સાંઈ બાબાના ભક્તો માટે એક સારા સમાચારા છે. ભક્તોને હવે સાંઈ બાબાના દર્શન માટે ઘણી રાહ નહીં જોવી પડે. શેરડીમાં સાંઈ બાબા મંદિર (Shirdi Sai Baba) ને 7 ઓક્ટોબરથી ભક્તો માટે ખોલવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ જ દિવસ જ સાંઈ બાબાના દર્શન કરી શકશે. સાંઈ બાબા મંદિર ટ્રસ્ટના સીઈઓ ભાગ્યશ્રી બનાયિતે જાણકારી આપી છે. 7 ઓક્ટોબરથી સાંઈ મંદિરમાં દરરોજ 15 હજાર ભક્તોને પ્રવેશ આપવામાં આવશે.
Shirdi Sai Baba મંદિરના દર્શન માટેના નિયમો
મંદિર તરફથી 7 ઓક્ટોબરથી લોકો માટે 5 હજાર પાસ અને 5 હજાર ઓનલાઈન અને 5 હજાર ઓફલાઈન પાસની સુવિધા આપવામાં આવશે. કુલ 15 હજાર શ્રદ્ધાળુઓને સાંઈ મંદિર (Shirdi Sai Baba)માં પ્રવેશ આપવામાં આવશે. દરરોજ 1150 શ્રદ્ધાળુ સાંઈ મંદિરમાં પ્રવેશ કરી શકશે. ત્યાં આરતી માટે ફક્ત 90 ભક્તોને જ પ્રવેશ આપવામાં આવશે. બધા ભક્તોએ માસ્ક લગાવવું અનિવાર્ય છે. મંદિરમાં નંબર 2 પ્રવેશ દ્વાર આવવા માટે તથા 4 અને 5 નંબરના દરવાજાથી બહાર જવાની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ- Kameshwar Mahadev નારણપુરામાં આવેલુ આ મંદિર છેલ્લા 50 વર્ષથી અહીં છે સ્થિત
પ્રતિબંધિત જગ્યાઓ
મંદિરના કેટલાક રુમ બંધ તો કેટલાક ખુલ્લા રહેશે. તેમાં ધ્યાન મંદિર અને પારાયણ રુમ બંધ રહેશે. સાંઈ મંદિર દર્શન, નિવાસ વ્યવસ્થા, ભોજનાલય, ઓનલાઈન, ઓફલાઈન પ્રણાલી, મંદિરના દૈનિક કાર્ય ચાલુ રહેશે. ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી ઉપરના લોકોને મંદિરમાં દર્શન માટેની પરવાનગી આપવામાં આવી નથી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4