Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeસ્પોર્ટ્સટોક્યો પેરાલમ્પિકમાં કૃષ્ણા નાગરે લહેરાવ્યો ત્રિરંગો, ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

ટોક્યો પેરાલમ્પિકમાં કૃષ્ણા નાગરે લહેરાવ્યો ત્રિરંગો, ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

krishna
Share Now

ટોક્યો પેરાલેમ્પિકમાં ભારત દરેક રમતમાં અદ્ભુત પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે ભારતના કૃષ્ણા નાગરના ઇતિહાસ રચતા દેશના નામે પાંચમો ગોલ્ડ કરી નાંખ્યો છે, કૃષ્ણા નાગરે (Shuttler Krishna Nagar ) બેંડમિન્ટનમાં પુરુષ એકલ સ્પર્ધા ફાઇનલમાં હાંગકાંગના ચુ મન કાઇને હરાવીને ગોલ્ડ દેશના નામે કર્યો હતો.

દેશના નામે વધુ એક ગોલ્ડ 

 

શનિવારે એસએલ-3 માં પ્રમોદ ભગત દાવારા પુરુષ એકલ માં ખિતાબ પોતાના નામે કર્યા બાદ , ટોક્યો પેરાલમ્પિકમાં બેડમિન્ટમાં બીજો ગોલ્ડ મેડલ કર્યો હતો. આ પહેલાં ટોક્યો પેરાલમ્પિક માં રવિવારે નોએડા એ સુહાસ એલ યતિરાજે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.

મેચ દરમિયાન કૃષ્ણા નાગરે શાનેદાર પ્રદર્શ કર્યું હતુ. તેમણે  21-17, 16-21 અને 21-17 થી મેચ પોતાના નામે કર્યો હતો. આ મુકાબલો 43 મિનિટ સુધી ચાલ્યો હતો. કૃષ્ણાએ સેમિફાઇનલમાં બ્રિટેન ના ક્રિસ્ટન કોમ્બ્સને હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યુ હતુ.

કૃષ્ણા નાગરે પહેલાં ગેમમાં તેમના પ્રતિદ્વ્રંદ્વ્રી થી આગળ છે, પણ બીજા ગેમમાં હોંગકાંગના ચુ મન કાઇએ બરાબરી કરીને આ ગેમ જીતી હતી. પણ કૃષ્ણાએ હાર ન માનીને ત્રીજી અને લાસ્ટ ગેમ રમીને જીત મેળવી હતી.

પીએમ મોદીએ આપી શુભકામનાઓ

 

કૃષ્ણા નાગરે આ ઉમદા પ્રદર્શન પર દેશને નાજ છે, આ અવસર પર પીએમ મોદીએ શુભકામનાઓનો સંદેશ પણ મોકલ્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ છે કે, અમારે બેડમિન્ટન ખેલાડીઓ અને ટોક્યો પેરાલમ્પિક રમતોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. કૃષ્ણા નાગરે ગોલ્ડ મેડલ જીતીને દરેક ભારતીય ચહેરા પર મુસ્કાન આવી છે. મેડલ જીતવા પર કૃષ્ણાને આગળના પ્રયાસો પર ખુબ ખુબ શુભકામનાઓ…

 

આ પણ વાંચો: Tokyo Paralympics: ભારતનું શાનદાર પ્રદર્શન, મનીષે ગોલ્ડ તો સિંહરાજે સિલ્વર મેડલ જીત્યો

No comments

leave a comment