Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeઑટો & ગેજેટ્સકચરાને કંચન બનાવશે ગુજરાત – પીએમ મોદી, જાણો શું છે ફાયદાઓ નવી સ્ક્રેપ પોલિસીના

કચરાને કંચન બનાવશે ગુજરાત – પીએમ મોદી, જાણો શું છે ફાયદાઓ નવી સ્ક્રેપ પોલિસીના

scrape policy
Share Now

ગુજરાતમાં નવી સ્ક્રેપ પોલિસી જાહેર કરી. 5 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરી. પર્યાવરણનું રક્ષણ અને ઓટો સેક્ટર સાથે રોજગારીનું પણ સર્જન થશે જે ઉદેશ સાથે જાહેર કરાઈ સ્ક્રેપ પોલિસી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધિત કરી. નવી દિલ્હી ખાતેથી વિડિયો કોન્ફરન્સિંગથી જોડાયા બાદ PM મોદીએ સ્ક્રેપ પોલિસીમાં મહત્ત્વની ઘોષણા કરી હતી કે જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સ્ક્રેપ પર એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર નવા વાહનની ખરીદી પર રજીસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે. એટલું જ નહીં, નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ મળશે. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ ( Vehicle scraping policy) હેઠળ વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. CM વિજય રૂપાણી ઉપરાંત કેન્દ્રિય પરિવહનમંત્રી નીતિન ગડકરી ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

નવી પોલીકીને કાંકરા માંથી કંચન બનાવવાનું અભિયાન

પીએમ મોદીએ નવી સ્ક્રેપ પોલિસીને લઇ જણાવ્યું કે નવી પોલીકીને કાંકરા માંથી કંચન બનવવાનું અભિયાન ગણાવ્યું. સાથે જ ૧૦ હાજર કરોડના રોકાણની આશા વ્યક્તિ કરી. 75 મા સ્વતંત્રતા દિવસ પહેલા આજનો આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના મોટા લક્ષ્યોને સાકાર કરવામાં એક મોટું કદમ છે. આ પોલીસી નવા ભારતની મોબોલિટીને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. દેશમાં આ પોલીસીને કારણે સકારાત્મક પરિણામ આવશે. આ પોલીસીમાં ઉદ્યોગકારોની મોટી ભૂમિકા છે. આ પોલીસી 10 હજાર કરોડથી પણ વધારે રોકાણ લાવશે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્વના છે. આ પોલીસી પર્યાવરણ માટે પણ જરૂરી છે. આગામી સમયમાં આપણાં વ્યાપારી જીવનમાં મોટા પરિવર્તનો આવશે. રિસાઈક્લિંગ તો ગુજરાતના ઘરોમાં દાદીમા વર્ષોથી કરે છે’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્ક્રેપ પોલિસીની ઘોષણામાં એ પણ વાત કરી. ગુજરાતના ઘરોમાં વર્ષોથી પહેરવાના કપડાં જૂના થઈ જાય તો તેને ફેંકી દેવાતા નથી. પરંતુ દાદીમા તે કપડાંની સિલાઈ ઉકેલીને તેને ટેભાં લઈને સાંધા કરીને લાંબુ કાપડ બનાવે છે. આ કાપડમાંથી હાથ વડે ટાંકા લઈ-લઈને ગોદડીઓ બનાવે છે જે શિયાળામાં ઠંડીમાંથી રાહત આપે છે. આમ, રિસાઈક્લિંગનો કન્સેપ્ટ તો અમારા ગુજરાતમાં દાદીમાઓ વર્ષોથી ચલાવી રહ્યા છે.” આ પોલીસીથી આપણા સ્વાસ્થ્ય પર પ્રદુષણના કારણે જે અસર થાય છે તે ઓછી થશે.ગુજરાતના અલંગને શિપ રરિસાઈકલિંગ હબ તરીકે ઓળખવામાં આવે છે. નવી પોલિસીના કારણે આગામી 25 વર્ષમાં ઘણાં બદલાવ આવશે. અને પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે.

આ પણ વાંચો : ટ્વિટર VS કોંગ્રેસ : પ્રિયંકા ગાંધીના આક્ષેપો પર ટ્વિટરનો જડબાતોડ જવાબ

સ્ક્રેપ પોલિસી હેઠળ નવા વાહનોને અને પર્યાવરણને નુકસાન ન કરે તેવા વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. જે અંતર્ગત આ ફાયદાઓની જાહેરાત કરવામાં આવી હતી. જો કે નવી સ્ક્રેપિંગ પોલીસીમાં વિન્ટેજ કારને સામેલ નહીં કરવામાં આવે. આ ઉપરાંત  સ્ક્રેપિંગ પોલિસી લાગુ થયા બાદ વાહનોના ભાવમાં 30થી 40 ટકાનો ઘટાડો

scrape policy

– જૂની કાર સ્ક્રેપ કરાવનારને નવી કાર પર કંપનીઓ 5 ટકા ડિસ્કાઉન્ટ
– સ્ક્રેપિંગ પોલીસીમાં નવા વાહનની ખરીદી પર 5 ટકા ડિસ્કાઉન્ટ 
– નવી ગાડી ખરીદ્યા બાદ 3 વર્ષ સુધી રોડ ટેક્સમાં 25%ની છૂટ
– નવી ગાડીના રજિસ્ટ્રેશન માટે કોઇ ફી નહી લેવાય
– નવી પોલીસીનો લાભ લેવા માટે ગ્રાહકે સ્ક્રેપિંગ સેન્ટર જઇને ગાડીની વેલ્યૂ જાણવી પડશે
– જુની ગાડીના રજિસ્ટ્રેશન અને રિન્યૂઅલ ફી માં પણ વધારો કરાશે.
– વાહનને સ્કેપ કરાવવવા પર કિંમતના 4થી 6 ટકા ગાડીના માલિકને મળશે.
– એક વર્ષમાં ટોલબૂથ હટી જશે, GPS દ્વારા ટેક્સ વસૂલવામાં આવશે
– પોલિસી બાદ સ્ટીલ,રબર, એલ્યુમિનિયમ,રબરની આયાત નહીં કરવી પડે

ઓટોમોબાઇલ ઇતિહાસનો મહત્વપૂર્ણ દિવસ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના ઓટોમોબાઇલ ઇતિહાસનો મહત્વપૂર્ણ દિવસ છે. આપણા દેશમાં સૌથી વધુ રોજગાર, ટેક્સ ભરનારી ઇન્ડસ્ટ્રી એટલે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી છે. 2015 થી સ્ક્રેપ પોલિસી પર કામ શરૂ કર્યું અને આજે પીએમ મોદી દ્વારા તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પોલ્યુશનના નોર્મ BS4 ના બદલે BS6 પર જવાનો નિર્ણય લીધો છે. પોલ્યુશન સાથે વાહનની સેફટી, તેલની વપરાશ અને રોડ સેફટી પણ જરૂરી છે.

મેન્યુફેક્ચરિંગ સેકટરમાં લાભ થશે, સેવિંગસ વધશે

ભારતમાં 1 કરોડ ગાડીઓ ફિટનેસ વગર માર્ગ પર ફરતી હતી. સેફટીની દ્રષ્ટિથી એ ગાડીઓ પણ યોગ્ય ન હતી. જુના વાહનો 10 થી 12 ગણો વધુ પ્રદુષણ ફેલાવે છે. 7.5 લાખ કરોડ ઓટોમોબાઇલનું ટર્ન ઓવર છે. સ્ક્રેપિંગ માટે ગાડીની ફિટનેસ નક્કી કરાઈ છે, એટલું જ નહીં દેશમાં PPE મોડલ પર કાર્ય આગળ વધારીશું. ફિટનેસ ફી અને સર્ટિફિકેટ ફી અમે લાગુ કરીશું. મેન્યુફેક્ચરિંગ સેકટરમાં લાભ થશે, સેવિંગસ વધશે.

એક્સપોર્ટ પણ વધશે, રોજગાર વધશે

કોપર, એલ્યુમિનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક જે મળશે અને જેનો લાભ થશે. રો મટિરિયલના કારણે કોસ્ટ પણ ઘટશે. એક્સપોર્ટ પણ વધશે, રોજગાર વધશે અને ટેક્સની આવક વધશે. સસ્તા ભાવમાં રો મટેરિયલ મળશે, જે ઇમ્પોર્ટ કરીએ છે એ મેટલ સરળતાથી સસ્તું મળશે. નિયમિત રીતે સ્ક્રેપિંગ થાય તો 99 ટકા તેનું રિકવરી થાય અને 40 ટકા રો મટીરીયલ સસ્તું થશે. ઓટોમોબાઇલનું સેલ્સ વધશે, ભારતને GST માં 30 થી 40 હજાર કરોડનો લાભ થશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment