સિંધુતાઈ સપકાલ એવું જ એક નામ છે જેમને 1500 બાળકોની માતા કહેવાય છે. જેમના પરિવારમાં 382 જમાઈ, 49 પુત્રવધૂ, 1 હજારથી વધુ પૌત્રો છે, પરંતુ આટલા મોટા પરિવારને સંભાળતી સિંધુતાઈ સપકાલની વાર્તા તમારી આંખો ભીની કરી દેશે. દેશની આંખો એ વાતથી પણ ભીની થઈ ગઈ છે કે 4 જાન્યુઆરી, 2022ના રોજ અનાથ બાળકોને સહારો આપનાર મમતામયી માતા સિંધુતાઈ સપકાલે હાર્ટ એટેકના (Hearth Attack) કારણે દુનિયાને અલવિદા (Sindhutai Sapkal Death) કહી દીધું.
sindhutai- google image
અનાથ બાળકોના માતા હતા: સિંધુતાઈ સપકાલ (Sindhutai Sapkal)
મહારાષ્ટ્રના વર્ધામાં 14 નવેમ્બર 1948ના રોજ જન્મેલા સિંધુતાઈ સપકાલને શરૂઆતથી જ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તાઈના જીવનના સંઘર્ષો પર નજર નાખીએ તો મનમાં વિચાર આવે છે કે એક સ્ત્રી જેનું પોતાનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું, તો પણ તાઈએ એવા બાળકોને આગળ લઈ જવાનું કામ કર્યું જેમને સમાજમાં માતા-પિતા સિવાય કોઈ પોતાનું માનતું ન હતું. આ બાળકો માટે દુનિયા અંધકારમય હતી.
આ પણ વાંચો: Farhan Akhtar- Shibani Marriage: 2 દીકરીઓનો પિતા ફરહાન અખ્તર હવે કરશે 6 વર્ષ નાની શિબાની સાથે લગ્ન
નાનપણથી જ ભેદભાવનો કરવો પડ્યો સામનો:
એવું કહેવાય છે કે છોકરી હોવાને કારણે તેમણે સ્થાનિક ભાષામાં ‘ચીંધી’ એટલે કે ફાટેલા કપડાનો ટુકડો લૂગડામાં કોઈ વસ્તુ નાખી ગાંઠ બાંધીને કરેલો નાની પોટલીનો આકાર). સિંધુતાઈ આગળ ભણવા માંગતા હતા. પરંતુ તાઈના માતા શિક્ષણની વિરુદ્ધ હતાં. જોકે સિંધુતાઈના પિતાએ ભણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચોથા ધોરણ સુધી જ ભણ્યા. ચોથા ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું હોવા છતાં સિંધુતાઈને લોકોને મદદ કરવાનો અને સત્યને સત્ય કહેવાનો જુસ્સો હતો.
Sindhutai Sapkal, Google image
પ્રેગ્નન્સી દરમિયાન પતિએ ઘરની બહાર કાઢી મૂક્યો હતો:
સિંધુતાઈના લગ્ન માત્ર 10 વર્ષની ઉંમરે 30 વર્ષના પુરુષ સાથે થયા હતા, ત્યારે તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને વેતન ન આપનાર ચીફ સામે ફરિયાદ કરી હતી. જે બાદ પતિએ સિંધુતાઈને ઘરની બહાર કાઢી મુકી હતી ત્યારે તાઈ ગર્ભવતી હતાં, સગર્ભાવસ્થામાં ઘરની છત છીનવાઈ ગયા બાદ તાઈ પિયર એટલે કે પોતાના ઘરે ગયા હતાં. પરંતુ માતાએ પણ ત્યાં રાખવાની ના પાડી દીધી હતી. જો કે આવું તેમના માટે વરદાન સાબિત થયું. અને એવું કહેતા હતા કે માતાએ તે સમયે આશ્રય આપ્યો હોત તો સિંધુતાઈ 1500 અનાથ બાળકોના માતા અને તેઓને આશ્રય ન આપી શક્યા હોત.
સ્મશાનમાં મળ્યો સહારો (Sindhutai Sapkal)
સિંધુતાઈ સપકાલ રેલ્વે સ્ટેશન પર ભીખ માંગવા લાગ્યા હતા, આટલી મુશ્કેલીમાં હોવા છતાં રેલ્વે સ્ટેશન પર બાળકોને ભીખ માંગતા જોઈને તાઈને દયા આવી ગઈ. મહિલાઓની સુરક્ષાના તમામ દાવાઓ સાથેના આ દેશમાં, તેણે પોતાને અને પુત્રીને સુરક્ષિત રાખવા માટે સ્મશાન ગૃહમાં રહેવું પડ્યું. એક સમય એવો આવ્યો જ્યારે તેણે પોતાની પુત્રીને ટ્રસ્ટમાં દત્તક લીધી જેથી તે તમામ અનાથ બાળકોની માતા બની શકે.
indhutai Sapkal Padmshri award
તેમને પદ્મશ્રી (Padma Shri Sindhutai Sapkal) એનાયત કરવામાં આવ્યા છે, આ સિવાય અહિલ્યાબાઈ હોલકર પુરસ્કાર અને દત્તક માતા પુરસ્કાર સહિત કુલ 273 રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરાયા છે. તેમના જીવન પર આધારિત મરાઠી ભાષામાં એક ફિલ્મ (Sindhutai Sapkal Movie) પણ બનાવવામાં આવી છે.
જુઓ આ વિડીયો: Bhagyashree Salman Khan News
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4