Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝ“આવો ડર જીવનમાં ક્યારેય નથી લાગ્યો” : અફઘાનિસ્તાનથી પરત ફરેલ યુગલની આપવીતી

“આવો ડર જીવનમાં ક્યારેય નથી લાગ્યો” : અફઘાનિસ્તાનથી પરત ફરેલ યુગલની આપવીતી

Share Now
અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યો છે. ત્યારે અનેક ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનું કામ કર્યું છે. ત્યારે મૂળ ભાવનગરનો (Bhavnagar) હાલ હરિયાણા ગુડગાવનો યુવાન (young man) શિવાંગ દવે અને તેનો પરિવાર અફઘાનિસ્તાનથી વતન પરત આવ્યા હતા. આ યુવાન રોજગાર અર્થે અફઘાનિસ્તાન ગયો હતો, જે હેમખેમ પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અફઘાનિસ્તાનમાં હાલ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જણાવ્યું હતું. ઇન્ડિયન એમ્બેસી અને અમેરિકાની મદદથી તે રવિવારના રોજ દિલ્હી પરત ફર્યા હતા. ત્યારે આજે દિલ્હીથી ફ્લાઈટ ભાવનગર એરપોર્ટ પર આવી પહોચી હતી.

ભાવનગર (Bhavnagar) યુગલની આપ વીતી

  • કાબુલમાં નજીકથી અનેક બ્લાસ્ટ જોયા
  • ભારત પરત ફરતી વખતે એરપોર્ટ પર ડરનો ભયાનક અનુભવ 
  • “એવો અનુભવ જિંદગીમાં ક્યારેય નથી થયો..”
  • જાણીતા કવિ હરીન્દ્ર દવેના પૌત્ર શિવાંગ દવે વતન ભાવનગર પરત ફર્યા
  • શિવાંગ દવે અફઘાનિસ્તાનમાં છેલ્લાં 12 વર્ષથી એન્જિનિયર હતા
  • વતન પરત ફરવું ખૂબ જ મુશ્કેલ 
  • ફ્લાઇટ ઉપડી ત્યાં સુધી લાગતો હતો ડર 

મારી નજર સામે મેં ઘણુંબધું જોયું

Shivang Dave from Bhavnagar had returned home from Afghanistanગુજરાતી જાણીતા કવિ હરીન્દ્ર દવેના મોટા દીકરા રોહિતભાઈ દવેનો દીકરો શિવાંગ દવે, જે અફઘાનિસ્તાનમાં છેલ્લાં ૧૨  વર્ષથી પ્રાઈવેટ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. અફઘાનિસ્તાનથી પરત આવેલા શિવાંગ દવે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “જ્યારે તાલિબાનોએ કબજો કર્યો હતો. ત્યારે મારી નજર સામે મેં ઘણુંબધું જોયું છે. જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ ઠેર-ઠેર રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. ટ્રાફિકજામ થઇ ગયો હતો. મને ખૂબ ડર લાગી રહ્યો હતો કે કાબુલ એરપોર્ટ કેવી રીતે પહોંચીશું? કાબુલ એરપોર્ટ પર પહોંચ્યા, ત્યાં પણ એ તાલિબાનોના કબજામાં આવી ગયું હતું. હવે વતન પરત ફરવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું. ઘણા રોકાણ બાદ ફ્લાઈટ આવી અને રવિવારના રોજ ભારત પરત ફર્યો હતો.

ફ્લાઇટ ઊપડીને ત્યાં સુધી ખુબ ડર હતો

Shivang Dave from Bhavnagar had returned home from Afghanistan

શિવાંગ દવેએ વધુમાં જણાવ્યું હતું કે તાલિબાનના કબજા બાદ શું થવાનું છે એ કોઈને ખબર નથી. બેંકમાં પૈસા નથી અને બધાં જ કામ અટકી ગયાં છે. હવે ભવિષ્યમાં શું થશે એની રાહ જોવાઇ રહી છે. જ્યાં સુધી કાબુલ ફ્લાઈટમાં બેઠા અને ફ્લાઇટ ઊપડીને ત્યાં સુધી ખુબ ડર હતો. અમે ઘણા બ્લાસ્ટ થતા જોયા છે, માત્ર ૫૦ થી ૬૦ મીટરના અંતરે બધું જોયું છે. આ આવો જીવનમાં ડર ક્યારેય લાગ્યો નથી.
હરેશભાઈ કાળુભાઈ દવેએ જણાવ્યું હતું કે ગુજરાતી સાહિત્ય સુવિખ્યાત કવિ હરીન્દ્ર દવેનો પૌત્ર એટલે શિવાંગ દવે કાબુલમાં છેલ્લાં ૧૨ વર્ષથી એન્જિનિયરની જોબ કરતો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબજો થતાં કોઇપણ જાતનો કોન્ટેક્ટ થઈ શકતો ન હતો. ફલાઈટ પણ મળવી મુશ્કેલ હતી એટલે અમને ઘણી જ ચિંતા થતી હતી. દિલ્હીથી ભાવનગર એરપોર્ટ આવી પહોંચ્યા બાદ સૌને રાહત થઈ હતી.

“તેમનાં નામ થી જ ડર લાગતો હતો…”

Shivang Dave's wife had returned home from Afghanistan

શિવાંગ દવે નામનો યુવક છેલ્લા ૧૨ વર્ષ થી અફઘાનિસ્તાનમાં ટેલિકોમ્યુનિકેશનમાં કન્સલ્ટિંગનું કામ કરી રહયા છે. તેઓ દિલ્હી એરપોર્ટ ઉપર અફઘાનિસ્તાનથી હેમખેમ આવી જતા તેમને તેમનાં કુળદેવીની માનતા રાખી હતી. આથી તેઓ આજે ભાવનગર (Bhavnagar) આવ્યા હતા. તેમને અફઘાનિસ્તાનની આપ વીતી વર્ણવી હતી તેઓનું કહેવું છે કે તાલિબાનોને રૂબરૂ જોયા નથી. પરંતુ તેમનાં નામ થી જ ડર લાગતો હતો. સ્થિતિ સામાન્ય થતા જ તેઓ અફઘાનિસ્તાન પરત જશે. તેમનાં પત્ની હાલ ગુંડગાવમાં રહે છે. અને આજે બન્ને માનતા પૂર્ણ કરવા માતાજીનાં દર્શનાર્થે ભાવનગર (Bhavnagar) આવ્યા હતા. તેમને તેમનાં પતિ હેમખેમ પરત આવ્યા તેને લઈ ખુશી વ્યક્ત કરી હતી.
“ETISALT” જે અબ્બુધાબીની ટેલિકોમ્યુનિકેશન કંપની છે, તેમાં તેઓ વર્ષ ૨૦૧૭ થી વાઈસ પ્રેસીડેન્ટ તરીકે કામ કરતા હતા. તે સમયે સારી કામગીરી ચાલી રહી હતી. કબુલનાં પાર્લામેન્ટ હાઉસમાં તેમનું સન્માન ફજલ હડી મુસ્લીમ્યાર (FAZAL HADI MUSLIMYAR, SPEAKER UPPER HOUSE OF PARLIAMENT) જે સ્પીકર અપર હાઉસ ઓફ પાર્લામેન્ટ હતા, તેના દ્વારા એવોર્ડથી કરવામાં આવ્યું હતું.

No comments

leave a comment