Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટફિલ્મ સિલસિલાને 40 વર્ષ પૂરા, અમિતાભ બચ્ચન અને રેખાની સાથે છેલ્લી ફિલ્મ

ફિલ્મ સિલસિલાને 40 વર્ષ પૂરા, અમિતાભ બચ્ચન અને રેખાની સાથે છેલ્લી ફિલ્મ

Share Now

શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચન અને રેખાએ છેલ્લા ઘણા સમયથી સાથે કેમ કામ નથી કર્યું. બંને છેલ્લે સિલસિલા ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. આજે ફિલ્મ સિલસિલાને (silsila) 40 વર્ષ પૂરા થયા છે. હા, અમે હિન્દી સિનેમાની અદભૂત ફિલ્મ સિલસિલાની વાત કરી રહ્યા છીએ.

યશ ચોપરા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ આ દિવસે એટલે કે 14 ઓગસ્ટ, 1981 ના રોજ રિલિજ કરવામાં આવી હતી, આ ફિલ્મમાં ઘણા દિગ્ગજ કલાકારો હતા. તેમજ આ ફિલ્મ મલ્ટી સ્ટાર કાસ્ટ ફિલ્મ હતી. ફિલ્મોના ગીતોની વાત કરીએ તો આજે પણ તે ગીતો લોકોના મનમાં અલગ સ્થાન ધરાવે છે. તો હવે તમે જાતે સમજી શકો છો કે આ ફિલ્મના ગીતોએ તે સમયે કેટલા હિટ થયા હશે. પરંતુ શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચન અને રેખાની આ એક સાથે છેલ્લી ફિલ્મ હતી.

આ લવ સ્ટોરી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં હોટ ટોપિક

silsila Today 40 years completed of this movie

image credit- google image

અમિતાભ બચ્ચન અને રેખાની કથિત લવ સ્ટોરી વિશે ઘણું કહેવામાં આવ્યું છે. એક સમય હતો જ્યારે આ લવ સ્ટોરી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં હોટ ટોપિક હતી. માત્ર ત્યારે જ નહીં, આજે પણ તે બંને આ કારણે હેડલાઇન્સમાં રહે છે. સિલસિલા ફિલ્મ પછી, બંને કલાકારોએ ક્યારેય સાથે કામ કર્યું નથી. 80 ના દાયકામાં બંનેએ ઘણી હિટ ફિલ્મો કરી હતી. તે સમયે તેમની ઓનસ્ક્રીન જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે સિલસિલા (silsila) ફિલ્મ પછી બંનેએ સાથે કામ કેમ ન કર્યું?

જુઓ આ વિડીયો: ખબરી ફિલ્મી છે

આનો જવાબ અમિતાભ બચ્ચને વર્ષ 2015 માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યો હતો, હા તેમણે કહ્યું છે કે લાંબા સમય સુધી રેખા સાથે કામ ન કરવાનું કારણ સારી સ્ક્રિપ્ટ ન મળવી છે. તેમણે કહ્યું કે આજકાલ ફિલ્મની સ્ક્રિપ્ટ સારી નથી મળી રહી. તેમણે આગળ કહ્યું કે યોગ્ય સ્ક્રિપ્ટનો અભાવ છે. જો કોઈ સારી સ્ટોરીમળી જાય તો તેઓ ચોક્કસપણે રેખા સાથે કામ કરશે.

તમને જણાવી દઈએ કે તેઓએ સાથે કામ કર્યાને લગભગ ચાર દાયકા થઈ ગયા છે. બંનેની કથિત લવ સ્ટોરી વિશે વાત કરીએ તો, બંનેની લવ સ્ટોરી ફિલ્મ ‘દો અંજાને’ના સેટ પર શરૂ થઈ હતી. જ્યારે અમિતાભ બચ્ચને તેમના અફેરની અફવા સાંભળી ત્યારે તેઓ પણ ખૂબ ગુસ્સે થયા હતા.

ત્યારે તે ફિલ્મમાં કામ કરવા માટે સંમત થઈ…

silsila Today 40 years completed of this movie

image credit- google image

તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર, જયા બચ્ચને અમિતાભ બચ્ચન અને રેખા સાથે ફિલ્મ ‘સિલસિલા’ માં (silsila) પણ કામ કર્યું હતું. જયા બચ્ચને આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ પાછળથી, જ્યારે ફિલ્મના નિર્દેશક યશ ચોપરાએ તેને ફિલ્મના ક્લાઇનમેક્સ વિશે કહ્યું, ત્યારે તે ફિલ્મમાં કામ કરવા માટે સંમત થઈ.

આ પણ વાંચો: કોમેડિયન જોની લીવરનો જન્મદિવસ, જાણો કેમ નામ પડ્યું જોની લીવર?

અહેવાલો અનુસાર, ફિલ્મ નિર્દેશકે જયા બચ્ચનને વચન આપ્યું હતું કે ‘સિલસિલા’ના ક્લાઇમેક્સમાં અમિતાભ બચ્ચન તેની ગર્લફ્રેન્ડને છોડીને તેની પત્ની પાસે જશે. તે પછી જયા બચ્ચન આ ફિલ્મ કરવા માટે સંમત થયા. સિલસિલા ફિલ્મમાં ઘણા સ્ટાર્સ હતા, જેમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રેખા, સંજીવ કુમાર અને શશી કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

આજે પણ રેખા અને અમિતાભ બચ્ચન ને એક સ્ક્રીન પર જોવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે બંને ક્યારે એક સાથે કામ કરવા સમંત થાય છે?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment