Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeહેલ્થHeart attack: આ લક્ષણોને ના કરો નજરઅંદાજ, હોઈ શકે છે સાયલન્ટ એટેક

Heart attack: આ લક્ષણોને ના કરો નજરઅંદાજ, હોઈ શકે છે સાયલન્ટ એટેક

heart attack
Share Now

કેટલાક લક્ષણો એવા હોય છે જે હાર્ટ એટેકની ચેતવણી આપે છે. જેમ કે છાતીમાં દુખાવો, ઠંડી સાથે પરસેવો થવો અને ખૂબ જ નબળાઈ અનુભવવી. પરંતુ શું ત મે જાણો છો કે હાર્ટ એટેક કોઈપણ લક્ષણો વગર આવી શકે છે? હા, તમને કોઈક સમયે હાર્ટ એટેક આવ્યો હશે અને તમને તેની ખબર પણ નહિ હોય.જેને ‘સાયલન્ટ’ હાર્ટ એટેક કહેવાય છે. સાયલન્ટ હાર્ટ એટેકમાં ખૂબ જ અસામાન્ય અથવા કોઈ લક્ષણો અનુભવાતા નથી. આ પ્રકારનો હાર્ટ એટેક ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે.

શું છે સાયલન્ટ હાર્ટ એટેક 

અમેરિકાના જાણીતા કાર્ડિયોલોજિસ્ટના જણાવ્યા અનુસાર સાયલન્ટ હાર્ટ એટેકનો સૌથી મોટો ખતરો એ છે કે લોકો જાણકારીના અભાવે સારવાર કરાવી શકતા નથી. સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણો ન પણ હોઈ શકે, પરંતુ તે તમારા હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જ તેને ખૂબ ધ્યાન આપવાની જરૂર છે.

heart attack

આ પણ વાંચો:પુરુષો આ 5 લક્ષણોને ના લે હલકામાં, ગંભીર બીમારીના છે સંકેત

જે લોકોને હાર્ટ એટેકની ખબર નથી પડતી તેમને અઠવાડિયા કે મહિનાઓ પછી જ્યારે તેઓ નિયમિત તપાસ માટે તેમના ડૉક્ટર પાસે જાય છે ત્યારે તેની જાણ થાય છે. હૃદયના સ્નાયુને કેટલું નુકસાન થયું છે તે જોઈને ડૉક્ટર કહે છે કે તમને કેવા પ્રકારનો હાર્ટ એટેક આવ્યો હશે. આ માટે, ડૉક્ટર તેને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (EKG) અથવા કાર્ડિયાક અલ્ટ્રાસાઉન્ડ દ્વારા જાણી શકાય છે. કેટલાક લોકો સાયલન્ટ હાર્ટ એટેક પછી તરત જ ડૉક્ટર પાસે જાય છે કારણ કે તેઓ થાક અને શ્વાસની તકલીફ જેવા લક્ષણો અનુભવે છે. સાયલન્ટ હાર્ટ એટેક કોઈને પણ થઈ શકે છે, પરંતુ સ્ત્રીઓ અને ડાયાબિટીસના દર્દી તેનાથી વધુ ગ્રસ્ત હોય છે.

આ લક્ષણો પર ધ્યાન આપો

સાયલન્ટ હાર્ટ એટેક ચોક્કસ લક્ષણો દર્શાવતું નથી પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તેના ચિહ્નોને ઓળખી શકતા નથી. છાતી  જકડાવી, ખૂબ થાક લાગવો, કોઈ પણ કાર્ય કરવામાં શ્વાસ લેવામાં તકલીફ થવી, હૃદયમાં બળતરાની થવી, અપચો અને સતત બેચેની અનુભવવી એ સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. ઘણીવાર, લોકોને લાગે છે કે તેમની સાથે કંઈક ખોટું થઈ રહ્યુ છે પરંતુ તેઓ એ વાત પર વિશ્વાસ નથી કરતા કે તે હાર્ટ એટેક પણ હોઈ શકે છે. તેથી, જો તમને કોઈપણ પ્રકારની સમસ્યા લાગે, તો ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment