Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeનેચર & વાઈલ્ડ લાઈફગીતની સાથે શિકારઃ પક્ષી જે કસાઈ બનીને કરે છે શિકાર

ગીતની સાથે શિકારઃ પક્ષી જે કસાઈ બનીને કરે છે શિકાર

Shrikes
Share Now

Lanius એક લેટિન શબ્દ છે, જેનો અર્થ કસાઈ થાય છે. Laniidae કુળમાંથી આવતા બધા જ પક્ષિઓને Shrikes કહેવામાં આવે છે. આ પક્ષીઓને જ કસાઈ પક્ષી કહેવામાં આવે છે.

આ પણ વાંચો : ભારતના પશ્ચિમી ઘાટના ડાંસ કરતાં દેડકાં!

Shrikes એટલે સિંગર બર્ડ્સ. shrike’s shriek જેવો અવાજ કરતા હોવાને કારણે આ પક્ષીને shrike કહેવામાં છે.  પ્રાણી-જગતમાં સૌથી સુંદર ગાયક પક્ષી છે પણ તેેમની પાસે ખતરનાક હથિયાર પણ હોય છે. જે ગીત ગાતા-ગાતા જ તેજીથી શિકાર કરે છે.

Shrikes

આ ગીત ગાતા પક્ષીઓની ખતરનાક સાઈડ પણ છે. આ ખતરનાક પાસું એમની શિકાર કરવાની રીત છે. Shrikes એક માંસાહારી passerine પક્ષી છે. જે કીટક,ઉંદર અને અન્ય નાનાં જીવોને તેનો ખોકાર બનાવે છે.

Butcher bird

Image-dailymail

નાના જીવોને તેનો ખોરાક બનાવે એટલા માટે કસાઈ નથી કહેવાતા, પણ જે શિકાર સાથે વ્યવહાર કરે છે એ માટે કસાઈ કહેવામાં આવે છે. Butcher bird જ્યારે કોઈપણ શિકાર કરે ત્યારે તે શિકારને કોઈપણ કાંટા અથવા અણિદાર ચીજમાં ટાંગે છે. જ્યારે કોઈ ઉંદર પકડે ત્યારે તેને બાવળના કાંટાઓમાં ટાંગે છે. ઝાડના કાંટાઓમાં શિકારને ટાંગે છે.

Shrikes

આ નાના પક્ષીઓ પાસે ધારદાર ટેલન એટલે કે, તેજ પંજા નથી હોતા. જેથી આ ગીત ગાતા શિકારી પક્ષીએ એક વિશિષ્ટ રીત શોધી, અને આ રીત છે શિકારને કોઈપણ અણિદાર કાંટા કે બીજી ચીજમાં લટકાવી દેવો.

આ પણ વાંચો : હવામાં પક્ષીઓનો શિકાર કરતી બિલાડી!

Shrikes શિકારને એક ટ્રોફીની જેમ વૃક્ષ કે બીજી અણિદાર ચીજો પર  લટકાવીને રાખે છે. જેથી શિકાર ક્યાંય ભાગી ન શકે. જો શિકાર ઝેરી હોય તો થોડા દિવસ પછી ઝેરની અસર તડકાંમાં સુકાઈને ખત્મ થઈ જાય, જે બાદ તેને આસાનીથી આરોગી શકે છે. પ્રકૃતિ અનેક રહસ્ય તેનામાં સાચવીને રાખે છે. આ રહસ્યોમાંથી જ એક રહસ્ય છે ગીત ગાતા Shrikes પક્ષી. જે દેખાય છે પ્યારા પણ કહેવાય છે કસાઈ. મોટા શિકારી પક્ષી કરતાં નાના પંજા હોવાથી આ આવડત પક્ષીઓમાં વિકસી હોય શકે છે, આવું ઘણાં વૈજ્ઞાનિકો માને છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment