Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝધોધમાર વરસાદને પગલે ભાવનગર માટે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો

ધોધમાર વરસાદને પગલે ભાવનગર માટે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો

Satrujan dam
Share Now

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ( Shetrunji)ડેમમાં પાણી આવકમાં વધારો જોવા મળ્યો છે, ઉપરવાસ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં 13 ડેમ આવેલા છે સરેરાશ અત્યારે હાલમાં આ તમામ ડેમોમાં 75 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

પાલીતાણાનો શેત્રુંજી ડેમ જે જિલ્લા માટે પીવાના પાણીની મોટાભાગની જરૂરિયાત પુરી પાડે છે.

 

ભાવનગર માટે જીવાદોરી સમાન પાલીતાણાનો શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો. પાણીની ધસમસતી આવક હજુ પણ શરૂ છે. શેત્રુંજી ડેમના ૨૦ દરવાજા ૧ ફુટ ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાંથી ૧૫૩૪૦ ક્યુસેક પાણીની આવક ચાલુ છે., આજે સવારે ડેમના ૫૯ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા કરાયા એલર્ટ કરવામાં આવ્યું.

પીવાનાં પાણીની કોઈ મુશ્કેલી ભાવનગરની રૈયત ને આગામી ૧ વર્ષ નહીં પડે : ખેડૂતો માટે પણ હાશકારો

૧૯૫૯માં પાલીતાણા ખાતે શેત્રુંજી ડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ ડેમ છેલ્લા પાંચ વર્ષમાં ચાર વાર ઓવરફ્લો થયો છે. ભાવનગર જિલ્લાનો પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટી 34 ફૂટ છે, એટલે કે એક વર્ષ માટે પીવાનું પાણી ભાવનગરને મળી રહે તેટલો પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે.

જુઓ વીડિયો

 

  • ડેમની ઓવરફ્લો સપાટી 34 ફુટ, ઉપરવાસનાં વરસાદનાં પગલે પાણીની આવક શરૂ
  • શેત્રુંજી ડેમ મોડી રાત્રે 2 કલાકે થયો ઓવરફ્લો
  • ભાવનગર માટે હરખનાં સમાચાર શેત્રુજી ડેમ ઓવરફ્લો બધા જ દરવાજા ખોલવામાં આવ્યા.
  • તંત્ર દ્વારા નીચાણવાળા ગામડાઓને અગાવ સાવચેત કરાયા
  • શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમનાં ૨૦ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા
  • શેત્રુંજી ડેમમાં હાલ ઉપરવાસનાં વરસાદનાં પગલે ૧૮૦૦ ક્યુસેક પાણીની આવક શરૂ

શેત્રુંજીમાં 4000 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. હાલ ડેમ ની સપાટી પહોંચી 32 ફૂટ  ઇંચ પર છે. શેત્રુંજી ડેમ છલ્લોછલ ભરતા જિલ્લાને પીવાના પાણી પ્રશ્ન હલ થશે તો સાથે ધરતીપુત્રોને પિયતનું પાણી મળી રહેશે

 

આ પણ વાંચો: ટીબી નિર્મૂલન દિશામાં વહેલી તકે આગળ આવવા રાજકોટ કલેક્ટરનું સૂચન

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment