Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeભક્તિShree Parvat Shaktipeeth 800 વર્ષ જૂનું મંદિર છે જે લદ્દાખમાં સ્થિત છે

Shree Parvat Shaktipeeth 800 વર્ષ જૂનું મંદિર છે જે લદ્દાખમાં સ્થિત છે

Shree Parvat Shaktipeeth
Share Now

શ્રીપર્વત શક્તિ પીઠ, આદિશક્તિનું આ ધામ જોતા જ એટલુ અદ્ભૂત અને શાંતિ આપનારુ છે કે, અહીં પહોંચવુ કોઈ ભાગ્યથી ઓછુ નથી. માતા દુર્ગાનું આ ધામ ભારતના જમ્મૂ કાશ્મીરના લદ્દાખ વિસ્તારમાં છે. શ્રી પર્વત શક્તિપીઠ હિન્દૂઓના પ્રસિદ્ધ ધર્મસ્થળ પૈકી એક છે. આ મંદિર માતા દુર્ગાને સમર્પિત છે. આ મંદિર માતાના 51 શક્તિપીઠો પૈકી એક છે. આ મંદિરમાં શક્તિને દેવી સુંદરીના સ્વરુપમાં પૂજવામાં આવે છે. અહીં ભૈરવ સુંદરાનંદના સ્વરુપમાં પૂજવામાં આવે છે. શ્રી પર્વત શક્તિપીઠ (Shree Parvat Shaktipeeth)ની સ્થિતિને લઈને પણ કેટલાક અભિપ્રાય છે. કેટલાક વિદ્વાન તેને લદ્દાખ (કાશ્મીર)માં ગણે છે. તો કેટલાક આસામના સિલહટથી 4 કિ.મી દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય ખૂણા) જૌનપુરમાં ગણે છે.

Shree Parvat Shaktipeeth પૌરાણિક કથા

દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકાપુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં શક્તિપીઠોની સંખ્યા 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે 51 શક્તપીઠ (Shree Parvat Shaktipeeth) માનવામાં આવે છે. તંત્રચબડામણિમાં લગભગ 52 શક્તિપીઠ વિશે જણાવવામાં આવે છે. કહેવાય છે કે, જ્યારે સતી આમંત્રણ વગર પિતાના ઘરે આવ્યા ત્યારે ત્યાં રાજા દક્ષે તેમના પતિ શિવનું અપામાન કર્યુ, આ અપમાન સહન ના કરી શકતા તેમણે પોતાના શરીરને અગ્નિમાં ભસ્મ કરી દીધી.

ભગવાન શંકર આ પીડા સહન ના કરી શક્યા અને તેમની ત્રીજી આંખ ખુલી ગઈ. જેનાથી ચારેયબાજુ પ્રલય જામી ગયો. ભગવાન શંકરે માતા સતીના પાર્થિવ શરીરને ખભા પર ઉંચકી લીધુ અને જ્યારે શિવ તેમના પત્ની સતીના બળેલા પાર્થિવ દેહને દક્ષ પ્રજાપતિના યજ્ઞ સમારોહમાંથી લઈ જઈ રહ્યાં હતા ત્યારે વિષ્ણુએ સતીના અંગોને પોતાના ચક્રથી 52 ભાગોમાં વહેંચી દીધુ.

આ પણ વાંચોઃ- Maha Ashtami નિમિતે વિધિ વિધાનથી હવન કરીને મા આદ્યાશક્તિની કરો આરાધના

800 વર્ષ જૂનું છે આ મંદિર

શ્રી પર્વત શક્તિપીઠને લઈને માન્યતા છે કે, આ પ્રાચીન ધાર્મિક સ્થળ લગભગ 800 વર્ષ જૂનુ છે. મંદિર પરિસરમાં કાલિકા દેવીની વિશાળ પ્રતિમા છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ માતાજીના દર્શન માટે અહીં આવે છે. મંદિરમાં બધા જ તહેવાર મનાવવામાં આવે છે. ખાસ કરીને દુર્ગા પૂજા તથા નવરાત્રી દરમિયાન અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

આ દિવસોમાં મંદિરોમાં શણગાર જોવાલાયક હોય છે. મંદિરનું આધ્યાત્મિક વાતાવરણ શ્રદ્ધાળુઓના મન અને મગજને શાંતિ પ્રદાન કરે છે. મંદિરમાં વિશ્વની સૌથી ઉંચી ઔદ્યોગિક હવાઈ પટ્ટી તરીકે પ્રસિદ્ધ લેહ હવાઈ પટ્ટીનું સુંદર દ્રશ્ય જોવા મળે છે, અહીંનું વાતાવરણ ભક્તોને મંત્રમુગ્ધ કરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment