Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeભક્તિSidhpur નો પીપળો પવિત્ર મોક્ષ પિપળો તરીકે ઓળખાય છે

Sidhpur નો પીપળો પવિત્ર મોક્ષ પિપળો તરીકે ઓળખાય છે

SIDHPUR
Share Now

ભારતમાં ધાર્મિક સ્થળો એટલા છે કે, દરેક ઘાર્મિક સ્થળ વિશે બધાને જાણકારી હોતી નથી. એવા જ એક સ્થળ વિશે આજે વાત કરીશું જેના વિશે ભાગ્યેજ કોઈને ખબર હશે. ભારતમાં ત્રણ પવિત્ર પીપળા આવેલા છે પણ શું તમે જોયા છે આ ત્રણ પવિત્ર પીપળા? આ ત્રણ પવિત્ર પીપળા પૈકી સિધ્ધપુર (Sidhpur)નો મોક્ષ પીપળો છે જે ઘણો પ્રખ્યાત છે. જે પીપળો ગોગાના પીપળા અને પારસ પીપળા તરીકે પણ પ્રખ્યાત છે.

Sidhpur ના સિદ્ધેશ્વર મહાદેવ પાસે મોક્ષ પીપળો

પાટણથી સિધ્ધપુર આવીને સિધ્ધપુર (Sidhpur)ની સાંકળી ગલીઓમાંથી પસાર થઈને શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી સરસ્વતી નદીના ઘાટ પર ખળખળ વહેતા નીરના કિનારે અને પક્ષીઓના કલરવ વચ્ચે સિધ્ધેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં મોક્ષ પીપળો આવેલો છે.

મોક્ષ પીપળાની બાજુમાં પ્રાચીન સમયની પાંડવોની મુર્તિ અને રજવાડી દિવલોના અવશેષો પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે, મોક્ષ પીપળો સર્પોની ઉત્પતિનું મુળ સ્થાન છે, એટલે જ તો મોક્ષ પીપળો ગોગાના પીપળા તરીકે પ્રખ્યાત છે.

SIDHPUR

પૌરાણિક કથા

સરસ્વતી મહાત્મયમાં માર્કન્ડેય મુનિએ સુમતી રાજાને આ તીર્થનું મહત્વ સમજાવ્યુ હતું. મોક્ષ પીપળાનું પ્રાચીન સમયથી ધાર્મિક રીતે વિશેષ મહત્વ હોવાથી કારતક, ચૈત્ર અને ભાદરવા મહિનામાં જળ ચઢાવવાનું મહત્વ રહેલું છે. દરેક મહિનાની અમાસના દિવસે અને ખાસ કરીને સોમવતી અમાસના દિવસે મહિલાઓ પીપળાની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરતાં કરતાં પીપળાને સૂતરની આંટી પહેરાવે છે.

મોક્ષ પીપળા નીચે સૌપ્રથમવાર વર્ષો પહેલા ગોગા મહારાજે દર્શન આપ્યા હતા, તેથી ગોગા મહારાજની મુર્તિ પીપળાના થડમાં સ્થાપિત કરેલી છે. એવું માનવામાં આવે છે કે ગોગા મહારાજનું ઉત્પત્તિનું મુળ સ્થાન આ મોક્ષ પીપળો છે.

આવી માન્યતાને કારણે પીપળાની બાજુમાં ગોગા મહારાજની ઘણી મુર્તિઓ અને ગોગા મહારાજના અનેક રાફળા આવેલા છે, અહીં ગોગા મહારાજ સાક્ષાત દર્શન આપે છે… જો તમે સિધ્ધપુરના રુદ્રમહાલયના બાંધકામની લોકવાહિકા સાંભળી હોય તો તમને ખબર જ હશે કે સિધ્ધપુરના પેટાળમાં પણ શેષનાગનું અસ્તિત્વ રહેલું છે…

આ પણ વાંચોઃ- દેવોના દેવ એટલે મહાદેવ: 12 મી સદીનું પૌરાણિક શિવ મંદિર એટલે ગળતેશ્વર મહાદેવ

Sidhpur માં ગોગા મહારાજનું ભવ્ય મંદિર

મોક્ષ પીપળો એટલે ગોગાના પીપળાની બાજુમાં જ ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ગોગા મહારાજની મુર્તિ પર સુંદર પાઘડી પેહરાવવામાં આવી છે.. એવું મનાય છે કે, આ સુંદર પાઘડી વાળા ગોગાની મુર્તિના માત્ર દર્શનથી ભક્તોના દુખ દુર થાય છે. ગોગા મહારાજ પરની અતુટ શ્રધ્ધાથી અહીં નાગપંચમીના દિવસે ભક્તોનું ધોડાપુર ઉમટે છે.

SIDHPUR

PAVITRA MOKSH PIPLO

મોક્ષ પીપળાની બાજુમાં આવેલી પવિત્ર સરસ્વતી નદીના નિર્મલ નીર ભક્તો માથે તો ચડાવે જ છે, અને આચમન પણ કરે છે… અહીં પૌરાણિક સિધ્ધેશ્વર મહાદેવનું વિશાળ મંદિર પણ આવેલું છે. એક જ સ્થળનું ધાર્મિક રીતે અનેક મહત્વ હોવાથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આવે છે.

આ જગ્યામાં પ્રકૃતિના ખોળે રમતા પશુ, પક્ષીઓ હોવાને કારણે અહીના અદભૂત વાતરણનો આનંદ માણવા ભક્તોની સાથે સાથે પ્રકૃતિ પ્રેમીઓ પણ આવે છે.

તો તમે પણ આવો દેવતાના મોસાળ સિધ્ધપુર (Sidhpur)માં અને ગોગાના પીપળાના નામથી પ્રખ્યાત પ્રાચીન મોક્ષ પીપળા સાથે સિધ્ધેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment