ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચ ચાલી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં જ ભારતીય પ્લેયર શ્રેયસ અય્યરે (Shreyas Iyer)શાનદાર બેટિંગ કરી ડેબ્યુ મેચમાં જ શતક (Century)ફટકાર્યુ છે. આ સાથે ડેબ્યુ ટેસ્ટ મેચ (Debut Test Match)માં સદી ફટકારનાર શ્રેયસ અય્યર 16મો ભારતીય બેટ્સમન (Indian Batsman)બની ગયો છે.
Shreyas Iyer પહેલા કોને કોને સદી ફટકારી છે
ભારત કીવી વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની પ્રથમ ટેસ્ટ મેચ કાનપુર (Kanpur)ખાતે રમી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં જ ભારતીય પ્લેયરે રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. શ્રેયસ અય્યરે ડેબ્યુ મેચમાં જ શતક ફટકાર્યુ છે. આ તમામ વચ્ચે આશ્ચર્યજનક વાત તો એ છે કે, ભારત માટે રમતા મુંબઇ (Mumbai)ના જ ત્રણ પ્લેયરે ડેબ્યુ મેચમાં શતક ફટકાર્યુ છે. જેમાં રોહિત શર્મા (Rohit Sharma)અને પૃથ્વી શો બાદ શ્રેયસ અય્યરનું નામ જોડાયુ છે.
આ પણ વાંચો: શ્રીલંકન બેટ્સમેને જે રીતે વિકેટ ગુમાવી તેને તે હંમેશા યાદ રાખશે
Shreyas Iyer એ અન્ય રેકોર્ડ પણ નામે કર્યા
અય્યરે ડેબ્યુ મેચમાં શતક ફટકારતાની સાથે જ અન્ય રેકોર્ડ (Record)પણ પોતાના નામે નોંધાવ્યા છે. શ્રેયસ ડેબ્યુ મેચમાં સદી ફટકારનારો 16મો બેટ્સમેન છે. આ સાથે કીવી સામે ડેબ્યુ મેચમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય બની ગયો છે. આ પહેલા 1976માં સુરિન્દર અમરનાથ અને 1955માં ક્રિપાલ સિંહે આ રેકોર્ડ (Record)સ્થાપિત કર્યો હતો. આ ઉપરાંત શ્રેયસ અય્યર ડેબ્યુ મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારવાના મામલે 13મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તો ધરઆંગણે ડેબ્યુ મેચમાં સદી ફટકારવાના મામલે 10મો બેટ્સમેન બની ગયો છે. કાનપુર મેદાન પર ડેબ્યુ મેચમાં સદી ફટકારવાના મામલે બીજો બેટ્સમેન છે. આ પહેલા ગુંડપ્પા વિશ્વનાથે 1969માં આ સિદ્ધિ હાંસિલ કરી હતી.
અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4