Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeઑટો & ગેજેટ્સત્રણ મોટી સિમ કાર્ડ કંપની લઈને આવી છે અદ્ભૂત પ્લાન

ત્રણ મોટી સિમ કાર્ડ કંપની લઈને આવી છે અદ્ભૂત પ્લાન

Sim card
Share Now

આજના આ મોબાઈલ અને સિમ કાર્ડના યુગમાં પ્લાન્સ સસ્તા મળે તો સૌ કોઈને ગમે. કારણ કે, બધા જ લોકો અત્યારે સર્ફિંગમાં જ સમય પસાર કરે છે. મોબાઈલ, લેપટોપમાં જ વધારે સમય ફાળવતા હોય છે. જેમાં ઈન્ટરનેટની ખાસ જરૂર હોય છે. આથી ત્રણ મોટી સિમ કાર્ડ(Sim card)ની કંપની લઈને આવી છે તેના ગ્રાહકો માટે અદ્ભૂત પ્લાન્સ.

રિલાયન્સ જીઓ, એર્ટેલ અને વોડાફોન આઈડિયા તેના ગ્રાહકો માટે ઘણા બધા સસ્તા પ્લાન્સ લઈને આવી છે. અગાઉથી જ પ્રિપેડ કસ્ટમર માટે ઢગલો પ્લાન્સ તો હતા જ. જે ગ્રાહક અનલિમિટેડ કોલ્સ, રોજ 100 SMS અને 1GBથી વધારે ડેટાવાળા પ્લાન શોધી રહ્યાં છે જે નીચે પ્રમાણે છે તમે ચેક કરી શકો છો. અહીં 250 રૂપિયામાં પરવડે તેવા બેસ્ટ પ્લાન્સને લીધા છે.

Jio Sim Card ના પ્લાન્સ

કંપનીની પાસે એક 199 રૂપિયાવાળા પ્લાન છે. આ પ્લાનમાં ગ્રાહકોને રોજ 1.5 GB ડેટા આપવામાં આવશે. સાથે જ તેમાં અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100 SMS પણ આપવામાં આવશે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી મળશે. જે ગ્રાહક વેલી ડેટા વગર લિમિટેડ પ્લાન ખરીદવા માંગે છે તો તે 247 રૂપિયાનો પ્લાન વિશે વિચારી શકે છે. તેમાં ગ્રાહકોને ટોટલ 25 GB ડેટા આપવામાં આવે છે. સાથે જ તેમાં અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100 SMS પણ આપવામાં આવશે.

Sim card

IMAGE CREDIT: PRABHAT KHABAR

Airtelના પ્લાન્સ

કંપનીની પાસે 249નો એક પ્લાન છે. તેમાં ગ્રાહકો રોજ 1.5 GB ડેટા, 100 SMS અને અનલિમિટેડ કોલ્સ આપવામાં આવે છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડીટીની સાથે આપવામાં આવે છે. સાથે જ તેમાં Amazon પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશન, Airtel xctream પ્રીમિયન સબ્સક્રિપ્શન, ફ્રી હેલોટ્યૂન્સ, 1 વર્ષ માટે ફ્રી ઓનલાઈન કોર્સ, FAStag પર 100 રૂપિયાનું કેશબેક, ફ્રી Wynk મ્યૂઝિક અને Apollo 24/7 circleનો ફાયદો પણ ગ્રાહકોને આપવામાં આવશે.

જો તમે સસ્તો પ્લાન ઈચ્છો છો તો કંપનીનું 219 રૂપિયાવાળો પ્લાન ખરીદી શકો છો. તેમાં ગ્રાહકોને રોજ 1GB ડેટા, અનલિમિટેડ કોલ્સ અને રોજ 100 SMS આપવામાં આવે છે. તે સાથે જ Amazon પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશન, Airtel Xtream પ્રીમિયન સબ્સક્રિપ્શન, ફ્રી હેલોટ્યૂન્સ અને ફ્રી Wynk મ્યૂઝિકનો ફાયદો આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ- લાઈક અને શેરની અભિવ્યક્તિ લોકોમાં ગુસ્સો વધારે છે.

VI ના પ્લાન્સ

VIની પાસે પણ 249 વાળો પ્લાન છે. તેમાં ગ્રાહકોને રોજ 1.5 GB ડેટા, અનલિમિટેડ કોલ્સ અને રોજ 100 SMS આપવામાં આવે છે. સાથે જ તેમાં રાત્રે 12 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી ફ્રિ નાઈટ ડેટા અને વીકેન્ડ રોલઓવરનો પણ ફાયદો ગ્રાહકોને મળે છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડટી આપવામાં આવે છે. કંપનીની પાસે એક 219 રૂપિયા વાળો પ્લાન પણ છે. તેમાં ગ્રાહકો રોજ 1GB ડેટા, રોજ 100 SMS અને અનલિમિટેડ કોલ્સ આપવામાં આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 2GB ડેટા એડિશનલ પણ આપવામાં આવે છે. જે 28 દિવસની વેલિડીટી સાથે આવે છે અને તેમાં બાકીના ફાયદા 249 રૂપિયાવાળા પ્લાનની જેમ જ મળે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment