Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / January 29.
Homeભક્તિભક્તિ,શિલ્પ અને સ્થાપત્યનું સંગમ એટલે લવાણાનું કલેશ્વરી ધામ, જાણો આ ધામની આકર્ષિત વિશેષતાઓ!

ભક્તિ,શિલ્પ અને સ્થાપત્યનું સંગમ એટલે લવાણાનું કલેશ્વરી ધામ, જાણો આ ધામની આકર્ષિત વિશેષતાઓ!

Kaleshwari Temple
Share Now

Kaleshwari Dham (કલેશ્વરી મંદિર): મહીસાગર જિલ્લાના લુણાવાડાના કલેશ્વરીમાં પ્રકૃતિનું અવિશ્વસનીય સૌંદર્ય જોઈ શકાય છે. સંપૂર્ણ જિલ્લો જ પ્રકૃતિથી ઘેરાયેલો છે, દરેક જગ્યા કુદરતની ગોદમાં વસેલી છે. કદમનું ઝાડ હોવાથી, આ જગા કદમખંડીની બેઠક તરીકે ઓળખાય છે. કલેશ્વરી અથવા કદમખંડી પહોંચીએ એટલે એમ લાગે કે જંગલની મધ્યે આવી ગયા.

કલેશ્વરી એટલે કળહરી માતા

જેરમાઈ માતા અને કલેશ્વરી માતાની વાર્તા સાથે આ બધા જ સ્મારક સંકળાયેલા છે. કલેશ્વરી એટલે કળહરી માતા કળહરીનો અર્થ થાય છે 20 બાળકોની મા. જેરમાઈ માતાને એક પણ બાળક નહતું. એટલે જેરમાઈ માતા બાળક માંગે છે પણ કલેશ્વરી માતા બાળક આપવાની ના પાડે છે.

kaleshwari mandir

kaleshwari mandir, google image 

 

ભક્તિ,શિલ્પ અને સ્થાપત્યનું સંગમ એટલે લવાણાનું કલેશ્વરી ધામ.  આ સ્થળ પરના મુખ્ય આકર્ષણની વાત કરીએ.મુખ્ય દરવાજો પછી વહુની વાવ, સાસુની વાવ,ઘુમ્મટવાળું મંદિર,કલેશ્વરી માતાનું મંદિર, કુંડ, ભીમ ચોરી, અર્જુન ચોરી, હેડંબા મંદિર અને જળ પ્રવાહ સાથે પ્રકૃતિ છે.

આ પણ વાંચો: વનવાસ દરમિયાન પાંડવો દ્વારા આ મંદિરમાં સુંદર પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું

લવણેશ્વરી તરીકે ઓળખાતી પ્રાચીન વસાહત

લવણેશ્વરી તરીકે ઓળખાતી પ્રાચીન વસાહત હતી. જે આજે પણ લવાણા તરીકે ઓળખાય છે. આ સ્થળ એક ઝરણાની નજીક આવેલું છે. આ  મહાભારતના પાત્રો સાથે સંકળાયેલું છે. માનવામાં આવે છે કે, અર્જુન ચોરી અને ભીમ ચોરીએ ગાંડિવ-ગિરધર અર્જુન અને મહાબલી ભીમના લગ્ન થયા હતા. અહીંયા આવેલા શિવ મંદિરની વાત કરીએ તો આ મંદિરની સ્થાપના 10મી સદીમાં થઈ હતી. જે મુળપ્રાસાદ અને સભામંડપ જેવા મંદિરના પ્રકારથી આ દેવાલય બનાવવામાં આવ્યું હતું.

kaleshwari dham

kaleshwari dham, google image 

હાલમાં અહીંયાના મંદિરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. ઈતિહાસવિદ્દો મુજબ 11મી કે 11મી સદીમાં કુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વાવનું નિર્માણ 14મીથી 15મી સદીમાં કરવામાં આવ્યું હતું. આજ સમયગાળા દરમિયાન ભીમ ચૌરીનું નિર્માણ થયું એવું પણ માનવામાં આવે છે. અર્જુન ચૌરી અને હિડિમ્બા મંદિરનું નિર્માણ નજીકની પહાડી પર 15મી થી 16મી સદીમાં કરવામાં આવ્યું હતું. 14 કે 15મી સદીમાં બનેલી આ વાવની બંને બાજુની દીવાલો પરની કોતરણી જોવા જેવી છે. સાસુની વાવની લગભગ સામે જ વહુની વાવ છે. અહીં પણ સુંદર કોતરણીવાળા શિલ્પો છે. બંને વાવ લગભગ સરખી છે.

ગર્ભગૃહનું કદ ઘટાડી તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું  (Kaleshwari Dham)

કહેવાય છે કે લુણાવાડા રાજ્યના રાજકુમાર માલા રાણાએ 1549માં તેનું પુનઃસ્થાપન કર્યું હતું. ગર્ભગૃહનું કદ ઘટાડી તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. જે હવે ઘુમ્મટવાળા મંદિર તરીકે ઓળખાય છે. સભામંડપનું પુનઃનિર્માણ કરીને મંદિર બનાવવામાં આવ્યું છે, જે કલેશ્વરી માતાના મંદિર તરીકે ઓળખાય છે. શિકાર મઢીનું નિર્માણ 18મી સદીના ઉત્તરાર્ધમાં પ્રાચીન ઇમારતોના ખંડેરોમાંથી વખતસિંહે કર્યું હતું. આ ખંડેરોને રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા 2000ના દાયકામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા અને તેને પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

Kaleshwari Temple

Kaleshwari Temple, google image 

કલેશ્વરીધામમાં માતાના મંદિર ઉપરાંત 10 થી લઈને 15મી સદી દરમિયાન બંધાયેલાં સ્થાપત્યોના અવશેષો છે. પુરાતત્વ ખાતુ તેનું જતન કરી રહ્યું છે. આ સ્થાપત્યો ઉપરાંત એક સરસ મજાના વિહારધામ તરીકે પણ તે જોવા જેવું છે. માન્યતા મુજબ કૃષ્ણ ભગવાને પાંડવોના વનવાસ વખતે, તેમની સાથે બેઠક કરી હતી. અહીં ફાગણ સુદ ત્રીજ અને ગુરુપૂર્ણિમાના દિવસે મોટો ઉત્સવ ઉજવાય છે. તમે પણ આ પ્રકૃતિના સાનિધ્યમાં આવો અને ભક્તિભાવમાં રંગાઈ જાવો. 

જુઓ આ વિડીયો: આઈ શ્રી ખોડીયાર માતાજી 

No comments

leave a comment