Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝSputnik v કેટલી અસરકારક છે કોરોના વાયરસ સામે અને શું છે કિંમત ??

Sputnik v કેટલી અસરકારક છે કોરોના વાયરસ સામે અને શું છે કિંમત ??

sputnik v
Share Now

કોરોના સામે લડવા વેક્સીન એક જ ઉપાય છે. વિવિધ રસીઓ ભારતના લોકો લઇ રહ્યા છે તો કોરોના વાયરસ (Coronavirus) સામેની લડાઈમાં ભારતને ટૂંક સમયમાં નવું હથિયાર મળવા જઈ રહ્યું છે. લોકો કોવેક્સિન અને કોવીશીલ્ડ લઇ રહ્યા છે અને હવે મળશે જલ્દીથી જ રસિયાની સ્પુટનિક રસી પણ. આપને જણાવી દઈએ કે હાલમાં જ જોન્સન એન્ડ જોન્સનની રાશિને પણ ભારતમાં મંજૂરી મળી છે. માહિતી અનુસાર, ભારત (India) સપ્ટેમ્બર સુધીમાં રશિયન રસી Sputnik Light મેળવી શકે છે. કોરોના વાયરસના વિરોધમાં ભારતીયોને રશિયાની વેક્સિન Sputnik Light પણ જલ્દી મળી શકે છે. કહેવાઈ રહ્યું છે કે દેશમાં જ તૈયાર થઈ રહેલી આ વિદેશી વેક્સિન પણ સપ્ટેમ્બર સુધી મળી શકે છે. શરૂઆતમાં આ વેક્સિન સીમિત સંખ્યામાં મળી રહેશે અને તેની કિંમત પણ 750 રૂપિયાની રહેશે. ભારતમાં અત્યાર સુધી આયાત કરાયેલી સ્પૂતનિક વીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સિંગલ ડોઝ રસીની (Single Dose Vaccine) કિંમત 750 રૂપિયા હશે. કંપનીએ તેના ઈમરજન્સી ઉપયોગ માટે પણ અરજી કરી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં રશિયન રસી Sputnik V નો ઉપયોગ થઈ રહ્યો છે.

કોરોના વાયરસ સામે Sputnik Light કેટલી અસરકારક?

sputnik

the tribune

તમને જણાવી દઈએ કે મે મહિનામાં રશિયાએ Sputnik Light ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. રશિયન વૈજ્ઞાનિકોએ આ રસીને કોરોના વાયરસ સામે 80 % સુધી અસરકારક ગણી છે. ગયા જુલાઈમાં પેનેશિયા બાયોટેકે સ્પૂતનિક વી વેક્સિનના નિર્માણ માટે લાયસન્સ મેળવવાની જાહેરાત કરી હતી. કંપની આ વેક્સિનને હિમાચલના બદ્દી પ્લાન્ટમાં તૈયાર કરી રહી છે. આ પ્લાન્ટમા બનેલી વેક્સિનની ગુણવત્તાની તપાસમાં ગમાલેયા ઈન્સ્ટીટ્યૂટ અને કસૌલીના સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીમાં પાસ થઈ છે. પેનેશિયા આ વેક્સિનના 10 કરોડ ડોઝ તૈયાર કરશે અને સાથે તેનું વિતરણ ડોક્ટર રેડ્ડીઝની તરફથી કરાયું છે.

આ પણ વાંચો : ટ્વિટર VS કોંગ્રેસ : પ્રિયંકા ગાંધીના આક્ષેપો પર ટ્વિટરનો જડબાતોડ જવાબ

Sputnik વીના ડોઝનો સપ્લાય મહિનાના અંતમાં થશે પૂરો

dose of sputinik v

the tribune

સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્પૂતનિક વીના 2 ડોઝના સપ્લાયની ખામી આ મહિનાના અંતમાં પૂરી થઈ શકે છે. ડોક્ટર રેડ્ડીએ આ માટેની જાણકારી આપી. જૂનમાં રશિયાથી આયાત પ્રભાવિત થયા બાદ સ્પૂતનિક વીના મોટા સ્તરે જનતાની સામે આવવાનું અટકી ગયું હતું અને સાથે આ રીતે તેની રફ્તાર પણ ધીમી બની છે. સ્પૂતનિક વી કમ્પોનન્ટ 2 વેક્સિનને આયાત કરાયેલા લગભગ 5 લાખ ડોઝ જલ્દી બજારમાં લાવશે. 28 દિવસના વિશ્લેષણ બાદ જાણવા મળ્યું છે કે સ્પૂતનિક લાઈટ વેક્સિનથી 80 ટકા પ્રતિરોધી ક્ષમતાનું પ્રદર્શન કરાયું છે.

J&J ના સિંગલ ડોઝ રસીને મંજૂરી

અગાઉ 7 ઓગસ્ટના રોજ ભારત સરકારે અમેરિકન કંપની Johnson and Johnson ની સિંગલ ડોઝ કોરોના રસી (Corona Vaccine) ને ઇમરજન્સી યુને મંજૂરી આપી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે Johnson and Johnson ની આ રસી ટૂંક સમયમાં ભારતીય બજારમાં મળવાનું શરૂ થશે. કોરોનાની ત્રીજી લહેર સામે લાડવા અત્યારથી જ સરકારે પ્રયાસો શરૂ કરી દીધા છે અને દરેકે વેક્સીન લેવી જ જોઈએ જેથી બીજી લહેર જેવી પરિસ્થિતિ ના સર્જાઈ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment