Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝગુજરાત ભાજપના સંગઠનમાં કરાયો મહત્વનો ફેરફાર

ગુજરાત ભાજપના સંગઠનમાં કરાયો મહત્વનો ફેરફાર

gujarati news,bjp,politics,ratnkar,news
Share Now

ગુજરાત(GUJARAT) ભાજપ(BJP) હાલ સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યું છે. ત્યાં ગુજરાત ભાજપના સંગઠનમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ભાજપે સંગઠન મહામંત્રી તરીકે 13 વર્ષથી કાર્યરત એવા ભીખુભાઈ દલસાણિયાની(BHIKHUBHAI DALSNIYA) જગ્યાએ ઉત્તરપ્રદેશના રત્નકરને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી બનાવ્યા છે.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા ગઈ કાલે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજૂ દોઢ વર્ષનો સમય બાકી છે. ત્યારે ભાજપના સંગઠન મહામંત્રી બદલાતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.  

ગુજરાત સંગઠનમાં મહત્વનો ફેરફાર  

ભાજપે ગુજરાતમાં(GUJARAT) મહત્વના ફેરફારો કરતી વખતે બિહારના(BIHAR0 સહ-સંગઠન મહામંત્રી રત્નકરને મોટી જવાબદારી આપી છે. આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીએ આ મહત્વનો ફેરફાર કર્યો છે. દોઢ દાયકાથી ગુજરાત ભાજપમાં સંગઠન મહામંત્રીની જવાબદારી સંભાળી રહેલા ભીખુ ભાઈ દલસાણિયાને હટાવીને રત્નાકરનો તાજ પહેરાવવામાં આવ્યો છે. આ સાથે રત્નાકરનું નામ ભાજપમાં સૌથી ઝડપથી વિકસતા યુવા વ્યૂહરચનાકારોમાંનું એક બની ગયું છે.

gujarati news,bjp,politics,ratnkar,news

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદે સંસદમાં બિહાર સરકારનો કર્યો પર્દાફાશ

સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કરાયો નિર્ણય 

વાસ્તવમાં, ભાજપે મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયાના રહેવાસી રત્નકરને બિહારમાંથી હટાવીને અને ગુજરાતના(GUJARAT) સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરીને એક મોટો સંદેશ મોકલવાનું કામ કર્યું છે. પાર્ટીએ એક સાથે ત્રણ રાજ્યોને એક કર્યા છે. હાલમાં, રત્નકર બિહારના સહ-સંગઠન મંત્રીના પદ પર હતા. બિહારની 2020 ની વિધાનસભાની ચૂંટણી બાદ રત્નકરને બિહાર મોકલવામાં આવ્યા હતા. આ પહેલા, રાજ્યમાં ભાજપના એકમાત્ર સહ-સંગઠન મંત્રી માત્ર શિવ નારાયણ મહતો હતા. પરંતુ ગ્રાસરૂટ લેવલ પર ભાજપના સંગઠનને વધુ મજબુત બનાવવાના ઉદ્દેશ સાથે રત્નકરને અન્ય સહ-સંગઠન મહામંત્રીનું પદ બનાવીને જવાબદારી સોંપવામાં આવી હતી.

2018 માં કાશીની સાથે ગોરખપુર પ્રદેશની જવાબદારી આપવામાં આવી હતી.

વર્ષ 2018 માં ગોરખપુર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે મહત્વનો નિર્ણય લીધો હતો. કાશી ક્ષેત્રના પ્રાદેશિક સંગઠન મંત્રી રત્નાકરને પણ ગોરખપુર પ્રદેશનો હવાલો સોંપવામાં આવ્યો હતો. મૂળ દેવરિયા જિલ્લાના, રત્નકરને આ બે વિસ્તારોના સંગઠન મંત્રી બનાવવાનું પરિણામ 2019 ની લોકસભા ચૂંટણીમાં પણ દેખાયુ હતું. આ ફેરફારોને ધ્યાનમાં રાખીને, કાશી અને ગોરખપુર પ્રદેશના સંગઠન મંત્રીની જવાબદારી સંભાળી રહેલા રત્નકરને બિહારના સહ-સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા. સાથોસાથ રત્નાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગૃહ મત વિસ્તાર ગોરખપુર પર સંગઠનને મજબૂત કરવાની જવાબદારી હતી.

gujarati news,bjp,politics,ratnkar,news

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કરાયો નિર્ણય 

આગામી વર્ષ 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યપજવાની છે. ત્યારે ભાજપે ગુજરાત સંગઠનમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ગુજરાત ભાજપના દોઢ દાયકાથી સંગઠન મહામંત્રી તરીકે ફરજ બજાવતા ભીખુભાઈ દલસણિયાને સ્થાને પાર્ટી હાઇકમાંડે આ પદ માટેની જવાબદારી ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલ બિહારના સંગઠન મહામંત્રી રત્નકરને આપી છે. જેને લઈને હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષનો સમય બાકી છે. ત્યારે ભાજપ અત્યારથીજ તૈયારીઓમાં લાગી ગયું છે. 

 ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપ હાલ સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યું છે. ત્યાં ગુજરાત ભાજપના સંગઠનમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ભાજપે સંગઠન મહામંત્રી તરીકે 13 વર્ષથી કાર્યરત એવા ભીખુભાઈ દલસાણિયાની જગ્યાએ ઉત્તરપ્રદેશના રત્નકરને ગુજરાત ભાજપના સંગાથ મહામંત્રી બનાવ્યા છે.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા ગઈ કાલે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજૂદોઢ વર્ષનો સમય બાકી છે. ત્યારે ભાજપના સંગઠન મહામંત્રી બદલાતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.  

No comments

leave a comment