Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝસેવા,જ્ઞાન અને સંસ્કારનો સંગમ એટલે શ્રી જ્ઞાનસાધના આશ્રમ!

સેવા,જ્ઞાન અને સંસ્કારનો સંગમ એટલે શ્રી જ્ઞાનસાધના આશ્રમ!

NARMADA
Share Now

(NARMADA)નર્મદા, મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી ગુજરાતના ભરૂચ નજીક સમુદ્રમાં સમાય અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના જીવાદોરી એટલે નર્મદા. શાસ્ત્રોમાં કહ્યું છે.

     સર્વત્ર સુલભ રેવા ત્રિષુ સ્થાનેષુ દુર્લભ

     ઓમકારશ્ચ ભૃગુક્ષેત્રે તથા રેવોરી સંગમ

એટલે કે બધા જ સ્થાન પર રેવા એટલે કે નર્મદાજી સુલભ છે , પરંતુ ઓમકારેશ્વર , ભૃગુક્ષેત્ર એટલે કે ભેડાઘાટ અને રેવોરી સંગમ એટલે કે ચાંણોદ – કરનાળી. ચાંણોદ મુકામે પુણ્ય સલિલા ભગવતી માઁ (NARMADA)નર્મદાના પાવન તટ દક્ષિણ પ્રયાગ કે જેને શ્રીક્ષેત્ર પણ કહીએ છીએ જ્યાના અધિષ્ઠાત્ર દેવ કુબેર ભંડારી છે. ત્યાં જ ચાંણોદ બસ સ્ટેશન નજીક શ્રી જ્ઞાનસાધના આશ્રમ આવેલો છે.

વધુ વાંચો- હવામાં પક્ષીઓનો શિકાર કરતી બિલાડી! 

શ્રી જ્ઞાનસાધના આશ્રમની સ્થાપના 1980માં પરમ પૂજ્ય બ્રહ્મલીન સ્વામી શ્રી મહાવીરાનંદજી મહારાજ દ્વારા (NARMADA)નર્મદાના કિનારા પર કરવામાં આવી હતી. ત્યારબાદ અવાર-નવાર નર્મદા મૈયાના પૂરનું પાણી આવતું હોવાથી 2000ની સાલમાં પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદ સરસ્વતીજી મહારાજે  નવા શ્રી જ્ઞાનસાધના આશ્રમની સ્થાપના કરી.

NARMADA

આમ તો ૨૦૦૦ની સાલથી જ આશ્રમમાં ગૌશાળા, નર્મદા પરિક્રમાવાસીઓની સેવા, અતિથીઓ તેમજ સાધુ-સંતોની સેવા, ગરીબ બાળકોને ભણતરમાં સહાય, સાથે જ અમારા મોટા ગુરુજી પરમ પૂજ્ય સ્વામી મહાવીરાનંદજી  મહારાજ દ્વારા સ્થાપિત “માનવ સેવા ટ્રસ્ટ” દ્વારા ગરીબોને અન્ન વિતરણ વગેરે સેવાઓ તો ચાલે જ છે સાથે જ ૨૦૧૫ થી શ્રીજ્ઞાનસાધનામાં  પૂર્વોત્તરનાં રાજ્યો માંથી જરૂરીયાતમંદ બાળકોને દત્તક લઇને લાવવામાં આવ્યા.

આ બાળકો 4 વર્ષથી લઈને 17 વર્ષ સુધીના છે. જે  બાળકો ચાંદોદમાં જ આવેલી શાળાઓમાં અભ્યાસ કરે છે. સાથે જ આ બાળકોને  આશ્રમમાં જ અનેક પ્રકારની કળાઓ શીખવવામાં આવે છે. જેવી રીતે કે તબલા, ક્લાસીકલ વોકલ, યોગા, ડાન્સ વગેરે , સાથે જ આ બાળકોને પૂજ્ય બાપુ તથા પૂજ્ય દીદી દ્વારા સંસ્કૃતિ તથા ધર્મનું પણ જ્ઞાન આપવામાં આવે છે. બાળકો વિષ્ણુસહસ્ત્ર નામ, શ્રીમદ્ ભગવદ્ ગીતા , શિવ મહિમ્ન , રુદ્રાષ્ટકમ્ , નિર્વાણષટકમ્ , શિવ પંચાક્ષર , પંચદેવ અથર્વશીર્ષમ્ , શ્રી સૂક્તમ્ જેવા વિવિધ સ્તોત્રોનો પાઠ કંઠસ્થ કરે છે.

પૂજ્ય બાપુ કે જે પોતે વેદાંતાચાર્ય છે અને પૂજ્ય દીદી આઠ વર્ષ ની નાની વયથી જ રામચરિતમાનસ , શ્રીમદ્ ભાગવત , શિવપુરાણ , દેવી ભાગવત , નર્મદાપુરાણ જેવી અનેક કથાઓ કરે છે. અત્યાર સુધી પૂજ્ય દીદીએ દેશ – વિદેશ માં ૧૨૫ જેટલી કથાઓ કરી છે તથા પોતાનુ જીવન સમાજ સેવા માટે સમર્પિત કર્યુ છે. અહીંયા રહેતા દરેક બાળકો સવારે વહેલા જાગી અને પ્રાર્થના તથા યોગા કરીને જ નાસ્તો ગ્રહણ કરે છે.

NARMADA

લોકડાઉનમાં શાળા બંધ હોવા છતાં આશ્રમમાં જ સંસ્કાર સાથે શિક્ષણ પણ આપવામાં આવે છે. જેના માટે ચાર શિક્ષકો રાખેલા છે. સાથે  જ નૃત્ય , સંગીત , યોગા , એક્યુપ્રેશર , જેવી અનેક કલામાં પણ પારંગત  કરવામા આવી રહ્યા છે.  આશ્રમમાંથી અત્યાર સુધી 40 જેટલા છોકરા-છોકરીઓને નોર્થઈસ્ટમાં ભણાવી-ગણાવીને પાછા મોકલી આપવામાં આવ્યા છે.  આ આશ્રમમાં દિકરીઓની દરેક જવાબદારી લેવામાં આવી છે. જ્યાં સુધી દરેક બાળકને ભણવુ હોય ત્યાં સુધી ભણાવવામાં આવે છે સાથે જ છોકરીઓના યોગ્ય પરિવારમાં લગ્ન કરાવી આપવાની પણ આ સંસ્થા તૈયારી બતાવે છે.

વધુ વાંચો-  નેધરલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી ભારતમાં?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment