Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeભક્તિGanesh Chaturthi ના અવસર પર આ રીતે કરો પૂજા થશે ઘણા લાભ

Ganesh Chaturthi ના અવસર પર આ રીતે કરો પૂજા થશે ઘણા લાભ

Ganesh Chaturthi
Share Now

ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથને ગણેશ ચતુર્થી તરીકે મનાવવામાં આવે છે. બધા જ દેવી-દેવતાઓમાં પ્રથમ આરાધ્ય દેવ ગણેશની પૂજા કરવાથી દરેક સંકટ દૂર થઈ જાય છે. ભગવાન શ્રી ગણેશની કૃપાથી ઘરમાં સુખ-શાંતિ અને સૌભાગ્ય જળવાઈ રહે છે. ગણેશ ચતુર્થી 10 દિવસ સુધી ધૂમધામથી મનાવવામાં આવે છે. અનંત ચતુર્થીના દિવસે ગણેશજીના વિદાયની પરંપરા રાખવામાં આવી છે. આ પ્રથા પ્રાચિન સમયથી ચાલતી આવી છે. આજે તમને જણાવીશુ ગણેશ ચતુર્થીના પાછળ પૌરાણિક કથા અને પૂજન વિધિ વિશે…

Ganesh Chaturthi ના નિમિતે પૌરાણિક કથા

ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) પાછળની પૌરાણિક કથા અનુસાર, જ્યારે સિંદૂરાસુર નામનો દૈત્યે દેવતાઓમાં અને મનુષ્યો તથા પશુપાલન કરતા બધા જ પ્રકારના જીવોમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરી લીઘુ હતુ. ત્યારબાદ સિંદૂરાસર બધાને કષ્ટ, પીડા અને હેરાનગતિ કરવા લાગ્યો હતો. ત્યારે તમામ દેવતા એક મત થઈને ભગવાન શિવની પાસે ગયા. બધા દેવતાઓએ શીવજી પાસે આ હેરાનગતિના નિવારણ અંગે અને પોતાની રક્ષા હેતુ ઉપાય પૂછ્યા.

સમાધિ અવસ્થામાં લીન ભોલેનાથની આરાધનામાં ઘણાં વર્ષો વીતી ગયા હતા. ત્યારે આકાશવાણી દ્વારા દેવતાઓને સંદેશો મળ્યો કે, ‘ભગવાન શિવના અંશથી એક પુત્રનો જન્મ થશે, તેના દ્વારા જ સિંદૂરાસુરનો વધ થશે. ત્યારબાદ આ સંપૂર્ણ સાર્વભૌમિક સંસારનું કલ્યાણ થશે. ત્યારે બધા જ દેવતા પ્રસન્ન થયા અને તે સમયની પ્રતિક્ષા કરવા લાગ્યા. ત્યારબાદ માતા પાર્વતી દ્વારા એક સુંદર બાળકનો જન્મ ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીએ થયો તથા તેમનું નામ ગણેશ રાખવામાં આવ્યું.’

આ પણ વાંચોઃ- Hartalika Teej ના દિવસે ઉપવાસ રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે….

Ganesh Chaturthi

IMAGE CREDIT: GOOGLE

Ganesh Chaturthi પૂજાનું મહત્વ

આ દિવસે ભગવાન ગણેશની ઉપાસનાનું ખાસ મહત્વ છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવા માટે જન્માંગ ચક્ર (જન્મપત્રિકા)માં કોઈ પણ પ્રકારના દોષ, યોગ ગ્રહોની યુતિમાં ચમત્કારિક ફાયદા થાય છે. ભગવાન ગણેશની ઉપાસના, પૂજન તથા અનુષ્ઠાનથી બધી જ સમસ્યાઓનું સમાધાન થાય છે. દાંપત્ય જીવનમાં સંતાન સુખ, શિક્ષણમાં પણ ઘણા લાભ થાય છે. ભગવાન ગણેશની કૃપાથી દરેક કષ્ટ કે સંકટ દૂર થઈ જાય છે.

પૂજા વિધિ

આ વર્ષે 10 સપ્ટેમ્બરના દિવસે ઘરે-ઘરે ભગવાન ગણેશ વિરાજમાન થશે. ચતુર્થીના દિવસે ગણેશજીની માટીની મૂર્તિ બનાવીને કે ઘરમાં સ્થાપિત મૂર્તિને લાલ વસ્ત્ર પાથરીને ચોખાનું સ્વસ્તિક બનાવીને બેસાડવામાં આવે છે. ત્યારબાદ આરતી અને મંત્રોચ્ચારથી ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ ગણેશજીની કથા સાંભળવામાં આવે છે. ગણેશ ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. ભગવાન ગણેશજીની પૂજા કરતી વખતે દૂઘ, શેરડી અને મોદકના લાડૂ અર્પિત કરવામાં આવે છે.

સામગ્રી

કંકૂ, જનોઈ, પાન, લવિંગ, ઈલાઈચી, ફૂલ-માળા, ફળ, મોદક (લાડૂી), પંચામૃત, ગંગાજળ, પંચમેવા વસ્ત્ર, ધૂપ, અગરબત્તી, દક્ષિણા જેવી સામાગ્રી દ્વારા પૂજાનું અનુષ્ઠાન કરવામાં આવે છે.

(ડિસક્લેમરઃ આ લેખમાં આપેલી તમામ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. OTT India તેનું સમર્થન કરતું નથી. તમામ બાબતો પર અમલ કરતા પહેલા વિશેષજ્ઞનો સંપર્ક અવશ્યથી કરવો.)

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment