Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝક્ષત્રિય કારડીયા રાજપૂત વિકાસ સમિતિ દ્વારા ત્રીદિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન

ક્ષત્રિય કારડીયા રાજપૂત વિકાસ સમિતિ દ્વારા ત્રીદિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન

Share Now

સમગ્ર ગુજરાતમાં જ્યાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ત્રી-દિવસીય નવરાત્રી મહોત્સવ સિહોર (Sihor)માં આવેલા બંધન પાર્ટી પ્લોટ ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત વિકાસ સમિતિ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સિહોર પોલીસ સ્ટેશનના PI કે.ડી.ગોહિલ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી આર.આર.ઠોરિયા, ચીફ ઓફિસર કે.કે.સોલંકી, સિહોર નગરપાલિકા પ્રમુખ શ્રી વી.ડી.નકુમ, તથા સિહોરમાં પોતાની ફરજ બજાવતા ડૉક્ટર સમાજના આગેવાનો, કારડીયા રાજપૂત યુવા સંઘના હોદ્દેદારો, જિલ્લા કરણી સેનાના યુવાનો, વિકાસ સમિતિના સભ્યો અને બહેનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યુ હતુ.  તે સાથે જ માતાજીની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન કરી ગરબા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

Sihor – નવરાત્રીમાં ઉપસ્થિત મહાનુભાવો

sihor

આ ત્રીદિવસીય નવરાત્રી મહોત્સવમાં સમાજના પ્રમુખ શ્રી, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તથા સમાજના મહાનુભાવો, આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ,વડીલો, માતાઓ, બહેનો અને બાળાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળાઓને પ્રોત્સાહન આપતા ભેટ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત વિકાસ સમિતિના હરદેવસિંહ વાલા, અભયસિંહ ચાવડા તેમજ કિશનસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતુ. 

સમગ્ર ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં નીત નવી રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.  રાજકોટ, જામનગર જેવા શહેરોમાં ગરબીઓએ અવનવા કરતબો બતાવીને ગરબાની મજા માણી હતી. 

આ પણ વાંચોઃ- Navratri: જામનગરમાં યુવાનો મશાલ લઇ અંગારા પર રમે છે રાસ, શહેરમાં અનેરું આકર્ષણ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment