Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝPSI અને લોક રક્ષક દળની ભરતી માટે એક જ શારીરિક કસોટી લેવાશે

PSI અને લોક રક્ષક દળની ભરતી માટે એક જ શારીરિક કસોટી લેવાશે

physical test
Share Now

કોરોનાના કારણે મોકૂફ રાખેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક પીએસઆઇ (PSI)સહિત વિવિધ પોલીસ સંવર્ગની 27,847 જગ્યા ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. આ ભરતી પ્રક્રિયા માટે દિવાળી બાદ નવેમ્બરમાં શારીરિક કસોટી (physical test)યોજાવાની છે.

physical test ની જાણકારી ટ્વિટ કરીને આપી 

ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા (Social Media)માધ્યમથી PSI તથા લોક રક્ષક દળની ભરતી માટેની જાણકારી આપી છે. અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી દિવાળી બાદ નવેમ્બરમાં એક સાથે લેવાનું આયોજન છે. બંને માટે અરજી કરનાર ઉમેદવારે (Candidate)એક જ વાર શારીરિક કસોટી આપવાની થશે.

આ પણ વાંચો: પાટણ: ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વનહોત્સવની ઉજવણીમાં આપી હાજરી, પોલીસે આપ્યું ગાર્ડ ઓફ ઓનર

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળની મળીને અંદાજીત 27847 જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખુબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનુ આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે. આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપ્લબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ મજબુત બનશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment