શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રા ફરી મુશ્કેલીમાં મુકાયા છે. શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)તથા રાજ કુંદ્રા (Raj Kundra)પર મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી (Fraud)નો કેસ કરવામાં આવ્યો છે. નિતિન બરાઈ નામના ફરિયાદીનો આરોપ છે કે, શિલ્પા તથા રાજે અનેકવાર ફ્રોડ કર્યો છે.
એક કરોડથી વધુની Fraud
બાંદ્રા પોલીસ સ્ટેશન (Bandra Police Station)માં નીતિન બારાઈ નામના વ્યક્તિએ અભિનેત્રી (Actress)શિલ્પા શેટ્ટી, તેના પતિ રાજ કુન્દ્રા, કાશિફ ખાન સહિત કેટલાક લોકો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. ફરિયાદ મુજબ રાજ અને શિલ્પાએ બારાઈ સાથે એક કરોડથી વધુ પૈસાની છેતરપિંડી કરી છે.
આ પણ વાંચો: શું!!! યશ ચોપરાએ રાનીના માતા-પિતાને કૈદ કરી દીધા હતા?: ફિલ્મી દુનિયાની ટોપ ખબરો
ફરિયાદીએ શું કહ્યું?
નિતિન બારાઇના જણાવ્યાં અનુસાર, તેણે પૂનાના કોરેગાંવમાં શિલ્પા તથા રાજની ફર્મ ‘મેસર્સ SFL પ્રાઇવેટ કંપની’ હેઠળ બિઝનેસની શરૂઆત કરી હતી. આરોપીઓએ તેની પાસેથી 1 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં તે પૈસા અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. જ્યારે પૈસા પરત માગ્યા ત્યારે આરોપીઓએ તેને ધમકાવ્યો હતો.
Fraud ના આરોપસર પોલીસ સંપર્ક કરી શકે છે
નિતિનની ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્ર સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ હેઠળ 406, 409, 420, 506, 34 અને 120 (B) હેઠળ કેસ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસ આ કેસમાં આરોપીઓની ટૂંક સમયમાં પૂછપરછ કરશે. રાજ કુંદ્રા તથા શિલ્પા શેટ્ટીનો પક્ષ જાણવા માટે પોલીસ તેમનો સંપર્ક કરી શકે છે.
નવા નટુકાકા મળી ગયા જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4