આતો ગજબની વાત છે…. વાવાઝોડા પછી ૧૮ સિંહ ગુમ
આ વાવાઝોડામાં ગુમ થયેલા વનરાજોને શોધવા વન વિભાગ સર્વે હાથ ધરશે. આ સિંહ અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ગુમ થયા છે.તાઉતે વાવાઝોડાએ માત્ર મનુષ્યો પર જ નહીં પરંતુ વન્યપ્રાણી સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા ૧૮ સિંહ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ એ જિલ્લાઓ છે જયાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી હતી.વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકો, ગીર સોમનાથનો ઉના અને કોડિનાર તાલુકો તેમજ ભાવનગરના મહુવા તાલુકામાંથી ૧૮ સિંહ ગુમ થયા છે. આ ત્રણ જિલ્લાઓ આશરે ૪૦ જેટલા સિંહનું ઘર છે.જયાં એક તરફ ગુમ થયેલા પ્રાણીઓ અંગે આશંકા હતી, ત્યારે ઘણાએ આશા વ્યકત કરી હતી કે, અન્ય જંગલી પ્રાણીઓએ ઊંચાઈવાળા વિસ્તારોમાં આશરો લીધો હશે. હકીકતમાં, સૌરાષ્ટ્ર-જે દુનિયામાં એશિયાઈ સિંહો માટે એકમાત્ર નિવાસસ્થાન છે-તે વાવાઝોડાના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયું હતું, વન વિભાગ તે તમામ ૬૭૪ સિંહનો વિસ્તૃત સર્વે કરશે, જેમની ગણતરી છેલ્લે ૨૦૨૦માં પૂર્ણિમા અવલોકનમાં કરવામાં આવી હતી.તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના મોટાભાગના દરેક જિલ્લાઓને નુકસાન પહોંચાડ્યું છે.
જુઓ આ ખાસ અહેવાલ : સફેદ વાઘનો ઇતિહાસ
ફોરેસ્ટ બીટ ગાર્ડ્સ અને અધિકારીઓને તમામ ૬૭૪ સિંહ વિશે જાણ કરવાના આદેશો આપવામાં આવ્યા છે, જેની ગણના ૨૦૨૦ યોજાયેલી અનૌપચારિક વસ્તી ગણતરીમાં કરવામાં આવી હતી. તેમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. નિષ્ણાતોનું કહેવું હતું કે, ભૂતકાળમાં પૂરથી બચવા માટે સિંહો પહાડ ચઢી ગયા હોય અથવા ઉંચી સુરક્ષિત જગ્યાએ ગયા હોય તેવું બન્યું હતું. ૨૦૧૫માં અમરેલીમાં આવેલા પૂર દરમિયાન ૨૦ સિંહ ગુમ થયા હતા. જેમાંથી ૧૪ મૃત્યુ પામ્યા હતા જયારે બાકીના ટેકરીઓ પર બેઠેલા જોવા મળ્યા હતા. તેમ વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.જો કે, સ્થાનિક નિષ્ણાતો ચિંતિંત હતા કે, શું સિંહ અત્યંત તીવ્ર વાવાઝોડા જેવી મોટી પ્રતિકૂળ ઘટનાને સમજવા માટે સજ્જ હશે.આવી કુદરતી આફત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભાગ્યે જ આવી છે. તેથી સિંહ કેવું વર્તન કર્યું હશે તે અંગે ખાતરી નથી. સિંહ સામાન્ય રીતે તૃણાહારી પ્રાણીઓના નજીકના વિસ્તારમાં વસવાટ કરતા હોય છે. આ વાવાઝોડાને કારણે સિંહના વિસ્તારમાં પણ નુકસાન થયું હોવાથી, સિંહ કઈ બાજુ વિહાર કરી રહ્યા છે.એ જોવાનું રહેશે. પછી બીજી રીતે ગ્રામ્ય વિસ્તારની નજીક પણ સિંહ વિચરણ કરતા રહેતા હોય છે. કારણકે પાલતુ પ્રાણીઓનો શિકાર કરી શકે, જેના લીધે વેન અધિકારીઓ ખુબ સહેલી રીતે સિંહ પર નજર રાખતા હોય છે. જો કે આ બાબતે જૂનાગઢ સીસીએફ વસાવડા એ આ માહિતી સાચી છે કે ખોટી એવી કોઈ બાંહેધરી આપી નથી. અને કહ્યું હતું કે બધું જ સલામત છે.
દેરડી (કુંભાજી) ગામે હજારો પક્ષીઓના મોત
તાઉતે વાવાઝોડાએ લોકોને ખુબ ઓછી જાનહાની પોંહચાડી છે. ક્યાંક બોર્ડ, બેનર તો ક્યાંક મોટા વૃક્ષો પડ્યા છે. પરંતુ પક્ષીઓને જાનહાની થઇ હોય એવું તો ખુબ ઓચ્છુ બન્યું છે. ત્યારે ગોંડલના દેરડી(કુંભાજી) ગામે તાઉતે વાવાઝોડાની અસરે જાણે રીતસરનો હાહાકાર મચાવ્યો છે.વાવાઝોડાને લઈને વૃક્ષો, વિજપોલ, છાપરા, સોલાર પેનલો ધરાશય થવાની અનેક ઘટનાઓ બનવા પામી છે.જયારે તોફાની ફૂંકાયેલા પવન સાથે પડેલા વરસાદની સાથે ધરાશય થયેલા વૃક્ષો અને વૃક્ષોમાં વસવાટ કરતા ચકલી,બગલા ઉપરાંત કબૂતરો સહિતના અનેક પક્ષીઓના મોત નિપજયા છે. દેરડી(કુંભાજી) ગામે રહેતા પક્ષી પ્રેમી ઉમેશભાઈ વશરામભાઈ કાવઠીયાના ઘરે વસવાટ કરતી ૩૦૦૦ ચકલીઓમાંથી ૫૯૩ જેટલી ચકલીઓના વાવાઝોડાને કારણે મોત નિપજયા તો બીજી તરફ ખુશ્બુ કૂલ પ્રોડકટના ગાર્ડનમાં ૩૩ ચકલીઓના મોત નિપજયા હતા. જયારે માર્ગોના કાંઠે કે વાડી ખેતરમાં ધરાશય થયેલા વૃક્ષો ઉપર વસવાટ કરતા બગલાઓના મોત પણ વૃક્ષો ધરાશય થવાની સાથે થવા પામ્યા છે. જેમને લઈને દેરડી(કુંભાજી) ગામે વૃક્ષો ધરાશય થતા પક્ષીઓના આશ્રયસ્થાન છીનવાઈ જવાની સાથે ચકલી, બગલા, કબૂતર સહિતના હજારો પક્ષીઓના વાવાઝોડાને લઈ મોત નિપજયા હતા. જેમને કારણે પક્ષી પ્રેમીઓમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.
વાસાવડમાં પક્ષીઓનુ રેસ્કયુ
તાઉતે વાવાઝોડાને કારણે પ્રકૃતિ પર ખુબ મોટી અસર થઇ છે. આમતો વાવાઝોડું કુદરતી પ્રકોપ છે. પણ જયારે કુદરત જ પ્રકોપ કરે ત્યારે ભગવાન પણ બચાવી નથી શકતો. ત્યારે ગોંડલ દરિયાકાંઠા વિસ્તારથી ખુબ દૂર છે.તો પણ ત્યાંના વાસાવડ ગામમાં કેટલાક પક્ષીઓને હાનિ પોહચી હતી. અને ભારે પવનને કારણે પક્ષીઓ ઉડી ન શકતા મૃત્યુ થયું હતું. ત્યારે અબોલ પક્ષીઓને યોગ્ય જગ્યાએ સ્મશાનમાં રેસ્કયુ કરવામાં આવ્યા હતા.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4