ઉત્તર કોરિયામાં બેરોજગારી અને ભૂખમરાનું સંકટ સતત વધતું જાય છે અને લોકો ભરપેટ ખાવા માટે તરસી રહ્યા છે તો બીજી બાજુ સપ્લાયની અછતને લીધે ખાણીપીણીની કિંમતો આસમાને પહોંચી છે. આ ઉપરાંત ઉત્તર કોરિયાની જનતાની મદદ કરવાને બદલે તાનાશાહ કિમ જોંગ ઉને આદેશ કર્યો હતો કે તેઓ વર્ષ 2025 સુધી ખાવાનું ઓછું ખાય. તેમણે કહ્યું હતું કે લોકો માટે ખાદ્યાન્નનું સંકટ ચિંતાજનક થઈ ગયું છે.
નોર્થ કોરિયાના લોકો દાણા દાણા માટે તરસી રહ્યા
આમ તો ઉત્તર કોરિયામાં ગત ઘણા વર્ષોથી ખાદ્ય સંકટ (North Korea Food Crisis) એક સામાન્ય વાત થઇ ગઇ છે, પરંતુ અત્યારે નોર્થ કોરિયાની સ્થિતિ એકદમ ખરાબ થઇ ગઇ છે. એક રિપોર્ટ અનુસાર દેશની પાસે ફક્ત 2 મહિનાનું ભોજન બચ્યું છે. સ્થિતિ એ છે કે કિમ જોંગ ઉન પોતે (Kim Jong Un) ને મનાવવા પડ્યા છે કે નોર્થ કોરિયાના લોકો દાણા દાણા માટે તરસી રહ્યા છે.
કિમ જોંગ ઉનએ આપ્યો ઓછું ખાવાનો આદેશ
ઉત્તર કોરિયામાં ખાદ્ય સંકટ (North Korea Food Crisis) ની ગંભીરતાને જોતાં તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) એ લોકોને ઓછું ખાવાનું ફરમાન સંભળાવ્યું છે. કિમ જોંગએ દેશવાસીઓએ કહ્યું કે વર્ષ 2025 સુધી ઓછું ભોજન જમો જેથી દેશ ખાદ્ય સંકટમાંથી બહાર નિકળી શકે.
ઉત્તર કોરિયામાં આસમાને પહોંચી મોંઘવારી
ઉત્તર કોરિયા (North Korea) માં ચીની, સોયાબિન, ઓઇલ અને લોટના ભાવ સતત વધી રહ્યા છે. ઉત્તર કોરિયામાં એક કિલો મકાઇની કિંમત 3137 વોન સુધી પહોંચી ગઇ છે. આ બસો રૂપિયે પ્રતિ કિલો બરાબર છે. નોર્થ કોરિયામાં જૂન 201 માં કિંમતોમાં વધારો શરૂ થઇ ગયો હતો, જે આસમાને પહોંચી ચૂકી છે.
નોર્થ કોરિયામાં મોંઘવારીનો માર
કોફી- 7300 રૂપિયા પ્રતિ કિલો
ચા પત્તી- 5100 રૂપિયા પ્રતિ કિલો
શેમ્પૂની બોટલ- 14000 રૂપિયા
મકાઇ- 204 રૂપિયા પ્રતિ કિલો
કેળા- 3300 રૂપિયા પ્રતિ કિલો
નોર્થ કોરિયાએ ફર્ટિલાઇઝરનું ગંભીર સંકટ પણ છે. કોરોના વાયરસ મહામારીથી બચવા માટે ઉત્તર કોરિયા વહિવટીતંત્રએ જાન્યુઆરી 2020 માં પોતાની સીમાઓને સીલ કરી દેવામાં આવી હતી. ત્યારબાદથી જ આ દેશમાં ભોજન, ઇંધણ અને રોજિંદાની અન્ય જરૂરિયાતોની અછત થઇ છે. કિમ જોંગ ઉન આ ઉપરાંત પોતાના વલણના લીધે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પણનો સામનો કરી રહ્યા છે અને ગત એક દાયકામાં ઉત્તર કોરિયાથી સ્થિતિ ક્યારેય આટલી ખરાબ થઇ નથી.
ખોરાકની અછતનું મહત્ત્વનું કારણ કોરોના રોગચાળાને કારણે લાગેલા પ્રતિબંધો
દેશમાં ખોરાકની અછતનું મહત્ત્વનું કારણ કોરોના રોગચાળાને કારણે લાગેલા પ્રતિબંધો છે. સીમા બંધ હોવાને કારણે દેશ ખાદ્ય સામગ્રી મદદ હાંસલ નથી કરી શકતો. નોર્થ કોરિયાને સૌથી વધુ મદદ ચીનથી મળે છે. રોગચાળાને લીધે ચીનથી ઉત્તર કોરિયામાં ખાદ્ય સામગ્રીની નિકાસ 80 ટકા ઘટી ગઈ છે. ઓક્ટોબર, 2021ને પૂરો થતા સુધી ઉત્તર કોરિયાને ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આ અંતરને ભરવામાં આવતું નથી તો ઓક્ટોબરના અંત સુધી નોર્થ કોરિયામાં પરિવારને ભુખમરાનો સામનો કરવો પડી શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4