Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટસુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પીઠાણીની જમાનત પર જલ્દી થશે સુનાવણી

સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પીઠાણીની જમાનત પર જલ્દી થશે સુનાવણી

Siddharth Pithani
Share Now

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને 14 જૂને એક વર્ષ થશે. આજથી લગભગ એક વર્ષ પહેલાં અભિનેતાના મુંબઈ સ્થિત ઘરમાંથી એમનો મૃતદેહ મળી આવ્યો હતો. દિવંગત અભિનેતાના મોતની તપાસ હજી ચાલુ છે. તાજેતરમાં આ કેસમાં કાર્યવાહી કરતાં એનસીબીએ ડ્રગ્સના કેસમાં સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પીઠાણી( Siddharth Pithani )ની ધરપકડ કરી હતી. સિદ્ધાર્થ 26 મેથી જેલમાં છે. આવી સ્થિતિમાં હવે સિદ્ધાર્થ પીઠાણી( Siddharth Pithani )એ જામીન માંગ્યા છે. જેના પછી સિદ્ધાર્થના વકીલ તારક સઇદે જામીન માટે અરજી કરી હતી અને જામીન માંગ્યા હતા. તે જ સમયે 11 જૂન શુક્રવારના રોજ આ કેસમાં મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટે સિદ્ધાર્થ પીઠાણી( Siddharth Pithani ) દ્વારા 16 જૂન સુધીમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર એનસીબી પાસે જવાબ માંગ્યો છે.

Sidhharth Pithani

Image Credit : timesofindia.indiatimes.com

જામીન માટેના અન્ય કારણો વચ્ચે પીઠાણીએ 26 જૂનના રોજ યોજાનાર તેમના લગ્નનો હવાલો કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. તેમના વકીલ તારક સૈયદ દ્વારા દાખલ કરેલી જામીન અરજીમાં પીઠાણીએ દાવો કર્યો છે કે આ કેસમાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં તેની પાસેથી કોઈ નશો કે સામગ્રી મળી નથી કે ના તો ગુનામાં સંડોવણી હોવાનો કોઈ સંકેત મળ્યો છે. તેમજ તેનો દૂર-દૂર સુધી ડ્રગના વ્યવહાર સાથે કોઈ સંબંધ નથી. નોંધપાત્ર વાત એ છે કે પીઠાણી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ (ગેરકાયદેસર વ્યવહાર અને કોઈ ગુનેગારને આશ્રય આપવા માટે) ની કલમ -27 એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે આ મામલાની સુનાવણી 16 જૂન સુધી મુલતવી રાખી છે.

આ પણ વાંચો : આ અભિનેતાને મળવા ઉઘાડા પગે હૈદરાબાદથી મુંબઈ પહોંચ્યો એમનો ફેન

shushantImage Credit : dnaindia.com

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. હવે આ વાતને એક વર્ષ વીતી જશે. જે વિષે પહેલાં મુંબઈ પોલીસ અને બાદમાં પટના પોલીસે આ મામલે તપાસ કરી હતી. જોકે, સુશાંતસિંહ રાજપૂતનાં મોતની તપાસ બાદમાં સીબીઆઈને સોંપવામાં આવી હતી. તે જ સમયે, આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સહિત ઘણા લોકોની નારોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ઘણા મોટા માથાઓ સામે આવ્યા બાદ ઘણા બોલીવૂડ હીરો/ હિરોઈનની નારોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પૂછતાછ અને તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે નેપોટીઝ્મ જેવા સંવેદનશીલ મુદ્દે પણ લોકોનો અને બોલીવૂડ સેલેબ્સનો રોષ બહાર આવ્યો હતો.

smile shushant

Image Credit : bollywoodhungama.com

ઉલેખ્ખનીય છે કે પોતાની એક્ટિંગ સ્કીલ અને શાનદાર અભિનયના લીધે જાણીતા આ મહેનતુ અભિનેતાની અચાનક કારમી વિદાય સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેતા પવિત્ર રિશ્તા સીરીયલમાં માનવના  રોલથી ઘરે ઘરે જાણીતા બન્યા હતા. અને ‘કાઈ પો ચે’ ફિલ્મથી તેમણે બોલીવૂડમાં ડેબ્યું કર્યું હતું. ત્યારબાદ તેમણે ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘રાબ્તા’, ‘એમ એસ ધોની’, ‘દિલ બેચારા’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયના અજવાળા પાથર્યા હતા. ‘દિલ બેચારા’ એમની છેલ્લી ફિલ્મ હતી.

No comments

leave a comment