Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝશું મહારાષ્ટ્રમાં બદલાશે રાજકીય ગણિત? શિવસેનાએ ભાજપ સાથે સમાધાનના આપ્યા સંકેત

શું મહારાષ્ટ્રમાં બદલાશે રાજકીય ગણિત? શિવસેનાએ ભાજપ સાથે સમાધાનના આપ્યા સંકેત

udhav thakrey, amit shah, maharashtra politics,
Share Now

મહારાષ્ટ્રમાં(Maharashtra) સત્તાધારી પાર્ટી શિવસેનાના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ(Udhav Thakrey) ભાજપ(BJP) સાથે સમાધાનના સંકેત આપ્યા છે. ઓરંગાબાદના એક કાર્યક્રમ દરમ્યાન સીએમ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ નેતા રાવસાહેબ દાનવેને(Rao saheb Danve) ભાવિ સહયોગી કહીને સંબોધન કર્યું હતું. જેના કારણે હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને શિવસેના(Shivsena) એ બંને પાર્ટીઓ વચ્ચે લગભગ 3 દશકા સુધી ગઠબંધન રહ્યું હતું. જોકે 2019માં આ ગઠબંધન તૂટી ગયું હતું. 

ઓરંગાબાદમાં એક કાર્યક્રમમાં બંને નેતાઓ એક મંચ પર બેઠા હતા 

મરાઠાવાડ(Marathavad) શહેરના ઓરંગાબાદમા(Aurangabad) એક કાર્યક્રમ દરમ્યાન સીએમ ઉદ્ધવ ઠાકરે અને રેલ રાજ્યમંત્રી રાવસાહેબ દાનવે એક મંચ પર બેઠા હતા. ત્યારે શિવસેનાના(Shivsena) પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાવસાહેબ દાનવે તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે તેઓ તો અમારા પૂર્વ સહયોગી છે અને ભવિષ્યમાં જો સાથે આવીશું તો ભાવિ સહયોગી પણ છીએ. ઉદ્ધવ ઠાકરેના ભાજપની સાથે આવવાના અને ભાવિ સહયોગી શબ્દોના ઉચ્ચારણને કારણે હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) ગરમાવો આવ્યો છે. તેમજ રાજકીય વિશ્લેષકો પણ ઉદ્ધવ ઠાકરેની આ વાતને લઈને અનેક તર્ક-વિતર્ક કરી રહ્યા છે. કાર્યક્રમ પૂરો થયા બાદ ઠાકરે સરકારના મંત્રી અબ્દુલ સત્તારે(Abdul Sattar) એક જાણીતી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જો બંને પાર્ટીઓ સાથે આવશે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો તાલમેલ થઈ શકે છે.

udha thakrey, rao saheb danve, maharashtra politics

આ પણ વાંચો:કૃષિ કાયદાઓનું એક વર્ષ: પોલીસે અકાલી દળને પંત માર્ગ સુધી કૂચની આપી મંજૂરી

સંજય રાઉતના નિવેદનથી ચર્ચાને મળ્યો વેગ 

શિવસેના રાજ્યસભા(Rajyasabha) સાંસદ સંજય રાઉતે(Sanjay Raut) પીએમ મોદીના(PM Modi) જન્મ દિવસ નિમિતે આપેલ નિવેદને શિવસેના(Shivsena) અને ભાજપ વચ્ચેની નિકટતાની ચર્ચાને વધુ વેગ આપ્યો હતો. રાઉતે તેમના નિવેદનમાં કહ્યું હતું કે પીએમ મોદી જેટલું કદ ધરાવતો બીજો કોઈ નેતા ભારતમાં નથી. અટલ બિહારી વાજપેયી બાદ ભાજપને સર્વોચ્ચ સ્થાને લઈ જવાનું કાર્ય નરેન્દ્ર મોદી કર્યું છે. પહેલા ભાજપ બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવતી હતી. પરંતુ હવે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે પૂર્ણ બહુમતીની સરકાર બનાવી છે.    

સીએમ પદને લઈને બંને પક્ષો જુદા થયા હતા 

તમને જણાવી દઈએ કે, વર્ષ 2019માં યોજાયેલ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં(Maharashta assembly election) ભાજપ અને શિવસેના બંને પાર્ટીઓ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. અને ચૂંટણીમાં આ બંને રાજકીય પાર્ટીઓના ગાંઠણધનને સરકાર બનવા જેટલી સીટો પણ મળી હતી. પરંતુ ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદને લઈને બંને પાર્ટીઓ વચ્ચે મતભેદો થયા હતા. અને આખરે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. અને કોંગ્રેસ(Congress) અને એનસીપીની(NCP) સાથે  મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા. જો કે, આ બધા વચ્ચે કેન્દ્રીય એજન્સીઑ દ્વારા ઉદ્ધવ ઠાકરે સરકાર સાથે જોડાયેલ તમામ નેતાઓ વિરુદ્ધ એક પછી એક ફોજદારી કેસ નોંધાયા હતા. 

શિવસેનાના ધારાસભ્યએ ભાજપ સાથે સમાધાન કરવાની આપી હતી સલાહ 

થોડા મહિનાઓ પહેલા શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે(Pratap Sarnaik) તો ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને વિનંતી કરી હતી કે, કેન્દ્રીય એજન્સીઓ તરફથી થઈ રહેલ હેરાનગતિને સમાપ્ત કરવા માટે ભાજપ સાથે સમાધાન કરી લેવું જોઈએ. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે, પ્રતાપ સરનાઇકની સલાહને ઠાકરે સરકાર ગંભીરતાથી લઈ રહી નથી.  

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment