ચોમાસા દરમીયાન કે પછી વાવાઝોડા સમયે આપણે અવાર નવાસ સાંભળતા હોઇ એ છીયે કે બંદરગાહ પર આ નંબર નું સિગ્નલ લાગ્યું. દરેક સિગ્નલ (Signal) હવાની ઝડપ સુચવે છે અને લાગેલા સિગ્નલના આધારે નક્કિ થાય છે, કે દરીયો કેટલો તોફાની છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં રક્ષા તંત્ર દ્વારા અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. આ સિગ્નલના આધારે જ વાવાઝોડાની તીવ્રતા નક્કી થતી હોય છે. સિગ્નલના આધારે માછીમારો કે દરિયાની આસપાસ રહેતા લોકો સાવચેત થઇ જતા હોય છે.
આવો જાણીએ કે કેટલા સિગ્નલ હોય છે:
તો દરીયો ખેડવા જવું કે નહી અથવા દરીયા કિનારે રહેલા લોકોએ કેટલું સાવચેત રહેવું તો આવો જાણીએ કે કેટલા સિગ્નલ હોય છે, દરેક સિગ્નલ શું સુચવે છે, અને કયા નંબરનું સિગ્નલ શું સુચવે છે.
અહિયાં વાંચો: તાઉ’તે વાવાઝોડુ તીવ્ર ગતિએ ગુજરાત તરફ, કેટલુ જોખમ ગુજરાતને ?
ટોટલ 12 સિગ્નલો (12 Signals) હોય છે:
સિગ્નલ નંબર-1
પવનની ગતિ એક થી પાંચ કિલોમીટર હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લાગે છે જે ગંભીર નથી.
સિગ્નલ નંબર -2
6 થી 12 કિ.મી ની ઝડપે પવન હોય ત્યારે 2નંબરનું સિગ્નલ જોવા મળે છે.
સિગ્નલ નંબર -3
પવનની ગતિ જ્યારે 13થી 20 કિ.મી હોય ત્યારે 3 નંબર સિગ્નલ લાગે છે.
સિગ્નલ નંબર -4
પવનની ગતિ જ્યારે 21 થી 29 કિ.મી હોય ત્યારે 4 નંબર સિગ્નલ લાગે છે.
સિગ્નલ નંબર -5
પવનની ગતિ જ્યારે 30થી 39 કિ.મી હોય ત્યારે 5 નંબર સિગ્નલ લાગે છે.
સિગ્નલ નંબર -6
પવનની ગતિ જ્યારે 40 થી 49 કિ.મી હોય ત્યારે 6 નંબર સિગ્નલ લાગે છે. આ સિગ્નલને ભયસુચક સિગ્નલ ગણવામાં આવે છે.
સિગ્નલ નંબર -7
પવનની ગતિ જ્યારે 50 થી 61 કિ.મી હોય ત્યારે 7 નંબર સિગ્નલ લાગે છે.
સિગ્નલ નંબર -8
પવનની ગતિ જ્યારે 62થી 74 કિ.મી હોય ત્યારે ભયજનક 8 નંબર સિગ્નલ લાગે છે.
સિગ્નલ નંબર -9
પવનની ગતિ જ્યારે 75 થી 88 કિ.મી હોય ત્યારે 9 નંબર સિગ્નલ લાગે છે. આ સિગ્નલને ખુબ ગંભીરતાથી લેવામાં આવે છે.
સિગ્નલ નંબર -10
પવનની ગતિ જ્યારે 89 થી 102 કિ.મી હોય ત્યારે 10 નંબર સિગ્નલ લાગે છે.
સિગ્નલ નંબર -11
પવનની ગતિ જ્યારે 103થી 118 કિ.મી હોય ત્યારે 11 નંબર સિગ્નલ લાગે છે.
સિગ્નલ નંબર -12
પવનની ગતિ જ્યારે 119થી 220 કિ.મી હોય ત્યારે 12 નંબર સિગ્નલ લાગે છે.
અહિ ઉલ્લેખનીય છે કે મોટે ભાગે 11 નંબર સુધી જ સિગ્નલ લગાવાય છે ક્યારેક જ 12 નંબર સિગ્નલનો ઉપીયોગ કરાય છે .
અહિયાં વાંચો: તાઉ’તે વાવાઝોડાનો સામનો કરવા રાજ્ય સરકાર તૈયાર
દેશ અને દુનિયાના સમાચારો માટે જોતા રહો OTT INDIA…
Android: http://bit.ly/3ajxBk4