહાની દર્શાવવામાં આવી છે.

Vikaram Batra 1

Image Courtesy: amazon prime

શેરશાહના નામથી નવાજવામાં આવ્યા

કારગિલના યુદ્વમાં પાકિસ્તાનના શત્રુઓ સામે એવી છાપ ઉભી કરી હતી, જેથી પાકિસ્તાનની ફોજ કૈપ્ટન વિક્રમ બત્રાને શેરશાહથી નવાજતી હતી. એક વિજ્ઞાપનમાં કૈપ્ટન વિક્રમ બત્રાએ સોફ્ટ ડ્રીંકની એડ કરી હતી, જેની ટેગલાઇન ‘યે દિલ માંગે મોર’ આપીને પોતે અમર થઇ ગયા હતા.

Capt vikram batra

Image Courtesy:

  • પાકિસ્તાનની ફોજ કૈપ્ટન વિક્રમ બત્રાને શેરશાહથી નવાજતી
  • સોફ્ટ ડ્રીંકની એડમાં ટેગલાઇન ‘યે દિલ માંગે મોર’ આપીને વિક્રમ બત્રા અમર થઇ ગયા
  • હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લામાં 9 સપ્ટેમ્બર 1974 નાં રોજ જન્મ થયો હતો 
  • વિક્રમ બત્રાને એક સાહસ અને બલિદાન માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સમ્માનિત કરાયા 

કારગીલ (Kargil)ના 1999 યુદ્વમાં કૈપ્ટન વિક્રમ બત્રા માત્ર 24 વર્ષની ઉમરમાં જ શહીદ થઇ ગયા હતા. કૈપ્ટન વિક્રમ બત્રાને એક સાહસ અને બલિદાન માટે મરણોપરાંત પરમવીર ચક્ર થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.  કેપ્ટન બત્રાના શોર્યને કારણે તેને ઘણા નામથી નવાજવામાં આવ્યા હતા. ટાઇગર ઓફ દ્રાસ, લાયન ઓફ કારગિલ પણ કહેવામાં આવતા હતા.

ઓપરેશન વિજય

 

પાકિસ્તાની ઘુસણખોરોએ 22 વર્ષ પહેલાં દુસ્સાહસ કરીને કારગિલના પહાડી વિસ્તારોમાં પોતાનો કબ્જો જમાવી લીધો હતો. કારગિલ યુદ્વમાં ભારતીય સેનાએ ઓપરેશન વિજય ચલાવ્યુ હતુ.

 

કારગિલની પહાડીઓ પર ચાલેલુ ઓપરેશન વિજય 3 મે 1999 થી લઇને 26 જુલાઇ 1999 સુધી ચાલ્યુ હતુ, જે 60 દિવસો સુધી ચાલ્યુ હતુ. કારગિલના પહાડો પર ચાલેલા આ યુદ્વનું નામ ઓપરેશન વિજય આપવામાં આવ્યુ હતુ.  દુર્ગમ વિસ્તારોને કારણે 527  ભારતીય જવાન  શહિદ થયા હતા, સાથે સાથે 1300 થી વધુ ઘાયલ થયા હતા.   

“અમારો પ્રેમ વધતો હતો પણ 1999 માં કારગિલતી પાછા આવ્યા બાદ અમે લગ્નગ્રંથિથી જોડાવવાના હતા પણ તે પાછા આવ્યા જ નહી અને જીવનભરની પીડા અને યાદો મને આપી ગયા. ” : ડિમ્પલ ચીમા

Captain Vikram Batra Wiki,

Image Courtsey: WikiBio

આ પણ વાંચો: નિતેશ તિવારીની શોર્ટ ફિલ્મ ‘સમ્માન’ દ્વારા ઘરે ઘરે પહોંચી રહ્યું છે KBC

7 જુલાઇના રોજ યુદ્વમાં શહીદ થયા કૈપ્ટન વિક્રમ બત્રા      

શિમલા સમજુતી દરમિયાન બંને દેશોની ઠંડના સમયે અગ્રિમ ચોકિઓએ પોતાના જવાનોને હટાવી લીધા હતા, પણ પાકિસ્તાનએ આ બાબતનો ફાયદો ઉઠાવ્યો હતો. પાકિસ્તાને ભારતને પીઠ પાછલ ઘા કરી હતી તેમ કહી શકાય. કાયર પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારતે ફરીથી કારગિલ યુદ્વ કરવા માટે પાકિસ્તાનને આમંત્રણ આપ્યુ હતુ. પણ આ બધુ માત્ર ભારતીય સેનાના સાહસના કારણે જ શક્ય બન્યુ હતુ.આ વીર સાહસોમાં કેપ્ટન વિક્રમ બત્રા પણ હતા. કારગીલના 1999 યુદ્વમાં કૈપ્ટન વિક્રમ બત્રા માત્ર 24 વર્ષની ઉમરમાં જ શહીદ થઇ ગયા હતા.

ડિમ્પલ ચીમા કેપ્ટન વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ હતા, જે બંને કારગિલ બાદ લગ્ન કરવાના હતા, વર્ષ 1996 માં વિક્રમ બાત્રા ઇન્ડિયન મિલિટ્રીમાં જોડાઇ ગયા હતા, જેથી બંને વચ્ચે કિલોમીટરોનું અંતર હતુ, પણ પ્રેમ ઓછો ન થયો.

 

ડિમ્પલનું કહેવુ છે કે, “અમારો પ્રેમ વધતો હતો પણ 1999 માં કારગિલતી પાછા આવ્યા બાદ અમે લગ્નગ્રંથિથી જોડાવવાના હતા પણ તે પાછા આવ્યા જ નહી અને જીવનભરની પીડા અને યાદો મને આપી ગયા. ”

ટ્રેનિંગ પુરી થયા બાદ કેપ્ટન બત્રા અલગ અલગ મિશનમાં વ્યસ્થ રહેવા લાગ્યા હતા, તેથી એક મુલાકાત કરવા અને વાતો કરવા માટે રાહ જોવાનું વધી ગયુ હતુ. ડિમ્પલે જણાવ્યુ હતુ કે તે બંનેએ સાથે ઘણા પ્રવાસ કર્યા હતા જેથી એક વાર મનસા દેવી મંદિરના ગુરુદ્વાર શ્રી નંદા સાહેબ જવાનું નક્કી કર્યું હતુ, ત્યારે વિક્રમ બત્તા સાથે લગ્નને લઇને ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારે વિક્રમ બત્તાએ પોતાનો અંગુઠામાંથી લોહી નીકાળીને મારી માંગ ભરી દીધી હતી.

 આ પણ વાંચો: કેટરિના પોતાની ફિલ્મ જોઈને ગભરાઈ ગઈ..!

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment