Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeએન્ટરટેઈન્મેન્ટજાણો: કોણ છે હૉલીવુડની આઇકોનિક ચાઇલ્ડ સ્ટાર? જેને ગુગલ પણ આપી રહ્યુ છે સલામી?

જાણો: કોણ છે હૉલીવુડની આઇકોનિક ચાઇલ્ડ સ્ટાર? જેને ગુગલ પણ આપી રહ્યુ છે સલામી?

Shirley Temple Google Doodle
Share Now

સર્ચ એન્જીન ગુગલ (Google) પોતાના અનોખા ડુડલ (Doodle)બનાવતુ રહે છે, જેમાં તે ખાસ અને મહત્વના લોકોને સ્થાન આપે છે, અથવા તો કોઇ એવો દિવસ હોય જ્યારે તે જે તે વ્યક્તિને સમ્માનિત કે શ્રદ્ધાજંલી આપવા માટે સુંદર ડુડલ બનાવીને મુકે છે. આજે 9 જુનના દિવસે ડુડલે એક ખાસ હોલવુડનૂ ડાન્સર, સિંગર અને અમેરીકી અભિનેત્રીને સ્થાન આપ્યુ છે. કોણ છે અમેરીકી(US) અભિનેત્રી જેને ગુગલ સમ્માનિત કરી રહ્યું છે ચાલો જાણીએ…

ગુગલની અનોખી રીતે ડુડલ બનાવીને શોર્લી ટેમ્પલને શ્રધ્ધાજંલી    

Shirley Temple

Pc: Getty Image

ગુગલે આજના પોતાના ડુડલમાં અભિનેત્રી અને સિંગર કહી શકાય તેવી શોર્લી ટેમ્પલને એનિમેટેડ ડુડલ (doodle) ની સાથે સમ્માનિત કર્યા છે. આજના જ દિવસે વર્ષ 2015 માં સાંતા મોનિકા હિસ્ટ્રી મ્યુઝિયમે ‘લવ શોર્લી ટેમ્પલ’ ખોલવામાં આવ્યુ હતુ.

આ મ્યુઝિયમમાં શોર્લી ટેમ્પલ (Shirley Temple) ની યાદગાર વસ્તુઓનુ સંગ્રહ કરવામાં આવ્યુ હતુ. દરેક ફિલ્મમાંથી તેમને એક ઓળખ મળતી ગઇ અને ડિંપલ, બ્લોંડ રિંગલેટ, મજબુત વર્કના કારણે તેમને સ્ટેન્ડ અપ એન્ડ ચિયર અને બ્રાઇટ આઇટ સહિત ફિલ્મોમાં પોતાની કલાકારીની છબી દર્શાવી હતી.

ટેમ્પલને શ્રદ્ધાંજંલી આપતા ગુગલ લખે છે કે,

શોર્લી ટેમ્પલહોલિવુડમાં આવેલી મંદીમાં પણ લાખો અમેરિકનોની મદદે આવ્યા હતા, તેમજ પોતાની આંતરરાષ્ટ્રીય સંબંધોથી દુનિયાને પોતાની પ્રતિભાના દર્શન કરાવી દીધા હતા. 

Google Doodle

PC: Google Image

કોણ છે શોર્લી ટેમ્પલ (Shirley Temple) ?

Shirley

Pc: Ap

ગુગલે આજના પોતાના ડુડલમાં અભિનેત્રી અને સિંગર કહી શકાય તેવી શોર્લી ટેમ્પલને એનિમેટેડ ડુડલ (doodle) ની સાથે સમ્માનિત કર્યા છે. આજના જ દિવસે વર્ષ 2015 માં સાંતા મોનિકા હિસ્ટ્રી મ્યુઝિયમે લવ શોર્લી ટેમ્પલ ખોલ્યુ હતુ, આ મ્યુઝિયમમાં શોર્લી ટેમ્પલ (Shirley Temple) ની યાદગાર વસ્તુઓનુ સંગ્રહ કરવામાં આવ્યુ હતુ. 23 એપ્રિલે 1928 ના રોજ કેલિફોર્નિયામાં જન્મેલી શોર્લી ટેમ્પલ માત્ર 4 વર્ષની ઉંમરમાં જ પોતાના કરિયરની શરુઆત કરી લીધી હતી. જ્યારે આપણામાં સમજણ પણ નથી હોતી, ના દુનિયાદારી વિશે આપણે કંઇ જાણતા હોઇએ છીએ આ ઉંમર રમવાની અને હસતા રમવાની હોય છે ત્યારે આ બાળકીએ પોતાના કરિયરની શરુઆત કરી લીધી હતી.

Shirley-Temple-bio

PC: Wikipedia

માત્ર બે વર્ષની અંદર જ શોર્લી ટેમ્પલ પ્રસિદ્વિના શિખર પર પહોંચી ગઇ હતી. ખાસ વાત તો એ છે કે માત્ર એક્ટિંગ જ નહી પણ સિંગિગ અને ડાન્સિંગમાં પણ શોર્લી ટેમ્પલ ખુબ આગળ હતા. ફ્કત 3 થી 10 વર્ષની ઉંમરમાં પહોંચતા પહોંચતા 29 ફિલ્મોમાં તેમણે કામ કરી લીધુ હતુ. માતાએ નપણથી જ એક્ટિંગ અને ડાન્સિંગમાં સપોર્ટ કર્યો હતો જેથી શોર્લી ટેમ્પલને નાનપણથી જ માતા તરફથી સપોર્ટ મળ્યો હતો.શોર્લી ટેમ્પલ એક ચાઇલ્ડ સ્ટાર તરિકે પણ ઓળખાય છે.

  • 1950માં માત્ર 22 વર્ષની ઉંમરમાં જ શોર્લી ટેમ્પલે ફિલ્મ જગતના કરિયરમાંથી રિટાયરમેન્ટ લઇ લીધી હતી.
  • શોર્લી ટેમ્પલે 1969 માં પોતાની રાજનીતિક કરિયરની શરુઆત કરી
  • આ સિવાય પણ “Child Star” નામની પોતાની આત્મકથા પણ લખી હતી.
  • ગુગલે પોતાના ડુડલમાં ટેમ્પલની ત્રણ છવિને રાખી છે
  • શોર્લી ટેમ્પલે બ્રેસ્ટ કેન્સર વિશે ખુલીને બોલી શકતા હતા.
shirley-temple-7

Pc: Google Image

આ અમેરિકી ચાઇલ્ડ સ્ટારે માત્ર 6 વર્ષની ભણવાની ઉંમરમા જ એકેડમી એવોર્ડ પોતાના નામ પર કરી લીધા હતા. તેના સુંદર લુક્સનાં કારણે પણ તે ચર્ચામાં રહેતા હતા, ઘુઘરાણા વાળ અને ગાલ પર પડતાં ડિમ્પલે અનેક દર્શકોના દિલ જીત્યા હતા.

રાજનીતિમાં પણ થયા એન્ટર

ટેમ્પલે 1969 માં સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા પ્રતિનિધિ નિયુક્ત કરવામાં આવ્યા હતા. શોર્લી ટેમ્પલ રાજનિતિ કાર્યાલયમાં ઘાનામાં તેમજ વિદેશ વિભાગોમાં પહેલા મહિલા પ્રમુખ બન્યા હતા. આ સિવય તે ઉંચાઇના શિખરો સર કરતાં ગયા વર્ષ 1988 માં એક એવો સમય આવ્યો જ્યારે શોર્લી ટેમ્પલને માનવ વિદેશ સેવા અધિકારી પણ બનાવવામાં આવ્યા હતા. એક બાળ કલાકારથી લઇને શોર્લી ટેમ્પલે પોતાની મહેનત અને લગન તેમજ સુજબુઝથી એક રાજનિતીમાં પણ ઝંપલાવ્યા હતા. જેને આજે ગુગલ પણ સલામ કરી રહ્યું છે.

 

આ પણ વાંચો: શા માટે અનેક વાર ટ્રોલ થતા TMC સાંસદ નુસરત જહાં ફરી ચર્ચામાં ???

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment