Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝજમીનથી 51 ફૂટ ઊંચું અને 51 ફૂટ ઊંડું ગુજરાતનું એક માત્ર મંદિર: પાતાળેશ્વર મહાદેવ

જમીનથી 51 ફૂટ ઊંચું અને 51 ફૂટ ઊંડું ગુજરાતનું એક માત્ર મંદિર: પાતાળેશ્વર મહાદેવ

Share Now
શ્રાવણ માસની શરૂઆત થતાં જ ભગવાન ભોલેનાથના મંદિરોમાં ભક્તોની મોટી ભીડ દર્શન માટે ઉમટી રહી છે. અતિ પૌરાણિક એવા બનાસકાંઠાના સૌથી મોટા શિવમંદિર પાતાળેશ્વર મંદિરમાં (Shri Pataleshwar Mahadev temple) સવારથી જ ભોલે શંકરના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. ભોલેનાથ પણ દરેકની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે.
Shri Pataleshwar Mahadev temple
પાલનપુરનું પાતાળેશ્વર મંદિર ખુબજ પૌરાણિક છે. અને જમીનથી ખુબજ નીચે પાતાળમાં આવેલું છે. તેથી જ તેનું નામ પાતાળેશ્વર મંદિર પાડ્યું છે. આ મંદિર 51 ફૂટ ઊંચું અને જમીનથી 51 ફૂટ ઊંડું ઉત્તર ગુજરાતનું એક માત્ર મંદિર છે.

પાતાળેશ્વર  મંદિર (Shri Pataleshwar Mahadev temple) નામ કેવી રીતે પાડ્યું?

મંદિરના ઇતિહાસની વાત કરીએ તો હાલ જ્યાં પાતાળેશ્વર  મંદિર (Shri Pataleshwar Mahadev temple) આવેલું છે. ત્યાં વર્ષો પહેલા ઘોર જંગલ હતું. જ્યાં એક તપસ્વી સાધુનો આશ્રમ હતો. ત્યારે એ વખતે પાટણમાં કરણસિંહ રાજા હતા. તેમની રાણી મીનળદેવીને પુત્ર થતો નહોતો, તો તે વખતના રાજા એ બીજી રાણી સાથે લગ્ન કર્યા. ત્યારે રાણી મીનળદેવીને તેના થોડા દિવસો માં જ ગર્ભાધાન રહ્યું. તે વખતે રાજાએ કરેલી નવી રાણીને આ ગમ્યું નહિ એટલે તે રાણીએ એક તાંત્રિક પાસે ગર્ભનું બંધન કરાવ્યું. જેનાથી પુત્રનો જન્મ ના થાય.
Shri Pataleshwar Mahadev temple
નવ મહિના પસાર થઇ ગયા, પણ મીનળદેવીને ગર્ભાધાન ના થયું. અને મીનળ દેવીની તબિયત બગડવા લાગી. ત્યારે મીનળદેવીએ નક્કી કર્યું કે હવે મરી જવું છે. અને તેમણે હરિદ્વાર જઈને મરવાનું નક્કી કર્યું. ત્યારે મીનળદેવી પાટણથી નીકળી પાલનપુર પહોંચ્યા. મીનળદેવીએ આશ્રમના તપસ્વી સાધુ સાથે સમગ્ર વાત કરી, ત્યારે તપસ્વી મહાત્માએ વાત જાણી અને જણાવ્યું કે તમારે ગર્ભ બંધન કરાવ્યું છે. એટલે પ્રસૂતિ થતી નથી. તો મીનળદેવીએ મહાત્મા પાસે આનો કોઈ રસ્તો છે કે નહિ તે અંગે પૂછ્યું.
મહાત્મા મીનળદેવીને કહ્યું કે તમે જુઠ્ઠું બોલી અને જાહેર કરી દો કે મારે પુત્રનો જન્મ થયો છે. મીનળદેવીએ આ પ્રમાણે કહી દીધું અને સમગ્ર પંથકમાં આ સમાચાર ફેલાઈ ગયા. ત્યારે રાજાની બીજી રાણી તાંત્રિક પાસે પહોંચી અને આ કઈ રીતે બન્યું તે અંગે પૂછ્યું. તાંત્રિકે પોતાની કરેલી વિધી માટે જમીનમાંથી એક માટલું કાઢી તેના અંદરથી દેડકો બહાર કાઢ્યો, ત્યારે તેજ વખતે મીનળદેવીને પાલનપુરમાં 18 મહિને પુત્રનો જન્મ થયો.
Shri Pataleshwar Mahadev temple
ત્યારે મીનળદેવીએ ખુશ થઈને વાવ ખોદવાનું જણાવ્યું અને વાવ ખોદતી વખતે શિવલિંગ મળી આવ્યું. તો મીનળદેવીને આ જગ્યા ચમત્કારી લાગી. તેમણે આ શિવલિંગની પૂજા કરી અને આ જગ્યાનું નામ પાતાલેશ્વર મહાદેવ આપ્યું. ત્યાર બાદ મીનળ દેવી પાટણ ગયા અને સમય જતા તેમના પુત્ર મોટા થયા. તેમનું નામ હતું સિદ્ધરાજ જયસિંહ જે આગળ જતા પાટણના રાજા બન્યા.

વર્ષો પહેલા સુરંગને બંધ કરાવી દેવાઈ

આ મંદિરના શિવલિંગ નીચેથી એક સુરંગ સીધી પાટણ નીકળે છે. જેને વર્ષો પહેલા બંધ કરી દેવાઈ છે. અહીં મહાદેવના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે. આ મંદિરનો જીણોદ્વાર 1980માં થયો હતો. સદિયો પુરાણા આ મંદિરની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી છે. આ પાતાળેશ્વર મંદિરના દર્શનથી જ ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે. શિવના નામથી જ આત્માને તૃપ્તિ મળી જાય છે. ભક્તો દૂરદૂરથી આવીને શિવની બીલીપત્ર ચડાવી ભગવાનની પૂજા કરે છે. જેના થકી ભગવાન શિવ તેમના ઉપર હંમેશ ને માટે કૃપામાન રહે છે. આ પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં સવાર સાંજ રોજ આરતી થાય છે. અને ભગવાનને ભોગ ચડાવવામાં આવે છે. શિવરાત્રીના દિવસે અહીં મેળો ભરાય છે.  અને ભક્તો દૂર દૂર થી શિવજીના દર્શન કરવા ઉમટી પડે છે.
Shri Pataleshwar Mahadev temple
બનાસકાંઠામા મુખ્ય મથક પાલનપુરમાં આવેલું ભોલેનાથનું આ મંદિર ખુબજ પ્રખ્યાત છે. આ જગ્યાએ પાટણના રાણી મીનળ દેવીને  18 મહિને પુત્રનો જન્મ થયો હતો. તેની ખુશીમાં તેઓએ વાવ ખોદાવી જે વાવ ખોદતી વખતે સ્વયંભુ શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારે મીનળદેવીએ શિવલિંગની પૂજા કરી સ્થાપના કરી હતી. અને તેને પાતાળેશ્વર મહાદેવ નામ આપ્યું હતું. પાલનપુરવાસીઓ દરરોજ મંદિરમાં  સવાર સાંજ દર્શન કરી પોતાના કામની શરૂઆત કરતા હોય છે. બનાસકાંઠા સિવાય પણ રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં લોકો અહી દર્શન કરવા આવે છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ રહે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment