Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeભક્તિમહાદેવનું એક માત્ર એવુ સ્વયંભૂ શિવમંદિર જેની સ્થાપના ખુદ ભગવાન શંકરે કરી હતી!

મહાદેવનું એક માત્ર એવુ સ્વયંભૂ શિવમંદિર જેની સ્થાપના ખુદ ભગવાન શંકરે કરી હતી!

Shoolpaneshwar
Share Now

Shoolpaneshwar Mahadev Temple: નર્મદા જિલ્લાના નર્મદા તટે ગોરા ખાતે આવેલું શૂલપાણેશ્વર મહાદેવનું એક માત્ર એવુ સ્વયંભૂ શિવમંદિર છે. જેની સ્થાપના ખુદ ભગવાન શંકરે કરી હતી. આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ સ્કંધ મહાપુરાણ અને રેવાસ્કંધમાં જોવા મળે છે.  આ મંદિરની વિશેષતા નર્મદા ડેમના કામ  વખતે આ મંદિર ડુબાણમાં ગયું હતું. અને આ મંદિરે જળસમાધિ લીધી હતી. જે બાદ 1994માં આ મંદિરનું પુનરનિર્માળ કરવામાં આવ્યું હતું. ભગવાનના દર્શને દેશના રાજ્યોના લાખો ભક્તો ઉમટે છે. અને ભગવાનના દર્શન કરી અને નર્મદાનદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે.

Shoolpaneshwar-Mahadev-Temple

Shoolpaneshwar Mahadev Temple, Google Image

શુલપાણેશ્વર  મહાદેવનું નવું મંદિર તૈયાર

ગોરા ગામે નર્મદા નદીથી 160 ફૂટ દૂર નાની ટેકરી ઉપર તેની પ્રતિકૃતી સમાન શૂલપાણેશ્વર  મહાદેવનું નવું મંદિર તૈયાર કર્યું છે. જયા આજે પણ આ મંદિર લાખો ભક્તોની આસ્થાનુ કેન્દ્ર બન્યું છે.ગોરા ખાતે સ્થિત શૂલપાણેશ્વર મહાદેવનું નવું મંદિર ગુજરાતમાં બેનમૂન કલાકારીગરી યુક્ત પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિના સુમેળનું પ્રતીક ગણાય છે. શૂલપાણેશ્વર મહાદેવના મંદીરે ચૈત્રી અમાસે ભવ્ય ભાતીગળ મેળો ભરાય છે. જેમાં ત્રણ રાજ્યોના લાખો શ્રધ્ધાળુઓ મેળામાં ઉમટે છે. શૂલપાણેશ્વર દાદાની પૂજા અને ભક્તિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. શ્રધ્ધાળુઓ શુલપાણેશ્વર મહાદેવના દર્શન કરી પોતાની બાધા કે માનતા પુરી કરી ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો: સુવર્ણ નગરી દ્રારકામાં આવેલું છે ભદ્રકાળી માતાજીનું પૌરાણિક મંદિર, નગરીની રક્ષા કરે છે માં ભદ્રકાળી!

રક્તરંજીત ત્રિશુલ ધોવા માટે ભગવાન શંકરે આ ભૂમિમાં ત્રિશુલ વડે પ્રહાર કર્યો:

પૂરાણોમાં જણાવ્યા અનુસાર અંધકાસુર દૈત્યનો વધ કર્યા બાદ ભગવાન શંકરે રક્તરંજીત ત્રિશુલ ધોવા માટે ભગવાન શંકરે આ ભૂમિમાં ત્રિશુલ વડે પ્રહાર કર્યો હતો. ત્યાર બાદ આ ધરતી રસાતળ થતાં તેમાંથી શિવલીગ પ્રગટ્યું. અને જમીનમાંથી ફુવારો છૂટ્યો હતો. તેમાં ભગવાને ત્રિશુલ ધોયું હતું. તેથી જ શુલપાણેશ્વર મહાદેવ કહેવાયા.

 

Mahadev Temple

Mahadev Temple, Google Image

શિવજીએ પોતાના હાથે આ શિવલિંગની સ્થાપના કરી હતી (Shoolpaneshwar Mahadev Mandir)

સરદાર સરોવર ડેમથી 4 કિલોમીટર પાછળ ભગવાન શિવજીની આ પર્વત પર સ્થાપના કરવામાં આવી હતી. ચૈત્ર વદ અમાસના દિવસે બ્રહ્મહત્યાનું પાપ લગતા બ્રહ્મહત્યાના પાપમાંથી મોક્ષ મેળવવા માટે ભગવાન શિવજીએ પોતાના હાથે આ શિવલિંગની સ્થાપના કરી હતી. આ નવા  મહાદેવના મંદિરમાં શિવલીંગ ઉપર ચાંદીનો નાગ છે. માતા પાર્વતી દેવીની મૂર્તિને આગળના ભાગે ગણેશજી,હનુમાનજી, કશ્યપદેવ અને નંદી મહારાજ બિરાજે છે.

મહાદેવની શણગારેલી ભવ્ય પાલખી યાત્રા વાજતેગાજતે

શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે ચૈત્રી અમાસ વહેલી સવારે આરતી તથા પંચોપચાર પૂજા કરવામાં આવે છે .બપોરે આરતી પૂજા બાદ શુલપાણેશ્વર મહાદેવની શણગારેલી ભવ્ય પાલખી યાત્રા વાજતેગાજતે બેન્ડવાજા સાથે નીકળે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. જ્યાં મહાદેવને પવિત્ર નર્મદા સ્નાન કરાવીને મંત્રોચ્ચાર સાથે આરતી પૂજન કરીને પાલખી યાત્રા વાજતે ગાજતે મંદિરે પહોચે છે.અમાસના દિવસે 24 કલાક મંદીરના દ્વાર ખુલ્લા રાખવામાં આવે છે.

shoolpaneshwar

shoolpaneshwar, google image 

અહીં ભરાતા મેળામાં દાળીયાનું સૌથી વધુ મહત્વ છે. શિવજીને દાળીયા અતિ પ્રિય હોવાથી હજારો ભક્તો શિવજીને અહીંયા દાળીયા પ્રસાદ રૂપે ચઢાવે છે. નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. પવિત્ર શ્રાવણમાં ભક્તો નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવે છે.

જુઓ આ વિડીયો: શારણેશ્વર મહાદેવ 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment