કોરોના વાઈરસ મહામારીના લીધે આખી દુનિયા જાણે રોકાઈ ગઈ હતી. આસ્થાના કેન્દ્ર ધાર્મિક સ્થળો પર પણ તાળા લાગી ગયા હતા. કોરોના વાઈરસની મહામારીની બીજી લહેરની ગતિ હવે મંદ પડી છે ત્યારે ધીરે-ધીરે જનજીવન ફરીથી ટ્રેક પર આવવા લાગ્યુ છે. દેશના ઘણા વિસ્તારોમાં ચરણબદ્ધ તરીકે ધાર્મિક સ્થળ, બજાર અને શૈક્ષણિક સંસ્થા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો પર તાળા લાગી ગયા હતા. જ્યાં હવે મહારાષ્ટ્ર સરકારે નવરાત્રિના પ્રથમ દિવસે સિદ્ધિવિનાયક મંદિર (Siddhivinayak Temple ) ખોલવાનું નક્કી કર્યું છે.
Siddhivinayak Temple
મહારાષ્ટ્ર સરકારે નવરાત્રિના પહેલા જ દિવસે એટલે કે 7 ઓક્ટોબરથી આખા પ્રદેશમાં દરેક મંદિર ખોલવાનું નક્કી કર્યું છે. મુંબઈ દાદરનું સિદ્ધિવિનાયક મંદિર પણ આ મંદિરો પૈકી એક છે જેને ખોલવામાં આવશે. ઘણા સમય બાદ બંધ રહેલા મંદિર ફરીથી ખોલવામાં આવશે, પોતાના આરાધ્યના ધામ પહોંચીને તેમના દર્શન કરવાની આશા જાગી ત્યારે ગાઈડલાઈનની રાહ જોવામાં આવતી હતી.
આ પણ વાંચોઃ- દેવોના દેવ એટલે મહાદેવ: 12 મી સદીનું પૌરાણિક શિવ મંદિર એટલે ગળતેશ્વર મહાદેવ
Siddhivinayak Temple ગાઈડલાઈન
મુંબઈના દાદર સિદ્ધિવિનાયક મંદિર પણ 7 ઓક્ટોબરે શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવશે. શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ ટેમ્પલ ટ્રસ્ટે તે માટે ગાઈડલાઈન્સનું જાહેરનામુ બહાર પાડ્યુ છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર દર કલાકે 250 શ્રદ્ધાળુઓને દર્શન માટે પરવાનગી આપવામાં આવશે. દર્શનના ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે પ્રી બુકિંગની વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે.
શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ ટ્રસ્ટ અનુસાર, ફક્ત એ જ શ્રદ્ધાળુઓને દર્શન આપવામાં આવશે, જેમણે પ્રી બુકિંગ કર્યું હશે. પ્રી બુકિંગ મંદિર ટ્રસ્ટના એપ પર ક્યૂઆર કોડ (QR Code)ના માધ્યમથી કરવામાં આવશે. દર કલાકે દર્શન માટે મહત્તમ 250 શ્રદ્ધાળુઓના ક્યૂઆર કોડ જાહેર કરવામાં આવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4